ગોળીબાર/ અમેરિકાના કેલિફોર્નિયામાં ફરી એકવાર અંધાધૂંધ ગોળીબાર,3 લોકોના મોત 4ની હાલત ગંભીર

કેલિફોર્નિયામાં ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે

Top Stories World
Shooting in California

  Shooting in California: અમેરિકામાં ગોળીબારનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. દેશના જુદા જુદા ભાગોમાંથી સતત ગોળીબારના અહેવાલો મળી રહ્યા છે. હવે કેલિફોર્નિયામાં ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ અધિકારી ફ્રેન્ક પ્રિસિયાડોએ ગોળીબારની પુષ્ટિ કરતા કહ્યું કે ગોળીબાર લોસ એન્જલસના બેવર્લી ક્રેસ્ટ પડોશમાં બપોરે 2:30 વાગ્યા પછી થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ 7 લોકોને ગોળી મારી છે. આમાં ચાર લોકો બાર પર ઉભા હતા, જ્યારે ત્રણ લોકો કારમાં સવાર હતા. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે.

અહેવાલો (Shooting in California) અનુસાર પોલીસે જણાવ્યું કે ફાયરિંગમાં માર્યા ગયેલા લોકોની ઓળખ હજુ સુધી થઈ નથી. જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની હાલત ઘણી ગંભીર છે. તેમને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ઘાયલોની સારવાર ચાલુ છે.

 (Shooting in California)પોલીસ અધિકારી ફ્રેન્ક પ્રિસિયાડો કહ્યું કે અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે આ ફાયરિંગ પાછળનું કારણ શું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ મહિનામાં કેલિફોર્નિયામાં ગ્રુપ ફાયરિંગની આ ચોથી ઘટના છે. એક રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે એટલે કે 2022માં અમેરિકામાં 600થી વધુ ગ્રૂપ ફાયરિંગની ઘટનાઓ નોંધાઈ હતી.

અમેરિકામાં ફાયરિંગની ઘટનાસામાન્ય બની ગઇ છે.છેલ્લા એક મહિનામાં તો ફાયરિગની ઘટનામાં નોંધપાત્ર વધારો છયો છે. આ ઘટનામાં અનેક નિર્દોષ લોકોના મોત થઇ રહયા છે. અમેરિકા પ્રશાસન આ ફાયરિંગની ઘટનાને રોકવા માટે અથાગ પ્રયત્ન કરી રહી છે.

vande bharat express/વંદે ભારત ટ્રેનમાં મળ્યો કચરો, IAS અધિકારીએ શેર કરી તસવીર અને લખ્યું- ‘અમે ભારતના લોકો

Kerala Governor/કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનની ફરિયાદ, લોકો મને હિન્દુ કેમ નથી કહેતા