Not Set/ ગંજેરી ગુજરાત/ ઠેર ઠેર જોવા મળતી ગાંજાની ખેતી, હવે ગુજરાતમાં સામાન્ય બાબત

ગાંધીનું ગુજરાત હવે ઉડતા પંજાબમાં તબદીલ થઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આડે દિવસે ક્યાંક ને કયાંક માદક પદાર્થોનો જથ્થો મળી આવવો એક સામાન્ય બાબત થઇ છે, જેમાં પણ  છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ગાંજાનું વાવેતરનું  પ્રમાણ વધી રહ્યું છે. ઠેર ઠેર  તંત્ર દ્વારા દરોડા પાડીને ગાંજાના ખેતરો ઝડપી પાડવામાં આવે છે. પ્રાપ્ત વિગતો મુજબ […]

Gujarat Others
ગાંજો ગંજેરી ગુજરાત/ ઠેર ઠેર જોવા મળતી ગાંજાની ખેતી, હવે ગુજરાતમાં સામાન્ય બાબત

ગાંધીનું ગુજરાત હવે ઉડતા પંજાબમાં તબદીલ થઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આડે દિવસે ક્યાંક ને કયાંક માદક પદાર્થોનો જથ્થો મળી આવવો એક સામાન્ય બાબત થઇ છે, જેમાં પણ  છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ગાંજાનું વાવેતરનું  પ્રમાણ વધી રહ્યું છે. ઠેર ઠેર  તંત્ર દ્વારા દરોડા પાડીને ગાંજાના ખેતરો ઝડપી પાડવામાં આવે છે.

પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલમાં મોરવાહડફના વિરણીયા ગામમાં ખેતરમાંથી ગાંજાના છોડ ઝડપાયા હતા. પોલીસને બાતમી મળતા ગાંજાના ખેતરમા તપાસ કરી હતી. જેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 22.03 કિલો વજનના અને 2.23 લાખની કિંમતના ગાંજો કબ્જો કર્યો હતો. તેમજ ખેતર માલિકની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી.   આ અંગે ગોધરા એસ ઓ જી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.  એન ડી પી એસ ના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.