Gujarat News: રાજ્ય સરકાર ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને ખેત-ઉત્પાદન વધારવા માટે ટુકડા ધારા-1947 (Fragmentation Act 1947) માં કેટલાક મહત્વના સુધારાઓને વટહુકમ સ્વરૂપે સૈધ્ધાંતિક મંજૂરી આપેલ છે. અને ભારત સરકારના મહામહિમ રાષ્ટ્રપતિજીનીમંજૂરી મળેથી આ સુધારા અમલી બનશે.
Fragmentation Act 1947: સૂચિત સુધારાઓની મુખ્ય બાબતો:
જૂના ભંગ નિયમિત થશે : વર્ષ 1948 થી લઈને નવા કાયદાના અમલ સુધીમાં જો જમીનના નિયમ કરતાં નાના ટુકડા પડયા હોય અથવા કાયદાનો ભંગ થયો હોય, તો તેને કોઈ પણ પ્રકારનો દંડ વસૂલ કર્યા સિવાય વિનિયમિત (રેગ્યુલાઈઝ) કરવામાં આવશે.
10 ગુંઠાનો નિયમ:રાજ્યના જુદા જુદા વિસ્તારોના પિયત, બિનપિયત, બાગાયત, જીરાયત અંગે ટુકડાના ક્ષેત્રફળ અલગ- અલગ છે. તેના બદલે સરળીકરણ અને એક્સૂત્રતા માટે હવે પછી સમગ્ર રાજ્યમાં ગ્રામીણ વિસ્તારની જમીનો માટે લઘુત્તમ ક્ષેત્રફળ 10 ગુંઠા નક્કી કરવામાં આવશે. 10 ગુંઠાથી ઓછો જમીનનો ટુકડો પાડી શકાશે નહીં.
શહેરી વિસ્તારની સ્પષ્ટ વ્યાખ્યા: કાયદામાં મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા, અને શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ (UDA/ADA) વગેરેનો ‘શહેરી વિસ્તાર’ તરીકે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવશે.
શહેરી વિસ્તારોને કાયદામાંથી મુક્તિ: રાજ્યના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારમાં આ ‘ટુકડા ધારો’ લાગુ પડશે નહીં તે મુજબનું જાહેરનામું કરવામાં આવશે.
જાહેર જનતા માટે મુખ્ય ફાયદાઓ
જૂના વિવાદોનો કાયમી ઉકેલ: ભૂતકાળમાં ટુકડા ધારાના ભંગને કારણે અટવાયેલા જમીનના વેચાણ દસ્તાવેજો અને ખાતેદારના પ્રશ્નો દૂર થશે અને જમીનના ટાઇટલ ક્લિયર થશે.
Fragmentation Act 1947: શહેરી વિકાસને મોટો વેગ:
શહેરી વિસ્તારો (કોર્પોરેશન, નગરપાલિકા, ઔડા/સુડા વગેરે) માંથી આ કાયદો સંપૂર્ણ નાબૂદ થવાથી ત્યાં જમીન લે-વેચ, બાંધકામ અને બિનખેતી (NA) ની પ્રક્રિયા અત્યંત સરળ અને ઝડપી બનશે.
Fragmentation Act 1947: નિયમોમાં એક્સૂત્રતા અને પારદર્શિતા:
આખા રાજ્ય માટે લઘુત્તમ ટુકડાની સાઈઝ ’10 ગુંઠા’નક્કી થવાથી સ્થાનિક કક્ષાએ થતા અલગ-અલગ અર્થઘટન અને ગૂંચવાડા દૂર થશે.
આ પણ વાંચો:વિકસિત ગુજરાતમાં ખેતીલાયક જમીનનું સંકટ,અમદાવાદ, ગાંધીનગરમાં ખેતીની જમીન ઉદ્યોગમાં ફેરવાઈ
આ પણ વાંચો:મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય, ખેતીની જમીનોને લઈ પ્રોસેસિંગ ફી નક્કી કરાઈ
