એલર્ટ/ રાજ્યમાં ભારે વરસાદના લીધે સરકાર એલર્ટ,NDRFની 13 ટીમ જુદા જુદા જિલ્લામાં રવાના કરાઇ

ગુજરાતમાં ચોમાસુ વિધિસર શરૂ થઇ ગયું છે,રવિવારે સાંજે અમદાવાદ શહેર સહિત રાજ્યમાં અતિભારે વરસાદ ખાબક્યો હતો ,જેના લીધે અનેક તાલુકા પ્રભાવિત થયા છે.

Top Stories Gujarat
7 12 રાજ્યમાં ભારે વરસાદના લીધે સરકાર એલર્ટ,NDRFની 13 ટીમ જુદા જુદા જિલ્લામાં રવાના કરાઇ
  • Ndrf ની 13 ટીમ રવાના કરવામાં આવી..
  • 4 ટીમ દક્ષિણ ગુજરાતમાં મોકલવામાં આવી..
  • 7 ટીમ સૌરાષ્ટ્ર માં મોકલવામાં આવી.
  • 1 ટીમ નોર્થ ગુજરાતમાં મોકલવામાં આવી છે…
  • 1 ટીમ કચ્છમાં રવાના કરવામાં આવી છે…
  • 1 ટીમ ગાંધીનગર અને 1 ટીમ બરોડામાં રીઝર્વ રાખવામાં આવી છે.

ગુજરાતમાં ચોમાસુ વિધિસર શરૂ થઇ ગયું છે,રવિવારે સાંજે અમદાવાદ શહેર સહિત રાજ્યમાં અતિભારે વરસાદ ખાબક્યો હતો ,જેના લીધે અનેક તાલુકા પ્રભાવિત થયા છે. રાજ્યના 218 તાલુકામાં વરસાદ પડ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ લોકોના ઘરમાં પાણી ભરાયા છે. ઘણી જગ્યાએ રસ્તાનું ધોવાણ થયું છે. ભારે વરસાદને કારણે લોકોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે સત્વરે કલેકટરની તાકીદે બેઠક કરી હતી અને આ વરસાદની પરિસ્થિતિમાં તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.જેના લીધે સરકારે પૂરગ્રસ્ત અને જે લોકો ફસાયા હોય તેના માટે એનડીઆરએફની 13 ટીમ ગુજરાતના ભારે વરસાદવાળા જિલ્લામાં મોકલવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાજ્યમાં અતિભારે વરસાદના લીધે સરકારે એનડીઆરએફની 13 ટીમ હાલ ગુજરાતામાં મોકલવામાં આવી છે જે પૈકી,4 ટીમ દક્ષિણ ગુજરાતમાં,7 ટીમ સૈાૈરાષ્ટ્રમાં,1 ટીમ ઉત્તર ગુજરાતમાં, 1 ટીમ કચ્છ રવાના કરવામાં આવી છે. જ્યારે વડોદરા અને ગાંધીનગરમાં 1 ટીમ રીઝર્વ રાખવામાં આવી છે.

નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરવામાં આવે તો ડાંગ, નવસારી જિલ્લામાં સરેરાશ 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તાપી જિલ્લામાં પણ છ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. ખેડાના નડિયાદમાં 5.5 ઈંચ વરસાદ થયો હતો. પંચમહાલના ગોધરામાં પાંચ ઈંચથી વધુ વરસાદ થયો હતો. છેલ્લા 24 કલાકમાં 218 તાલુકામાં વરસાદ થયો છે.  રાજ્યમાં સામાન્યથી લઈને કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. છોડાઉદેપુર, પંચમહાલ, છોડાઉદેપુર, ડાંગ, અમદાવાદ, નવસારી, વલસાડ, ખેડા, જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 21.5 ઈંચ, પાવી જેતપુરમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. છોટાઉદેપુરમાં 9 ઇંચ વરસસ્યો હતો. જિલ્લાના નદી-નાળાઓ છલકાઈએ ગયા હતા. હજારો લોકોના ઘરમાં પાણી ભરાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.