Not Set/ ઔવેસીની અવળવાણી: અમે તમને મુસ્લિમ બનાવી દાઢી રાખવા માટે મજબૂર કરશું

નવી દિલ્હી: હરિયાણાના ગુરુગ્રામમાં એક મુસ્લિમ યુવકની જબરદસ્તીથી દાઢી કપાવવાના મામલે એઆઈએમઆઈએમ (AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઔવેસીનું વિવાદિત સામે આવ્યું છે. હંમેશા પોતાના વિવાદિત  બયાનોથી સતત ચર્ચામાં રહેનારા ઔવેસીએ ફરી એક વખત એવું નિવેદન કર્યું છે જેના કારણે વિવાદ ઉદભવવો નક્કી છે. ગુરુગ્રામમાં બીજી ઓગસ્ટના રોજ બનેલી એક ઘટના અંગે બયાન આપતાં ઔવેસીએ તે લોકો […]

Top Stories India Trending Politics
Asaduddin Owaisi, said, 'We made you Muslim, and forcing you to be a beard'

નવી દિલ્હી: હરિયાણાના ગુરુગ્રામમાં એક મુસ્લિમ યુવકની જબરદસ્તીથી દાઢી કપાવવાના મામલે એઆઈએમઆઈએમ (AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઔવેસીનું વિવાદિત સામે આવ્યું છે. હંમેશા પોતાના વિવાદિત  બયાનોથી સતત ચર્ચામાં રહેનારા ઔવેસીએ ફરી એક વખત એવું નિવેદન કર્યું છે જેના કારણે વિવાદ ઉદભવવો નક્કી છે.

ગુરુગ્રામમાં બીજી ઓગસ્ટના રોજ બનેલી એક ઘટના અંગે બયાન આપતાં ઔવેસીએ તે લોકો પર નિશાન સાધ્યું છે કે, જેણે કથિત રીતે જબરદસ્તીથી એક મુસ્લિમ યુવકની દાઢી કપાવી દેવામાં આવી હતી.

હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઔવેસીઅએ કહ્યું છે કે, જેઓએ આ બધું કર્યું છે, તેમને અને તેમના પિતાને એ કહેવા માંગું છું કે, જો તમે અમારૂ ગળું કાપી નાખશો તો પણ અમે મુસ્લિમ જ રહીશું. હા અમે તમને જરૂર મુસ્લિમ બનાવી દઈશું અને તમને દાઢી રાખવા માટે મજબૂર કરી દઈશું. જો કે આવું પહેલી વખત નથી થયું કે, ઔવેસીએ આવું બયાન આપ્યું હોય.

ઔવેસીએ આ અવસરે રાહુલ ગાંધી અને પીએમ મોદીના ગળે મળવા અંગે પણ નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું હતું કે, જો હું પીએમ મોદીની સાથે હાથ પણ મેળવી લઉં તો મારી વિરુદ્ધ ફતવો જાહેર કરી દેવામાં આવશે. પરંતુ કોંગ્રેસના કોઈ પણ નેતાએ રાહુલ ગાંધીની વિરુદ્ધમાં એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી.

શું હતો ગુરુગ્રામનો મામલો

હરિયાણાના ગુરુગ્રામમાં જબરદસ્તીથી એક મુસ્લિમ યુવકની દાઢી કપાવીને તેની સાથે મારપીટ કરવાની ઘટના બની હોવાનું સામે આવી હતી. પીડિત યુવક જયારે આ ફરિયાદ લઈને સંબંધિત પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો તો પહેલાં તો પોલીસે આનાકાની કરી હતી પરંતુ પછી પોલીસે ફરિયાદ નોંધી હતી. આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ ઘટના ગુરુગ્રામના સેક્ટર ૩૭માં બની હતી. જેમાં કેટલાક લોકોએ જફરુંદ્દીન નામના એક યુવકને પકડીને તેની સાથે બળજબરી કરી હતી અને તેને વાળંદની દુકાનમાં લઇ ગયા હતા અને જફરુદ્દીનની દાઢી કપાવવા માટે કહ્યું હતું. વાળંદે દાઢી કાપવાની ના પાડી તેઓએ જફરુદ્દીનને દુકાનમાં ખુરશી સાથે બાંધી દીધો હતો અને ફરીથી જબરદસ્તીપૂર્વક તેની દાઢી કપાવી નાખી હતી. આ ઘટના બાદ આરોપીઓ નાસી ગયા હતા.

જફરુદ્દીનની દાઢી કપાવવાના મામલે પોલીસે ગૌરવ અને નીતિન નામના બે આરોપીને ઝડપી લીધા છે.  આ સાથે પોલીસે વાળંદની પણ ધરપકડ કરી લીધી છે. જયારે પીડિત યુવકનો આરોપ છે કે, વાળંદની સાથે મારપીટ કરવામાં આવી હતી ત્યારે તેણે તેની દાઢી કાપી હતી.

આ ઘટના અંગે ડીસીપીનું કહેવું છે કે, બેસવાની વાતને લઈને ઝગડો થયો હતો. જયારે પીડિત યુવકનું કહેવું છે કે, બેસવાની માટે કે અન્ય કોઈ પ્રકારનો કોઈ ઝગડો થયો ન હતો.