Gandhinagar News/ જમીન ખરીદ-વેચાણમાં હવે નોટિસની ઝંઝટમાંથી મુક્તિ? જાણો કલમ-135D ના નવા ફેરફારો

ગુજરાત સરકાર દ્વારા Land મહેસૂલ અધિનિયમ-1879ની કલમ-135Dમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. હવે વેચાણની નોંધણી ઝડપી બનશે અને બિનજરૂરી નોટિસ પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. વાંચો સંપૂર્ણ વિગતો.

Top Stories Gandhinagar Gujarat
Land

Gandhinagar News: રાજ્ય સરકાર દ્વારા પારદર્શિતા, જન ભાગીદારી આધારિત શાસન અને સુચિત નિર્ણય પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા માટે જમીન (Land) મહેસૂલ અધિનિયમ-1879ની કલમ-135D પરત્વે, વેચાણની નોંધ મંજૂર કરવાના કિસ્સાઓમાં કેટલાક નીતિગત ફેરફારો પર વિચારણા કરવામાં આવી છે.

શા માટે કરવામાં આવ્યો આ સુધારો?

કોઇ જમીન (Land) અથવા મિલ્કત સંદર્ભે કોઇના પક્ષે વેચાણ કે હિતસબંધ સર્જાયેલ હોય, તો તે બાબતની નોંધ રેકર્ડ પર યોગ્ય સમયમર્યાદામાં તથા તાત્કાલિક થાય તે સુનિશ્ચિત કરવાની મુખ્ય જવાબદારી વેચાણ લેનાર (Buyer) પર રહેલી હોય છે. હાલની વ્યવસ્થામાં કલમ-135D હેઠળની નોટીસ પ્રક્રિયાના કારણે અનેક વખત અનાવશ્યક અને વ્યર્થ તકરારો ઉદ્ભવે છે, જેના પરિણામે વાસ્તવિક રીતે રેકર્ડ પર હકદાર જમીન (Land) વેચનાર તથા વેચાણ રાખનારને બિનજરૂરી વિલંબ, તકલીફ અને અડચણોનો સામનો કરવો પડે છે.

Land નિયમોમાં મુખ્ય સુધારા અને નવી જોગવાઈઓ:

આવા અનાવશ્યક વિવાદોને ઘટાડવા તથા રેકર્ડ નોંધ પ્રક્રિયાને વધુ પારદર્શક, સમયબદ્ધ અને અસરકારક બનાવવા હેતુસર કલમ- 135D માં કેટલાક સુધારાઓ પ્રસ્તાવિત કરવામાં આવે છે.

તે જ દિવસે નોંધની મંજૂરી:

રેકર્ડ પર 1(એક) વર્ષથી અથવા વધુ સમયથી કોઇ ફેરફાર નોંધ ન હોય (સરકારની પ્રમોલગેશન, KJP વગેરે સિવાયની) અને 7/12 પર દેખાતા તમામ વ્યક્તિઓએ વેચાણ દસ્તાવેજમાં પણ હસ્તાક્ષર કરેલ હોય અને જો કોઇ કેસ પેન્ડીંગ ન હોય તો તે જ દિવસે વેચાણ દસ્તાવેજની નોંધ પાડવાની રહે અને કલમ- 135D ની નોટીસની પ્રક્રિયા સિવાય સીધી નોંધ નિર્ણય કરવાની રહેશે.

કોર્ટ/ટ્રીબ્યુનલના હુકમોનું તાત્કાલિક પાલન:

સક્ષમ સત્તાધિકારી કોર્ટ/ટ્રીબ્યુનલના હુકમની નોંધ તે જ સમયે કરવાની રહેશે અને તે અંગે કલમ- 135D ની નોટીસ બજાવવાની રહેશે નહિ.

7 દિવસની ટૂંકી નોટિસના કિસ્સા:

1(એક) વર્ષની અંદર રેકર્ડમાં ફેરફાર થયેલ હોય / પાવર ઓફ એટર્ની થકી વેચાણ હોય / 7/12  પર દેખાતા તમામ વ્યક્તિઓની વેચાણ દસ્તાવેજમાં સહી ન હોય અથવા દસ્તાવેજની તારીખે કોઇ કેસ પેન્ડીંગ હોય તો 7 (સાત) દિવસની નોટીસ આપવાની રહેશે.


આ પણ વાંચો:વિકસિત ગુજરાતમાં ખેતીલાયક જમીનનું સંકટ,અમદાવાદ, ગાંધીનગરમાં ખેતીની જમીન ઉદ્યોગમાં ફેરવાઈ

આ પણ વાંચો:ખેતીની જમીન માટે નવા કાયદા! 10 ગુંઠાનો નિયમ લાગુ, જૂના કેસ થશે રેગ્યુલર

આ પણ વાંચો:મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય, ખેતીની જમીનોને લઈ પ્રોસેસિંગ ફી નક્કી કરાઈ