Fake Currency/ અમદાવાદની RBI સહિત 13 બેંકોમાં નકલી ચલણી નોટો જમા થતા SOGમાં કરી ફરિયાદ

બેંકોમાં જમા થયેલ 1523 કુલ નકલી ચલણી નોટોની કુલ કિમંત અંદાજે 6.70લાખ હોવાનું મનાય છે. ગઠિયાઓએ બાળકોને રમવા અપાતી ચલણી નોટો બેંકમાં જમા કરાવી.

Top Stories Gujarat
YouTube Thumbnail 49 4 અમદાવાદની RBI સહિત 13 બેંકોમાં નકલી ચલણી નોટો જમા થતા SOGમાં કરી ફરિયાદ

અમદવાદ શહેરની 13 બેંકોમાં નકલી ચલણી નોટો જમા કરવામાં આવી. શનિવારે શહેરની જુદી-જુદી બેંકોમાં કુલ 1523 ચલણી નોટો જમા કરાતા SOGને ફરિયાદ કરવામાં આવી. અમદાવાદની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઉપરાંત અન્ય 13 બેંકોમાં નકલી ચલણી નોટો જમા કરાઈ જેમાં 2000, 500 અને 100 રૂપિયાની નોટો છે. બેંકોમાં જમા થયેલ 1523 કુલ ચલણી નોટોના રૂપિયા અંદાજે 6.70લાખ હોવાનું મનાય છે. આશ્ચર્યની વાત એ છે કે ગઠિયાઓએ જે નકલી ચલણી નોટો બેંકમાં જમા કરાવી તેમાંની કેટલીક બાળકોને રમવા અપાતી ચલણી નોટો છે. આ મામલે SOGમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

છેલ્લા એક વર્ષમાં અમદાવાદમાં આવેલી રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા, સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા, બેંક ઑફ બરોડા, ICICI બેંક, HDFC બેંક અને કોટક મહિન્દ્રા સહિત 14 જેટલી બેંકોમાં રૂ. 6.70 લાખની બનાવટી ચલણી નોટો ઝડપાઈ છે. આ મામલે વિવિધ બેંકો દ્વારા SOGમાં ફરિયાદ નોંધવામાં આવી. સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવેલી 2000ની 88 નોટ પણ જમા કરાવવામાં આવી છે.

સામાન્ય રીતે જ્યારે કોઈ ગ્રાહક બેંકમાં પૈસા જમા કરાવવા જાય, ત્યારે કાઉન્ટ પર બેસેલ કેશિયર તપાસ કર્યા બાદ નોટ બેંકમાં જમા કરે છે. અને જો કોઈ નકલી નોટ પકડાય તો તેને અલગ મૂકી દે છે. આવી તમામ નકલીન ચલણી નોટો એકઠી કરવામાં આવે છે અને વર્ષના અંતે SOGને સોંપી દેવામાં આવે છે. વિવિધ બેંકોની ફરિયાદ બાદ SOGએ નકલી નોટોને અલગ-અલગ બેંકોમાં જમા કરાવીને બજારમાં ગેરકાયદેસર ફરતી કરવાનું નેટવર્ક ચાલે છે કે કેમ તે મામલે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 અમદાવાદની RBI સહિત 13 બેંકોમાં નકલી ચલણી નોટો જમા થતા SOGમાં કરી ફરિયાદ

આ પણ વાંચો : મંતવ્ય વિશેષ/ ડ્રગ્સના નશામાં હમાસે ઈઝરાયેલમાં નરસંહાર કર્યો

આ પણ વાંચો : Waghbakri Group/ વાઘબકરી ‘Tea’ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું આકસ્મિક નિધન, બિઝનેસ જગતમાં શોક

આ પણ વાંચો : ગુજરાત/ વધુ ચાર લોકોને ભરખી ગયો હાર્ટ એટેક, સાબરકાંઠા, ભુજ અને ગીર સોમનાથમાં યુવકોએ ગુમાવ્યો જીવ