Not Set/ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી જ પડશે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની મક્કમતા

મહાનગરોમાં કોરોનાના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે તેની વચ્ચે વિદ્યાર્થીઓને શાળાએ મોકલવામાં વાલીઓને ડર લાગે તે બાબત સ્વાભાવિક છે તેની વચ્ચે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.વાલીઓ વિદ્યાર્થીઓને

Top Stories Gujarat

મહાનગરોમાં કોરોનાના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે તેની વચ્ચે વિદ્યાર્થીઓને શાળાએ મોકલવામાં વાલીઓને ડર લાગે તે બાબત સ્વાભાવિક છે તેની વચ્ચે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.વાલીઓ વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી કરવા અંગે અવઢવમાં હતા કે વાર્ષિક પરીક્ષા વિદ્યાર્થીઓની કઈ રીતે યોજાશે. ગત વર્ષે આ સમયગાળામાં કોરોના એ દેખા દીધી હતી અને આખું વર્ષ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ લેવું પડ્યું હતું ત્યારે પરીક્ષામાં મોટી રાહત થાય તેવું વાલીઓ ઈચ્છી રહ્યા હતા,તેની વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.તેમાં શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે મોટા ધોરણના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી જ પડશે. એટલું જ નહીં આ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

કોરોના મહામારી અને લોકડાઉનના કારણે શૈક્ષણિક કાર્ય પર સૌથી મોટી અસર પડી હતી. જોકે કોરોનાનું સંક્રમણ ઘટતા તબક્કાવાર ફરી શાળા, કોલેજો અને ટ્યુશન ક્લાસીસ શરૂ થઇ રહ્યા હતા. જોકે કોરોનાએ ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જ ફરી ઓફલાઇન શિક્ષણ પર ખતરો મંડરાઇ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો થઇ રહ્યો છે. જો કે, પરીક્ષા મામલે સરકારે સ્પષ્ટતા કરી દીધી છે.રાજ્યમાં શાળાઓમાં પરીક્ષા આપવા મુદ્દે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. જેમાં ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં  ધો.9થી 12ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે. આ સાથે પરીક્ષાની તારીખ પણ જાહેર કરી છે. 19માર્ચથી 27 માર્ચ સુધીની પરીક્ષા યોજાશે.

આ સાથે કન્ટેન્મેન્ટ ઝોનના વિદ્યાર્થીઓ માટે સરકારે અલગ નિયમ જાહેર કર્યા છે. જે વિદ્યાર્થીઓ કન્ટેન્મેન્ટ ઝોનમાં રહે છે. તેમને પાછળથી પરીક્ષા આપવી પડશે. કન્ટેન્મેન્ટ ઝોનમાં હોય તેવી શાળાઓમાં પાછળથી પરીક્ષાનું આયોજન કરાશે. ગ્રેસીંગ માર્કસ આપીને વિદ્યાર્થીઓને પાસ કરવા માટે વાલી મંડળે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. આ સાથે સુરતમાં 192 વિદ્યાર્થીઓ તથા અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું  વાલી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું.પરંતુ સરકારે પરીક્ષાની બાબતમાં મક્કમતા દર્શાવી છે તેમ જ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે બાબત સરકાર ચિંતિત હોય તેવું લાગી રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…