અરવલ્લી,
અરવલ્લીના મોડાસામાં દૂધ ઉત્પાદકોનો અનોખો વિરોધ પ્રદર્શન કરાયુ હતુ. પશુપાલકોને દૂધના નફામાં 3 ટકા નક્કી થતા તેઓ રોષે ભરાયા હતા. મોડાસાના કોકાપુર ગામે ડેરીના ચેરમેનનું સ્મશાનમાં પૂતળા દહન કરવામાં આવ્યુ હતું.
અરવલ્લીમાં દૂધઉત્પાદકો દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શનો કરાયા છે. ક્યાંક રસ્તા પર ટાયરો બાળીને તો ક્યાંક ચક્કાજામ કરીને વિરોધ કરાયો હતો. સાબર ડેરીમાં દૂધમાં ભાવ વધારાની માંગ સાથે દૂધ ઉત્પાદકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યા હતા.
