Accident/ જમશેદપુરમાં મૂર્તિ વિસર્જન દરમિયાન ટ્રક બેકાબૂ થતા ગમખ્વાર અકસ્માત,બે લોકોના મોત અનેક ઘાયલ

જમશેદપુરમાં મંગળવાર ના રોજ દુર્ગા માતાની પ્રતિમાને વિસર્જન દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. એક બેકાબૂ ટ્રકે દોઢ ડઝનથી વધુ લોકોને કચડી નાખ્યા હતા

Top Stories India

જમશેદપુરમાં મંગળવાર ના રોજ દુર્ગા માતાની પ્રતિમાને વિસર્જન દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. એક બેકાબૂ ટ્રકે દોઢ ડઝનથી વધુ લોકોને કચડી નાખ્યા હતા. ઘણા લોકો ટ્રકની અડફેટમાં આવી જતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો…લોકોમાં દહેશત જોવા મળ્યો હતો..બે લોકો ગંભીર ઘાયલ થયા હતા તેમના મોતના સમાચાર સામે આવ્યા છે….ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે,તેમને ટાટા મેઈન હોસ્પિટલ (TMH)ના ICUમાં રાખવામાં આવ્યા છે. બિષ્ટુપુર નજીક બેલીબોધનવાલા ઘાટ પર બનેલી આ ઘટના બાદ હોબાળો મચી ગયો હતો. અંધારાના કારણે રાહત અને બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલીઓ પડી હતી. એવું કહેવામાં આવ્યું છે કે પ્રતિમાને વિસર્જન માટે ટ્રકમાં લાવવામાં આવી હતી. આ ટ્રક કાબુ બહાર જઈને ઢાળ પર પાછળની તરફ વળ્યો હતો. વાહનની પાછળ હાજર દોઢ ડઝનથી વધુ લોકો ને અડફેટમાં લીધા હતા