Entertainment News/ “નાના પાટેકર જીવિત છે તે વિદેશ ભાગી ગયો છે” અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકરના નિધનને લઈ આપ્યું નિવેદન

નાના પાટેકર(Nana Patekar) નિધન બાદ તનુશ્રી દત્તાએ ઇન્સ્ટાગ્રામ લાઇવમાં અંતિમ સંસ્કારના સમય અને મૃતદેહ અંગે પ્રશ્નો ઉઠાવ્યા

Breaking News Entertainment
nana patekar

Entertainment News : નાના પાટેકર નિધન (Nana Patekar)ના નિધન મામલે અભિનેત્રી તનુશ્રી દત્તાએ સવાલો ઉઠાવ્યા છે. હૃદયરોગના હુમલાને કારણે 8 ઑક્ટોબરે 75 વર્ષની વયે અભિનેતાનું નિધન થયું હતું. તનુશ્રી દત્તા ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન તેમણે દાવો કર્યો કે બોલિવૂડ કે મીડિયામાંથી કોઈએ પણ અભિનેતાનું પાર્થિવ શરીર જોયું નથી. આ તેમના પોતાના દાવા છે.

Nana Patekarના નિધન અંગે તનુશ્રીએ શું કહ્યું

nana-patekar
nana-patekar-death-tanushree-queries-funeral

તનુશ્રીના કહેવા મુજબ, બોલિવૂડ અને મીડિયા સાથે જોડાયેલા લોકો શ્રદ્ધાંજલિ આપી શકે તે માટે કોઈ પ્રાર્થના સભા યોજાઈ નહોતી. તેમણે આ બાબત પર પણ વાંધો ઉઠાવ્યો. તેમણે અંતિમ સંસ્કાર ઉતાવળે કરાયા હોવાનો આક્ષેપ કર્યો અને આ પાછળ કાનૂની બાબતોથી બચવાનો હેતુ હોઈ શકે તેવી શંકા વ્યક્ત કરી.

અંતિમ સંસ્કારના સમય પર પ્રશ્ન

nana-patekar
nana-patekar-death-tanushree-queries-funeral

નાના પાટેકર અંતિમ સંસ્કાર (Nana Patekar funeral) અંગે તનુશ્રીએ કહ્યું કે હિંદુ પરંપરા મુજબ સામાન્ય રીતે સૂર્યાસ્ત પછી અંતિમ વિધિ થતી નથી. છતાં 8 ઑક્ટોબરની રાત્રે 11:28 વાગ્યે પુણે નજીકના ડોન્જે ગામના ફાર્મહાઉસમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

તેમણે પૂછ્યું કે આટલી મોડી રાત્રે અંધારામાં આવી ઉતાવળ શા માટે હતી. તેમણે એ પણ પૂછ્યું કે પરિવારે અભિનેતાનો ચહેરો યોગ્ય રીતે જોયો હતો કે નહીં.

નાના પાટેકર નિધન પર હૉસ્પિટલ અને DNA ટેસ્ટનો મુદ્દો

તનુશ્રીએ કહ્યું કે અગાઉ અભિનેતાનો અકસ્માત થયો ત્યારે ફોટો અને વીડિયો સામે આવ્યા હતા. પરંતુ હૉસ્પિટલ લઈ જવાના, મૃત જાહેર કરવાના કે પોસ્ટમોર્ટમના કોઈ ફોટો-વીડિયો બહાર આવ્યા નથી, એમ તેમનું કહેવું છે. તેમના દાવા મુજબ, અંતિમ સંસ્કાર વખતે ચહેરો ઢંકાયેલો હતો, તેથી વાસ્તવિકતા કોઈને ખબર પડી નહોતી. તેમણે એવો પણ દાવો કર્યો કે જેમના અંતિમ સંસ્કાર થયા તે નાના પાટેકર નહોતા.

તનુશ્રીએ આશંકા વ્યક્ત કરી કે કાનૂની કેસો અને પોલીસ તપાસથી બચવા નકલી ડેથ સર્ટિફિકેટ બનાવાયું હોઈ શકે અને અભિનેતા સિંગાપોર કે મલેશિયામાં હોઈ શકે. તેમણે DNA ટેસ્ટની માંગ પણ કરી છે.

2008થી ચાલતો જૂનો વિવાદ

તનુશ્રી અને નાના પાટેકર વચ્ચેનો વિવાદ વર્ષ 2008થી ચાલતો હતો. ફિલ્મ ‘હૉર્ન ઓકે પ્લીઝ’ના એક ગીતના શૂટિંગ દરમિયાન તનુશ્રીએ નાના પાટેકર પર યૌન ઉત્પીડનના આરોપ મૂક્યા હતા.

વર્ષ 2018માં ભારતમાં મીટૂ આંદોલન (MeToo movement) શરૂ થતાં આ મામલો ફરી ચર્ચામાં આવ્યો. તનુશ્રી(Tanushree)ના વકીલ નિતિન સતપુતેએ ઑક્ટોબર 2018માં મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. તેમાં નાના પાટેકર, કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય, પ્રોડ્યુસર સામી સિદ્દીકી અને ડિરેક્ટર રાકેશ સારંગનો નાર્કો-એનાલિસિસ તથા લાઇ-ડિટેક્ટર ટેસ્ટ કરાવવાની માંગ કરાઈ હતી. જૂન 2019માં પોલીસે તપાસ બાદ નાના પાટેકરને [[હાઇલાઇટ: ક્લીન ચિટ]] આપી હતી.

નાના પાટેકરે અગાઉ શું કહ્યું હતું

વર્ષ 2024માં લલ્લનટોપ(Lallantop)ને આપેલા ઇન્ટરવ્યૂમાં નાના પાટેકરને પૂછાયું હતું કે તનુશ્રીના ગંભીર આરોપો વખતે તેમને ગુસ્સો આવ્યો હતો કે નહીં. તેમણે જવાબ આપ્યો કે જો આરોપ ખોટા હોય તો ગુસ્સાનું કારણ નથી, અને તેમને ગુસ્સો આવ્યો નહોતો.

એફઆઈઆર અંગે તેમણે કહ્યું કે તે સિવાયની બાબતોથી તેમને વાંધો નથી. પરંતુ જાહેરમાં કોઈ બાળક-બાળકી ગેરવર્તનનો આરોપ મૂકે ત્યારે બધાને ખબર હોય છે કે શું થયું છે. તેમના કહેવા મુજબ, કંઈ થયું જ ન હોય તો કહેવા જેવું કંઈ નથી, અને થયું હોત તો નિવેદન આપ્યું હોત. “અમે નથી કર્યું” તેનાથી વધુ તેઓ શું કહી શકે, એમ તેમણે કહ્યું હતું.


આ પણ વાંચો:નાના પાટેકરની અંતિમ સફર: ‘નાનાચી વાડી’માં શાસકીય સન્માન સાથે અંતિમ વિદાય
આ પણ વાંચો:દમદાર અવાજ અને યાદગાર ડાયલોગના બાદશાહ નાના પાટેકરનું ગોવામાં કાર્ડિયાક અરેસ્ટ નિધન
આ પણ વાંચો:નાના પાટેકરની નવી દમદાર ફિલ્મ ‘ધ કન્ફેશન ઓફ મેરી’નું ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં થશે વર્લ્ડ પ્રિમિયર