Entertainment News : દિગ્ગજ અભિનેતા નાના પાટેકર (Nana Patekar)ના નિધનથી ભારતીય ફિલ્મ જગતમાં શોકની લાગણી છવાઈ છે. 75 વર્ષની ઉંમરે ગોવામાં અંતિમ શ્વાસ લેનારા નાના પાટેકરના પાર્થિવ દેહને અંતિમ વિધિ માટે પૂણે લાવવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે તેમના ફિલ્મ અને રંગભૂમિના યોગદાનને ધ્યાનમાં રાખીને પૂર્ણ શાસકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
Nana Patekar (નાના પાટેકર)ની અંતિમ સફર પૂણે તરફ
ગોવામાં જરૂરી કાયદાકીય પ્રક્રિયા અને પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ નાના પાટેકરના પાર્થિવ દેહને એર એમ્બ્યુલન્સ મારફતે પૂણે લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ પાર્થિવ દેહને ડોંજે સ્થિત તેમના ફાર્મહાઉસ ‘નાનાચી વાડી’ (Nanachi Wadi)ખાતે લઈ જવામાં આવશે. અહીં પરિવારજનો, મિત્રો અને ચાહકો અંતિમ દર્શન કરી શકશે.

‘નાનાચી વાડી’માં અંતિમ વિધિ
પૂણે નજીક ડોંજે ગામમાં આવેલા નાના પાટેકર Nana Patekar)ના ફાર્મહાઉસ ખાતે અંતિમ વિધિ (Nana Patekar Funeral))ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સ્થાનિક લોકો અને ‘નામ ફાઉન્ડેશન’ સાથે જોડાયેલા લોકો પણ વ્યવસ્થામાં જોડાયા છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમને પૂર્ણ શાસકીય સન્માન આપવામાં આવશે.
45 મિનિટ સુધી CPR, છતાં ન બચી શક્યા
નાના પાટેકરને ગુરુવારે વહેલી સવારે ગોવામાં આવેલા નિવાસસ્થાને અચાનક તબિયત લથડ્યા બાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મણિપાલ હોસ્પિટલના તબીબોએ લગભગ 45 મિનિટ સુધી CPR આપીને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સારવાર દરમિયાન કોઈ પ્રતિસાદ ન મળતાં સવારે 5:20 વાગ્યે તેમને મૃત (Nana Patekar Death)જાહેર કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ તેમનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું.
પરિવારજનો ગોવા પહોંચ્યા, હવે અંતિમ વિદાય
નાના પાટેકર (Nana Patekar)ના નિધનની જાણ થતાં તેમના પુત્ર મલ્હાર પાટેકર સહિત પરિવારજનો ગોવા પહોંચ્યા હતા. જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાર્થિવ દેહને પૂણે ખસેડવાની કામગીરી કરવામાં આવી. લગભગ પાંચ દાયકાની કારકિર્દીમાં નાના પાટેકરે મરાઠી અને હિન્દી સિનેમા ઉપરાંત રંગભૂમિમાં પણ આગવી ઓળખ બનાવી હતી. તેમના નિધનથી ફિલ્મ જગતમાં મોટી ખોટ પડી છે.
આ પણ વાંચો: દમદાર અવાજ અને યાદગાર ડાયલોગના બાદશાહ નાના પાટેકરનું ગોવામાં કાર્ડિયાક અરેસ્ટ નિધન
આ પણ વાંચો: નાના પાટેકરની નવી દમદાર ફિલ્મ ‘ધ કન્ફેશન ઓફ મેરી’નું ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં થશે વર્લ્ડ પ્રિમિયર
આ પણ વાંચો: ચાહકને થપ્પડ મારતા નાના પાટેકરનો વીડિયો થયો વાયરલ, ડાયરેક્ટરે કહ્યું- આ ફિલ્મનો સીન છે!
