દહેશત/ IPS નિર્લીપ્ત રાયની એન્ટ્રી થતા જ આ ત્રણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ભાગી ગયો!જાણો

બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં 55થી વધુ  લોકોના મોત નિપજ્યા છે. જેના લીધે સરકારની દારૂબંધી નીતિ ચર્ચામાં આવી  છે.આજે સરકાર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Top Stories Gujarat
13 IPS નિર્લીપ્ત રાયની એન્ટ્રી થતા જ આ ત્રણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ભાગી ગયો!જાણો

બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં 55થી વધુ  લોકોના મોત નિપજ્યા છે. જેના લીધે સરકારની દારૂબંધી નીતિ ચર્ચામાં આવી  છે.આજે સરકાર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટના બાદ રાજ્ય સરકારે  દેશીદારૂની ભટ્ટીઓ નાબૂદ કરીને બૂટલેગરો સામે કડક કાર્યવાહી  નિર્દેશ આપ્યા છે અને તપાસ આઇપીએસ નિર્લીપ્ત રાય અને જ્યોતિ પટેલને સોંપી છે, આ તપાસ હાથમાં લેતા જ પોલીસબેડામાં ખળભળાટ વ્યાપી ગયો હતો, તપાસ અર્થે નિર્લીપ્ત રાય બોટાજ પોલીસ સ્ટેશ પહોંચ્યા ત્યારે પોલીસ સ્ટેશનનો સ્ટાફ છૂમંતર થઇ ગયો હતો અને મોબાઇલ ફોન પણ બંધ કરી દીધા હતા.બરવાળા બાદ રાણપૂર અને તેના પછી ધંધુકા પોલીસ સ્ટાફ ભાગી ગયો હતો.

આઇપીએસ નિર્લિપ્ત રાય સોમવારે સવારે બરવાળા પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. તેમની એન્ટ્રી થતાં ધરપકડના ડરે પોલીસ રીતસર પોલીસ સ્ટેશન છોડી ભાગી જતા પોલીસ સ્ટેશન ખાલી થઇ ગયા હતા. બરવાળા બાદ રાણપૂર અને તેના પછી ધંધુકા પોલીસ સ્ટેસનનો સ્ટાફ ભાગી જતાં તેમની ભુમિકા શંકાસ્પદ હોવાની ચર્ચા પોલીસ બેડામાં થઇ રહી છે. આઇપીએસ નિર્લિપ્ત રાયને તપાસ માટે આખરે અમરેલી જિલ્લામાંથી 3 જેટલા અધિકારીઓને બોલાવવાની ફરજ પડી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્યના અમદાવાદ અને બોટાદ જિલ્લાની હદમાં ઝેરી દારુ પીધા બાદ જે લઠ્ઠાકાંડ સર્જાયો હતો. આ લઠ્ઠાંકાંડમાં 55થી વધુ નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. નાશાબંધીની કન્ટ્રોલમાં આવતા મિથેનોલની ચોરી થઇ અને બુટલેગરે દારુ બનાવી તેને વેચાણ કર્યો તે વાત તો સ્પષ્ટ છે. લોકો દારુ પીવા જ ગયા હતા તે પણ સ્પષ્ટ થયું છે.