ક્રાઈમ/ રાજકોટમાં 11 વર્ષની દીકરી ઉપર નરાધમ સાવકા પિતા બગાડી નજર, માતાએ નોંધાવી ફરિયાદ

રાજકોટમાં 11 વર્ષની આંગળીયાત પુત્રી ઉપર તેના જ નરાધમ પિતાએ દૂષ્કર્મ ગુજાર્યાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે.

Gujarat Rajkot
YouTube Thumbnail 2023 10 23T125952.799 રાજકોટમાં 11 વર્ષની દીકરી ઉપર નરાધમ સાવકા પિતા બગાડી નજર, માતાએ નોંધાવી ફરિયાદ
  • રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ઘટના
  • સાવકા પિતાએ જ બાળકી પર આચર્યું દુષ્કર્મ
  • 11 વર્ષની બાળકી પર સાવકા પિતાનું દુષ્કર્મ
  • માતાએ જ નોંધાવી પતિ વિરુદ્ધ ફરિયાદ

Rajkot News: રાજકોટમાં 11 વર્ષની આંગળીયાત પુત્રી ઉપર તેના જ નરાધમ પિતાએ દુષ્કર્મ ગુજાર્યાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. શહેરના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં પિતાએ પોતાની દીકરી પર દુષ્કર્મ આચર્યુ હતુ, માતાને આ ઘટનાની જાણ થઇ ત્યારે તેણે પોતાના પતિ સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાંથી વધુ એક ચોંકાવનારી દુષ્કર્મની ઘટના સામે આવી છે. શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં ગઇકાલે બનેલી એક દુષ્કર્મની ઘટનાએ તમામને હચમચાવી નાંખ્યા છે. અહીં એક સાવકા પિતાએ પોતાની 11 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યુ હતુ, ગઈકાલે બપોરે તે કારખાને હતી ત્યારે તેની પુત્રી ત્યાં આવી હતી. રડતા રડતા તેને કહ્યું કે સવારે તે કાકાના ઘરેથી પોતાના ઘરે કપડા લેવા ગઈ ત્યારે પપ્પા સુતા હતા. કપડા લઈને તે કાકાના ઘરે જતી હતી ત્યારે અચાનક પપ્પાએ તેને રોકી રૂમ બંધ કરી દીધા બાદ દૂષ્કર્મ ગુજારી, અઘટીત કૃત્ય કર્યું હતું. પુત્રીની આ વાત સાંભળી તે ગભરાઈ ગઈ હતી. સંબંધીને વાત કરતા તે કારખાને આવ્યા હતા.

પિતા દ્વારા દીકરી સાથે શારીરિક અડપલા કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ સગીરાની 30 વર્ષીય માતા દ્વારા આરોપી વિરુદ્ધ આઈપીસી ની કલમ 376 (A,B), 376(2,F) તેમજ પોકસો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 રાજકોટમાં 11 વર્ષની દીકરી ઉપર નરાધમ સાવકા પિતા બગાડી નજર, માતાએ નોંધાવી ફરિયાદ


આ પણ વાંચો:ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 1900ને પાર શુ છે કારણ

આ પણ વાંચો:સુરતમાં 19 વર્ષીય યુવક સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં….

આ પણ વાંચો:વડોદરા ભાજપ યુવા મોરચા પ્રમુખે પોલીસની હાજરીમાં શખ્સને માર્યો ઢોર માર

આ પણ વાંચો:હિમોફેલિયાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે MLA કુમાર કાનાણીએ લખ્યો આરોગ્ય મંત્રીને પત્ર