Banaskantha News/ વાવ-થરાદમાં કરુણ દુર્ઘટના: મિત્રને બચાવવા ગયેલા બે શ્રમિક યુવકો ખેત તલાવડીમાં ડૂબ્યા, બંનેના મોત

વાવ-થરાદના કરણપુરા ગામમાં મિત્રને બચાવવા ગયેલા બે શ્રમિક યુવકો ખેત તલાવડીમાં ડૂબી જતા કરુણ મોત (Farm Pond Accident Gujarat) નિપજ્યાં. બંને યુવકો રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે.

Top Stories Gujarat Others Breaking News
Farm Pond Accident Gujarat: રાજસ્થાનના બે યુવકોના ગુજરાતમાં કરુણ મોત

Banaskantha News: બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કરણપુરા ગામની સીમમાં આવેલી ખેત તલાવડીમાં ડૂબી જવાથી બે શ્રમિક યુવકોના મોત (Farm Pond Accident Gujarat) નિપજતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મિત્રને બચાવવા ગયેલા બીજા યુવકે પણ જીવ ગુમાવ્યો હોવાની ઘટના લોકોએ ભારે દુઃખ સાથે નિહાળી હતી.

મળતી માહિતી અનુસાર, કરણપુરા ગામના જેતસી પટેલના ખેતરમાં બે યુવકો ખેત મજૂરી કામ કરતા હતા. ગુરૂવારે સાંજના સમયે બંને મિત્રો ખેત તલાવડીની પાળ પર બેઠા હતા. આ દરમિયાન અચાનક એક યુવકનો પગ લપસી જતાં તે તલાવડીના ઊંડા પાણીમાં ખાબક્યો હતો.

Farm Pond Accident Gujarat: બે કમાતા દીકરાઓના ડૂબી જતાં મોત

મિત્રને ડૂબતો જોઈ બીજો યુવક તરત જ તેને બચાવવા માટે પાણીમાં કૂદ્યો હતો. જોકે તલાવડીનું ઊંડાણ વધુ હોવાને કારણે બંને યુવકો પાણીમાં ગરકાવ (Farm Pond Accident Gujarat) થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને થરાદ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.

ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. આશરે 40 મિનિટની ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ 17 વર્ષીય અરવિંદ માજીરાણા અને 18 વર્ષીય પ્રકાશ માજીરાણા તરીકે થઈ છે. બંને યુવકો મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેઓ રોજગારી માટે ગુજરાતમાં આવી ખેત મજૂરી કામ કરતા હતા.

પંચનામાની કાર્યવાહી બાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બે કમાતા દીકરાઓના અકાળે મોતથી પરિવારજનોમાં આક્રંદ મચી ગયો છે. સમગ્ર ગામ અને પંથકમાં આ ઘટનાએ શોકની લાગણી ફેલાવી દીધી છે.


આ પણ વાંચો:અમદાવાદમાં જીન્સ બનાવતી કંપનીમાંં શ્રમિકોના મોત થતાં 2ની ધરપકડ

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં PGVCLની બેદરકારીથી યુવાનનું અકાળે મોત

આ પણ વાંચો:વિસનગરના ખંડોસણ ગામે વીજ ટાવર પડતાં એક શ્રમિકનું મોત, બીજાને ગંભીર ઈજા