ભાવ વધારો/ પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવે સામાન્ય નાગરિકનું બગાડ્યું બજેટ, આજે ફરી થયો વધારો

બે દિવસની રાહત બાદ આજે ફરી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થયો છે. દેશમાં પેટ્રોલ હવે 120 રૂપિયાને પાર કરી ગયું છે, જ્યારે ડીઝલ 111 રૂપિયાથી ઉપર વેચાઈ રહ્યું છે.

Top Stories Business
પેટ્રોલ-ડીઝલ ભાવ વધારો

બે દિવસની રાહત બાદ આજે ફરી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થયો છે. દેશમાં પેટ્રોલ હવે 120 રૂપિયાને પાર કરી ગયું છે, જ્યારે ડીઝલ 111 રૂપિયાથી ઉપર વેચાઈ રહ્યું છે. આજે એટલે કે બુધવારે પેટ્રોલિયમ કંપનીઓએ દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં 35-35 પૈસાનો વધારો કર્યો છે. જેના કારણે રાજસ્થાનનાં શ્રી ગંગાનગરમાં પેટ્રોલ 120.15 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 111.01 રૂપિયાનાં ભાવે વેચાઈ રહ્યું છે. દિલ્હીમાં પેટ્રોલ 107.94 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.

આ પણ વાંચો – નેવી ઓફિસર જાસૂસી પ્રકરણ / ગોધરાના ભેજાબાજની જાસૂસીના આરોપમાં ધરપકડથી જબરદસ્ત સન્નાટો..!!

આપને જણાવી દઇએ કે, સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાએ હવે સામાન્ય નાગરિકની કમર તોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાનાં કારણે તમામ ચીજ-વસ્તુઓનાં ભાવ આસમાને પહોંચી રહ્યા છે, ત્યારે સામાન્ય નાગરિક માટે ઘરનું બજેટ કેવી રીતે સંતુલન રાખવુ તે મોટો સવાલ બની ગયો છે. બે દિવસનાં વિરામ બાદ ફરી એકવાર આજે એટલે કે, બુધવાર, 27 ઓક્ટોબર 2021નાં રોજ તેલનાં ભાવમાં વધારો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓ IOC, HPCL અને BPCLએ બુધવારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કર્યો છે. ઓઈલ કંપનીઓએ પેટ્રોલમાં 35 પૈસા અને ડીઝલનાં ભાવમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત વધીને 107.94 રૂપિયા થઈ ગઈ છે. વળી, ડીઝલનો દર હવે વધીને 96.67 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.

વળી, મુંબઈમાં પેટ્રોલ 113.80 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 104.75 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે. પટના, બેંગ્લોર, હૈદરાબાદ જેવા શહેરોમાં પેટ્રોલ 110 રૂપિયા પ્રતિ લીટરથી વધુ વેચાઈ રહ્યું છે. લખનઉમાં પેટ્રોલ 104.88 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 97.13 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેચાઈ રહ્યું છે. ઓક્ટોબર મહિનામાં 20મી વખત ભાવમાં વધારો થયો છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, વારાણસીમાં પેટ્રોલની કિંમત 105.73 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 97.92 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે, જ્યારે આગ્રામાં પેટ્રોલ 104.64 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.88 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેચાઈ રહ્યું છે. મેરઠમાં પેટ્રોલ 104.60 રૂપિયા અને ડીઝલ 96.86 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. કાનપુરમાં પેટ્રોલ 104.56 રૂપિયા અને ડીઝલ 96.83 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેચાઈ રહ્યું છે.

પેટ્રોલ-ડીઝલ ભાવ વધારો

આ પણ વાંચો – ગાંધીનગર / ગૃહરાજ્યમંત્રીની પોલીસ પરિવાર સાથે બેઠક, પડતર પ્રશ્નોના નિકાલની બાંહેધરી

આપને જણાવી દઇએ કે, પેટ્રોલનાં ભાવમાં કેન્દ્રીય આબકારી અને રાજ્ય કરનો હિસ્સો 60 ટકા છે, જ્યારે ડીઝલમાં તે 54 ટકા છે. પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી 32.90 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલ પર 31.80 રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવ સામાન્ય રીતે દરરોજ બદલાતા રહે છે. આ કિંમતો બેન્ચમાર્ક આંતરરાષ્ટ્રીય ક્રૂડનાં ભાવ અને વિદેશી વિનિમય દરોનાં આધારે નક્કી કરવામાં આવે છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની શુક્રવારે મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. નાણામંત્રીએ મીડિયાને સંબોધતા પેટ્રોલ અને ડીઝલને GSTનાં દાયરામાં લાવવાની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતુ. તેમણે કહ્યું, “પેટ્રોલ અને ડીઝલને GSTનાં દાયરામાં લાવવાનો વિચાર કરવાનો આ યોગ્ય સમય નથી. આ માટે આવક સંબંધિત ઘણા મુદ્દાઓ પર વિચાર કરવો પડશે. બેઠક દરમિયાન આ અંગે ચર્ચા થઈ ન હોતી.