Entertainment News/ સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત ગંભીર, વેન્ટિલેટર પર ખસેડાયા..

24 નવેમ્બર 1935ના રોજ જન્મેલા સલીમ ખાન (Salim Khan)હાલ 90 વર્ષના છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત અભિનેતા તરીકે કરી હતી.

Trending Entertainment
સલીમ ખાને (Salim Khan)શરૂઆતમાં ‘પ્રિન્સ સલીમ’ નામથી અભિનય કર્યો હતો

Entertainment News: હિન્દી સિનેમાના દિગ્ગજ સ્ક્રિપ્ટ લેખક  અને અભિનેતા સલીમ ખાન (Salim Khan)ની તબિયત અચાનક બગડતા તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંગળવારે સવારે તેમને ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની હાલત ગંભીર ગણાઈ રહી છે અને તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

હોસ્પિટલ પ્રશાસન અનુસાર, સલીમ ખાન (Salim Khan)ને ગભરામણ અને હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ હતી. ત્યારબાદ ડોક્ટરોએ મગજમાં લોહીનો ગઠ્ઠો જામી જવાની અને બ્લીડિંગની સંભાવના વ્યક્ત કરી હતી. આજે તેમના પર સર્જરી થવાની શક્યતા છે. પરિવારની પરવાનગી બાદ સવારે 11 વાગ્યે સત્તાવાર મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવશે.

સલીમ ખાન (Salim Khan)
સલીમ ખાન (Salim Khan)ને ગભરામણ અને હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ હતી.

ડોક્ટરોની વિશેષ ટીમ સારવારમાં લાગી

લીલાવતી હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સલીમ ખાન (Salim Khan)ને મંગળવારે  સવારે 8:30 વાગ્યે ઇમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. તેમની સારવાર માટે વિશેષ તબીબી ટીમ બનાવવામાં આવી છે, જેમાં ન્યુરોલોજિસ્ટ, કાર્ડિયોલોજિસ્ટ અને ન્યુરોસર્જન સામેલ છે. હાલ તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

સલીમ ખાન (Salim Khan)

પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા, ભારે સુરક્ષા વ્યવસ્થા

સલીમ ખાન (Salim Khan)ની તબિયત બગડ્યાની ખબર મળતાની સાથે જ તેમના મોટા પુત્ર અને બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન શૂટિંગ અધવચ્ચે છોડીને હોસ્પિટલ પહોંચ્યા હતા. મોડી રાત્રે તેઓ હોસ્પિટલમાંથી નીકળતા જોવા મળ્યા.

પરિવારના અન્ય સભ્યોમાં: પત્ની સલમા ખાન, દીકરી અલવીરા ખાન, સલમાન ખાન, અર્પિતા ખાન અને તેમના પતિ આયુષ શર્મા, જમાઈ અતુલ અગ્નિહોત્રી અને  પૌત્રો અરહાન અને નિર્વાણ હોસ્પિટલમાં સતત અવરજવર કરતાં  જોવા મળી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થા પણ કડક રાખવામાં આવી છે.

સલીમ ખાન (Salim Khan)

 ફિલ્મ જગતની હસ્તીઓ પણ પહોંચી 

સલીમ ખાન (Salim Khan)ની તબિયત અંગે ખબર મળતાં ફિલ્મ જગતની અનેક હસ્તીઓ હોસ્પિટલ પહોંચી હતી. તેમની સાથે લાંબા સમય સુધી કામ કરનાર અને ‘સલીમ-જાવેદ’ની જોડીના જાવેદ અખ્તર હોસ્પિટલમાં હાલચાલ પૂછવા આવ્યા હતા.

સલીમ ખાન (Salim Khan) SANJAY DATT

આ ઉપરાંત, અભિનેતા સંજય દત્ત પણ હોસ્પિટલમાંથી બહાર નીકળતા ગંભીર દેખાયા, જે સલીમ ખાન પ્રત્યે ફિલ્મ જગતના સન્માન અને લાગણી દર્શાવે છે.

 1960થી સિનેમામાં અમર વારસો

24 નવેમ્બર 1935ના રોજ જન્મેલા સલીમ ખાન (Salim Khan)હાલ 90 વર્ષના છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત અભિનેતા તરીકે કરી હતી, પરંતુ બાદમાં લેખન ક્ષેત્રે પગ મૂકીને ભારતીય સિનેમાનો ઈતિહાસ બદલી નાખ્યો.

હાથી મેરે સાથી (1969–1971)

ઝંજીર (1973)

નામ (1986)

તુફાન (1989)

પથ્થર કે ફૂલ (1991)

અકેલે હમ અકેલે તુમ (1995)

સલીમ ખાને (Salim Khan)શરૂઆતમાં ‘પ્રિન્સ સલીમ’ નામથી અભિનય કર્યો હતો, પરંતુ એક્ટિંગમાં મર્યાદિત તક મળતા તેમણે પટકથા લેખન પસંદ કર્યું  જે નિર્ણય હિન્દી સિનેમા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.

 ‘સલીમ-જાવેદ’ (Salim Khan)ની જોડી અને સુવર્ણ યુગ

સલીમ ખાન અને જાવેદ અખ્તરની જોડીએ ‘સલીમ-જાવેદ’ તરીકે હિન્દી સિનેમાને અનેક સુપરહિટ ફિલ્મો આપી, જેમાં:

સલીમ–જાવેદની સુપર હિટ ફોટા

હાથી મેરે સાથી (1971)

સીતા ઔર ગીતા (1972)

યાદો કી બારાત (1973)

મજબૂર (1974)

દીવાર (1975)

શોલે (1975)

ચાચા ભતિજા (1977)

ત્રિશુલ (1978)

ડોન (1978)

કાલા પથ્થર (1979)

શાન (1980)

દોસ્તાના (1980)

ક્રાંતિ (1981)

શક્તિ (1982)

મિસ્ટર ઈન્ડિયા (1987)

આ જોડીએ મજબૂત પાત્રો, દમદાર સંવાદો અને સામાજિક મુદ્દાઓને સિનેમાનો અભિન્ન ભાગ બનાવ્યો. તેમણે અમિતાભ બચ્ચનની ‘એંગ્રી યંગ મેન’ ઇમેજ ઘડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી.

 ખાન પરિવાર

સલીમ ખાને 1964માં સુશીલા ચરક સાથે લગ્ન કર્યા, જેમણે બાદમાં સલમા ખાન નામ ધારણ કર્યું. બાદમાં તેમણે અભિનેત્રી હેલન સાથે પણ લગ્ન કર્યા. તેમના સંતાનોમાં સલમાન ખાન, અરબાઝ ખાન, સોહેલ ખાન અને અલવીરા ખાનનો સમાવેશ થાય છે, જ્યારે અર્પિતાને દત્તક લેવામાં આવી હતી.

આજે સલીમ ખાન માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ એક યુગ છે, જેમની તબિયત માટે સમગ્ર દેશ પ્રાર્થના કરી રહ્યો છે.


આ પણ વાંચો:હોસ્પિટલમાં ભરતી થયા સલીમ ખાન, પિતાને મળવા પહોંચી બંને પુત્રીઓ અને સલમાન ખાન…

આ પણ વાંચો:શોબિઝ થી કંટાળીને કોઇએ આત્મહત્યા કરી કે કોઇએ ઇન્ડસ્ટ્રી છોડી દીધી…વાત છે ભૂતપૂર્વ મિસ ઇન્ડિયાની..!

આ પણ વાંચો:રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નની તારીખ કન્ફર્મ! કાર્ડ લીક, કપલ હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે