Ahmedabad News:ગુજરાત વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે, પરંતુ આ વિકાસની કિંમત ખેતીલાયક જમીનને ચૂકવવી પડી રહી છે. મેટ્રો સિટી અમદાવાદ સહિત અન્ય શહેરો કોંક્રીટના જંગલમાં પરિવર્તિત થઈ રહ્યા છે. શહેરોના સીમાડા ધીરે-ધીરે ગામડાઓને ગળી જઈ રહ્યા છે. ખેતી કરવી મોંઘી બનતાં ખેડૂતો અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે, પરિણામે ખેતીની જમીનો વેચાઈ રહી છે. ખેડૂતોને નાછૂટકે ખેતીલાયક જમીન વેચવા મજબૂર બનવું પડે છે. આ સાથે હજારો લાખો ચોરસ મીટર ખેતીલાયક જમીન બિનખેતીમાં (Farmland NA Conversion) ફેરવાઈ રહી છે.

છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર અને અમદાવાદમાં 1.13 લાખ ચોરસ મીટર જમીન બિનખેતીમાં ફેરવાઈ છે, જેનાથી સરકારને રૂ. 193 કરોડની આવક થઈ છે. સરકારે જાતે જ ખુલાસો કર્યો છે કે, બિનખેતીના કારણે માત્ર અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં 10.21 લાખ ચોરસ મીટર ખેતીલાયક જમીન ઘટી ગઈ છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 1,13,45,280 ચોરસ મીટર ખેતીલાયક જમીન બિનખેતીમાં (Farmland NA Conversion) ફેરવાઈ છે. અમદાવાદ જિલ્લામાં 8,11,15,200 ચોરસ મીટર અને ગાંધીનગરમાં 2,10,43,739 ચોરસ મીટર જમીન ઓછી થઈ છે, જેનું કુલ ક્ષેત્રફળ 10,21,58,939 ચોરસ મીટર છે.

ગુજરાતમાં કુલ જમીનના 65.75% ખેતીલાયક છે, જ્યારે 34.25% બિનખેતીમાં છે.કૌટુંબિક વિખવાદ સહિત અન્ય કારણોસર જમીનોના ટુકડા થઈ રહ્યા છે, જેનાથી નાના ખેડૂતોની સંખ્યામાં વધારો થયો છે. ખેતીમાં પોષણક્ષમ ભાવો ન મળતાં ખેડૂતો ખેતીલાયક જમીન વેચવા મજબૂર બન્યા છે. આ ઉપરાંત, શહેરોની નજીક આવેલી ખેતીની જમીનોના ભાવ વધી ગયા છે, જેના કારણે ખેડૂતો સારા ભાવ મેળવીને જમીન (Farmland NA Conversion) વેચી રહ્યા છે.ગુજરાતમાં ખેતીલાયક જમીનને રહેણાંકમાં ફેરવવા માટે બિનખેતી (NA) પરવાનગી જરૂરી છે, જેની કિંમત ચોરસ મીટર દીઠ રૂ. 100થી 300 છે.
બિનખેતીને લીધે સરકારને મળેલી આવકની વિગતો
જિલ્લો |
રકમ |
| અમદાવાદ | 195,88,79,182 |
| ગાંધીનગર | 27,80,14,861 |
| કુલ | 193,68,94,043 |
છેલ્લા બે વર્ષમાં બિનખેતી થયેલી જમીન (Farmland NA Conversion)
જિલ્લો |
2024 (ચો.મી.) |
2025 (ચો.મી.) |
| અમદાવાદ | 2,99,87,309 | 5,11,27,891 |
| ગાંધીનગર | 99,98,459 | 1,13,45,280 |
આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો છે, જ્યાં ખેડૂતોના હિતોની ચર્ચા થઈ છે.જાણકારોએ ભય વ્યક્ત કર્યો છે કે, જો આ પરિસ્થિતિ ચાલુ રહી તો ગુજરાતમાં ખેતીલાયક જમીન (Farmland NA Conversion) વધુ ઓછી થઈ જશે. 2024માં સરકારે જમીન કાયદાઓમાં સુધારા કર્યા, જેમાં ટ્રસ્ટને NA કન્વર્ઝન માટે વધુ સમય આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:10 ગુંઠા કે તેનાથી નાની જમીનના વ્યવહારને નિયમિત કરવાનો ક્રાંતિકારી પ્રસ્તાવ
આ પણ વાંચો:જમીન વારસાઈના નિયમોમાં રાજ્ય સરકારે કર્યા તળિયાઝાટક ફેરફાર
આ પણ વાંચો:દેવભૂમિ દ્વારકામાં ગોચર જમીનનો ખાનગી કંપનીએ સોથ વાળ્યો
