દેશના ટોચના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા IIT બોમ્બેના વિદ્યાર્થીઓથી પ્રભાવિત થતા પોસ્ટ શેર કરી. ઉદ્યોગપતિએ પોતાના ટ્વીટર હેન્ડલ પર IIT બોમ્બેના વિદ્યાર્થીઓએ બનાવેલ ઈ-બાઈકની પ્રશંસા કરી. અને લખ્યું કે તેમને આ કોન્સેપ્ટ બહુ પસંદ આવ્યોછે.
આનંદમહિન્દ્રા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાગ્રુપના ડિરેક્ટર છે. મહિન્દ્રાગ્રુપને નવી ઉંચાઈએ લઈ જવામાં તેમનો વિશેષ ફાળો રહેલો છે. આનંદ મહિન્દ્રા એક સફળ ઉદ્યોગપતિ છે. તેઓ હંમેશા સોશિયલ મીડિયામાં સક્રિય રહે છે. થોડા સમય પહેલા વરસાદમાં ફરતા એક કપલની મહિન્દ્રાએ પોસ્ટ શેર કરી હતી જેને લાખો લાકો આજે પણ પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે ઈ-બાઈક બનાવનાર આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થીઓના કામથી પ્રભાવિત થતા તેમની પ્રોડક્ટ પર મહિન્દ્રાગ્રુપે મોટું રોકાણ કર્યું.
સફળ ઉદ્યોગપતિ પોસ્ટ શેર કરતા લખે છે કે IIT બોમ્બેના વિદ્યાર્થીઓએ અદ્ભુત કામ કર્યું છે. તેણે વિશ્વની પ્રથમ ફોલ્ડેબલ ડાયમંડ ફ્રેમ ઈ-બાઈક બનાવી છે. તેમની નવીનતા એટલી મહાન હતી કે ખુદ આનંદ મહિન્દ્રા પણ વિદ્યાર્થીઓના ચાહક બની ગયા હતા. તેણે X પર એક પોસ્ટ શેર કરીને આ વિશે જણાવ્યું છે, જે વાયરલ થઈ રહી છે.
ભારતમાં ટેકનોલોજીનું ક્ષેત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશ તેમજ બહારની અનેક કંપનીઓ સ્માર્ટ ગેજેટ્સ બનાવીને લોકોને આશ્ચર્યચકિત કરી રહી છે. ટેકનોલોજીનો વિકાસ એટલે રોજિંદા જીવનમાં સરળતા અને સુગમતા. અત્યાર સુધી, ડિજિટલ ઘડિયાળો સહિત આવી ઘણી વસ્તુઓ બજારમાં આવી છે, જે આપણા રોજિંદા જીવનને સરળ બનાવે છે. આ સાથે કાર, બાઇક કે સાઇકલને પણ શાનદાર લુક અને ફીચર્સ સાથે સુધારવામાં આવી છે. તાજેતરમાં IIT બોમ્બેના વિદ્યાર્થીઓએ આવું અનોખું ઇનોવેશન કર્યું છે. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ વિશ્વની પ્રથમ ફોલ્ડેબલ ડાયમંડ ફ્રેમ ઈ-બાઈક બનાવી છે, જે જોઈ તમે મંત્રમુગ્ધ થઈ જશો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા પોતે પણ વિદ્યાર્થીઓના ચાહક બની ગયા હતા. તેમને વિદ્યાર્થીઓનો કોન્સેપ્ટ એટલો ગમ્યો કે તેમણે ફોલ્ડેબલ ઈ-બાઈક બનાવતા સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું.
આનંદ મહિન્દ્રાએ પોસ્ટમાં લખ્યું- IIT બોમ્બેના કેટલાક લોકોએ અમને ફરીથી ગર્વની અનુભૂતિ કરાવી છે. તેણે ફુલ સાઈઝ વ્હીલ્સ સાથે વિશ્વની પ્રથમ ફોલ્ડેબલ ડાયમંડ ફ્રેમ ઈ-બાઈક બનાવી છે. અન્ય ફોલ્ડ કરી શકાય તેવી બાઈક કરતાં તે માત્ર 35% વધુ કાર્યક્ષમ નથી. હકીકતમાં, તે બાઇકને મધ્યમથી ઊંચી ઝડપે સ્થિર પણ બનાવે છે. આ એકમાત્ર એવી બાઇક છે જેને ફોલ્ડ કર્યા બાદ ઉપાડવાની જરૂર નથી. તેણે વધુમાં જણાવ્યું કે તે આ સાયકલનો ઉપયોગ ઓફિસ પરિસરમાં ફરવા માટે કરશે. સાથે એમ પણ જણાવ્યું કે- મેં IIT બોમ્બેના વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે. આ ઇ-બાઈક તમને હોર્નબેક ઈ-કોમર્સ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ રહેશે. ઉદ્યોગપતિ મહિન્દ્રા દ્વારા 21 ઓક્ટોબરે શેર કરવામાં આવેલી પોસ્ટને 1 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. એકે યૂઝરે લખ્યું કે આ અદ્ભુત છે, હું તેને ખરીદવા માટે રાહ જોઈ શકતો નથી. જ્યારે બીજાએ કહ્યું- ઇનામ વિશે શું? જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ સાઈકલની કિંમત 45 હજાર છે. મધ્યમવર્ગના લોકો માટે આ ઇ-બાઈક કેટલી લાભદાયી બની શકે છે તે આગામી સમયમાં તેના વેચાણ પરથી ખ્યાલ આવશે.
આ પણ વાંચો : Fake Currency/ અમદાવાદની RBI સહિત 13 બેંકોમાં નકલી ચલણી નોટો જમા થતા SOGમાં કરી ફરિયાદ
આ પણ વાંચો : Israel-Arab Muslim/ ઇઝરાયેલની પડખે રહી હમાસ સામે લડી રહ્યા છે કયા આરબ મુસ્લિમ?
આ પણ વાંચો : Imran Khan-Cifer Case/ સાઇફર કેસમાં ભૂતપૂર્વ પાક પીએમ ઇમરાન ખાન દોષિત