Vadodara News/ વડોદરાના પાલડી ગામે નિવૃત્ત પોલીસકર્મીનો મગરે લીધો ભોગ, એક કલાકની જહેમતે મૃતદેહ મળ્યો

વડોદરા (Vadodara) જિલ્લાના પાલડી ગામે દેવ નદીમાંથી પાણી ભરતા નરેશ ભાલીયાને મગર ખેંચી ગયો, પુત્રના પ્રયાસ છતાં જીવ ન બચ્યો

Gujarat Vadodara Breaking News
Vadodara

Vadodara News:વડોદરા (Vadodara) જિલ્લાના પાલડી ગામે નદીમાં પાણી ભરવા ગયેલા 61 વર્ષીય નિવૃત્ત પોલીસકર્મી નરેશ પીરુભાઈ ભાલીયાને મહાકાય મગર પાણીમાં ખેંચી ગયો, જેમાં તેમનું મોત થયું છે. પુત્રએ પિતાને બચાવવા નદીમાં છલાંગ લગાવી, પરંતુ તે સફળ થયો નહીં. ગામમાં આ ઘટનાથી શોકનો માહોલ છે.

Vadodaraના પાલડીમાં મગરનો આતંક

બપોરના સમયે નરેશભાઈ ઘડો લઈને દેવ નદીના કિનારે ગયા હતા. પાણી ભરતી વખતે ઘડો હાથમાંથી સરકી ગયો અને તેને પકડવા જતાં જ કિનારે ઘાત લગાવીને બેઠેલા મગરે તેમના પર તરાપ મારી. મગર તેમને ખેંચીને પાણીમાં લઈ ગયો. આ જોઈને તેમનો પુત્ર તરત જ પાણીમાં કૂદ્યો, પણ પિતાને બચાવી શક્યો નહીં.

એક કલાક સુધી ચાલ્યું રેસ્ક્યુ

મગર મૃતદેહ સાથે નદીમાં ત્રણથી ચાર ચક્કર લગાવતો રહ્યો. આશરે એક કલાક સુધી મૃતદેહને મગરના મોંમાંથી છોડાવવાના પ્રયાસો ચાલ્યા. મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા બાદ વન વિભાગ  પોલીસ અને ફાયર બ્રિગેડ (Fire Brigade)ની ટીમો સ્થળે પહોંચી. કિનારે ઝાડી-ઝાંખરાં ઘણાં હોવાથી ફાયર બ્રિગેડે પહેલાં તે હટાવ્યાં. ત્યારબાદ મગરોથી ઘેરાયેલા મૃતદેહને વાંસ અને અન્ય સાધનોની મદદથી બહાર કાઢવામાં આવ્યો. મૃતકના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરાઈ છે.

આ વિસ્તારમાં વારંવાર બને છે આવી ઘટનાઓ

વાઘોડિયા (Waghodia) તાલુકામાં દેવ અને વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યા વધુ હોવાથી ગ્રામજનો પર મગરના હુમલાના બનાવો અવારનવાર બને છે. અગાઉ પણ એક મહિલા અને એક કિશોરનો મગરે ભોગ લીધો હતો.


આ પણ વાંચો: હવે અમેરિકામાં ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની ખેર નહીં, ટ્રમ્પ સરકાર મગરમચ્છોથી ઘેરાયેલા વિસ્તારમાં બનાવશે ડિટેન્શન સેન્ટર!

આ પણ વાંચો: ભારતના આ 5 નેશનલ પાર્કમાં માણો બોટ સફારી, મગરના જન્મથી લઈને તરતા વાઘ સુધીનો રોમાંચ

આ પણ વાંચો: વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યામાં રોકેટ ગતિએ વધારો, વડોદરાના વિકાસે ઉભી કરી ચિંતા