Not Set/ સુપ્રીમ કોર્ટે પૂછ્યું : યોગી આદિત્યનાથ પર કેમ ના ચાલી શકે મુકદ્દમો ?

ભડકાઉ ભાષણના 11 વર્ષ જુના મામલામાં અલ્હાબાદ હાઇકોર્ટથી રાહત મેળવી ચૂકેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મુશ્કેલીઓ વધી શકે છે. સુપ્રીમ કોર્ટે આ કથિત ભડકાઉ ભાષણના મામલે ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ આપી છે. અને પૂછ્યું છે કે યોગી આદિત્યનાથ વિરુદ્ધ કેસ કેમ ના ચલાવવામાં આવે? હકીકતમાં 27 જાન્યુઆરી 2007ના યોગી આદિત્યનાથના ઘર જનપદ ગોરખપુરમાં સાંપ્રદાયિક […]

Top Stories India
yogi sc main સુપ્રીમ કોર્ટે પૂછ્યું : યોગી આદિત્યનાથ પર કેમ ના ચાલી શકે મુકદ્દમો ?

ભડકાઉ ભાષણના 11 વર્ષ જુના મામલામાં અલ્હાબાદ હાઇકોર્ટથી રાહત મેળવી ચૂકેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મુશ્કેલીઓ વધી શકે છે. સુપ્રીમ કોર્ટે આ કથિત ભડકાઉ ભાષણના મામલે ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ આપી છે. અને પૂછ્યું છે કે યોગી આદિત્યનાથ વિરુદ્ધ કેસ કેમ ના ચલાવવામાં આવે?

હકીકતમાં 27 જાન્યુઆરી 2007ના યોગી આદિત્યનાથના ઘર જનપદ ગોરખપુરમાં સાંપ્રદાયિક દંગા થયા હતા. આ દંગામાં બે લોકોના મૃત્યુ અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ દંગા માટે તત્કાલીન સાંસદ અને હાલના સીએમ આદિત્યનાથ, તત્કાલીન ધારાસભ્ય રાધા મોહન દાસ અગ્રવાલ અને ગોરખપૂરના તત્કાલીન મેયર અંજુ ચૌધરી પર ભડકાઉ ભાષણ કરવાનો અને દંગા ભડકાવવાનો આરોપ લાગ્યો હતો.

aa Cover a2m7o4c6licj697cd11hlrku35 20180131095021.Medi e1534774760623 સુપ્રીમ કોર્ટે પૂછ્યું : યોગી આદિત્યનાથ પર કેમ ના ચાલી શકે મુકદ્દમો ?

આ મામલે હાઇકોર્ટના હસ્તક્ષેપ બાદ યોગી આદિત્યનાથ સમેત ભાજપના કેટલાક નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર દર્જ થઇ હતી. પરંતુ ગયા વર્ષે આદિત્યનાથને આરોપી બનાવવાથી એવું કહીને ના કહી દીધી કે એમની વિરુદ્ધ કોઈ સાક્ષી નથી.

અલ્હાબાદ હાઈકોર્ટમાંથી એમને રાહત મળી ગઈ હતી. આ સંબંધમાં હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને સીએમ યોગી અને અન્ય ભાજપના નેતાઓ વિરુદ્ધ મુકદ્દમો ચલાવવાની માંગ કરવામાં આવી હતી.  સાથે જ આ કેસમાં સીબીઆઈ તાપસ કરાવવાની પણ માંગ કરવામાં આવી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં હાઇકોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી.

અલ્હાબાદ હાઇકોર્ટ બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જેના પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે યુપી સરકાર પાસેથી જવાબ માંગ્યો છે કે આદિત્યનાથ વિરુદ્ધ ભડકાઉ ભાષણ ના આરોપમાં કેસ કેમ ના ચલાવવામાં આવે?