GST/ GST લાગુ થયાના 7 વર્ષ પછી તંત્ર જાગ્યું, રાજ્યના ત્રણ શહેરોને મળશે ટ્રીબ્યુનલ

GST લાગુ થયાના 7 વર્ષ પછી તંત્ર જાગ્યુ છે. આગામી છ મહિનામાં ગુજરાતના ત્રણ શહેરોમાં ટ્રીબ્યુનલ બેન્ચ શરૂ કરવામાં આવશે. ટ્રીબ્યુનલ બેચ માટેની કામગીરી પૂર્ણતાના આરે છે. ટ્રીબ્યુનલ બેચ નવા નાણાકીય વર્ષથી શરૂ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

Gujarat Gandhinagar Top Stories Breaking News

Gandhinagar News:  GST લાગુ થયાના 7 વર્ષ પછી તંત્ર જાગ્યુ છે. આગામી છ મહિનામાં ગુજરાતના ત્રણ શહેરોમાં ટ્રીબ્યુનલ બેન્ચ શરૂ કરવામાં આવશે. ટ્રીબ્યુનલ બેચ માટેની કામગીરી પૂર્ણતાના આરે છે. ટ્રીબ્યુનલ બેચ નવા નાણાકીય વર્ષથી શરૂ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

ટ્રીબ્યુનલ બેચ શરૂ થવાની સાથે વેપારીઓની બાકી રહેલી માંગણી પૂરી થઈ જશે. વેપારીઓએ ટ્રીબ્યુનલ બનવાના પગલે હાઇકોર્ટ સુધીનો ફેરો ખાવો નહીં પડે. સૌથી મોટી શાંતિની વાત એ છે કે સુરત, અમદાવાદ અને રાજકોટ એમ ત્રણ શહેરોમાં ટ્રિબ્યુનલ બનશે. બીજા શબ્દોમાં કહીએ તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ ત્રણ સ્થળોએ ટ્રીબ્યુનલ આગામી નાણાકીય વર્ષમાં અમલી બનશે.

આગામી વર્ષમાં માંગણી ઉકેલવા સાથે તૈયારીઓ હાથ ધરાઈ છે. છેલ્લા બે વર્ષથી ટ્રિબ્યુનલ બનાવવાની ચર્ચા હતી. ટ્રીબ્યુનલ બનવાના કારણે સૌથી મોટી રાહત વેપારીઓને થશે. વેપારીઓની જીએસટીનો અમલ શરૂ થયો ત્યારથી જ ટ્રીબ્યુનલની માંગ હતી.

તેઓએ તો જીએસટી પણ ટ્રીબ્યુનલ બનાવાય પછી લાવવાનું કહેતા હતા. ટ્રીબ્યુનલ બેચ માટે જગ્યા શોધવાસ હિતની કામગીરી પૂર્ણતાના આરે છે. આમ આગામી નાણાકીય વર્ષમાં રાજ્યમાં જીએસટીની ત્રણ ટ્રીબ્યુનલ શરૂ થતાં વેપારીઓની તકલીફોનો સ્થાનિક ધોરણે જ અંત આવી જશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃઆણંદમાં જાહેરમાં પ્રતિબંધિત ફટાકડા ફોડતા ફાયરકર્મીઓનો વીડિયો વાયરલ

આ પણ વાંચોઃવિદ્યાર્થીનીઓને અપાઈ તાલિબાની સજા, શિક્ષકની કરતૂતનો વીડિયો વાયરલ

આ પણ વાંચોઃબાળક માટે બન્યો દેવદૂત! ગળામાંથી ચિકનનું હાડકું કાઢી બચાવ્યો જીવ, જુઓ વીડિયોમાં