Entertainment News/ શોબિઝ થી કંટાળીને કોઇએ આત્મહત્યા કરી કે કોઇએ ઇન્ડસ્ટ્રી છોડી દીધી…વાત છે ભૂતપૂર્વ મિસ ઇન્ડિયાની..!

Miss India Winners (મિસ ઇન્ડિયા) બનેલી પેકીની એક-બે વિજેતાઓએ અંગત કારણોસર , માનસિક દબાણમાં આવીને આત્મહત્યા સુદ્ધાં કરી હોવાની બાબતથી…

Trending Entertainment
Miss India Winners, બોલીવુડ, શોબિઝ, આત્મહત્યા, મોડેલિંગ

Entertainment News: ગ્લેમરની દુનિયા (Glamour World) જેટલી ઝાકઝમાળ વાળી લાગે છે એટલી હોતી નથી! એમાં પરફોર્મન્સનું દબાણ અને અનેક જટીલતાઓનો ગૂંચવાડો પણ હોય છે જે આપણને દેખાતો નથી હોતો! કેટલીયે ‘મિસ ઇન્ડિયા’ વિજેતાઓ (Miss India Winners) બનેલી સૌંદર્ય અને બુદ્ધિપ્રતિભાથી સભર યુવતીઓ  બોલીવુડ (Bollywood)માં ફેમસ થઇ અને લોકપ્રિયતા મેળવી અને પરંતુ એનેક એવી પણ છે કે જેમણે શોબિઝ (Showbiz)થી દૂર થઇ જવાનું પસંદ કર્યુ!

આ ‘મિસ ઇન્ડિયા’ વિજેતાઓ(Miss India Winners) નો શો અંજામ?

ઝાકઝમાળ ભર્યું ગ્લેમર વર્લ્ડ જેટલું સુંદર દેખાય છે એનું બીજું પાસુ ફ્કત એમાં રહેલા કલાકારો અને મોડલોને અને આ દુનિયા સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓ અનુભવી શકે છે દર્શકો નહિં…આ પૈકી અનેક મિસ ઇન્ડિયા વિજેતાઓએ યશ-પ્રતિષ્ઠા મેળવી પણ અંગત કારણોસર , માનસિક દબાણમાં આવીને આત્મહત્યા (Suicide) કરી અથવા તો વ્યક્તિગત પ્રાથમિકતાઓના લીધે આ શો બિઝનેસથી દૂર થવામાં જ હિત સમજ્યું છે! આવી જ કેટલીક મિસ ઇન્ડિયાના જીવન પર ઉડતી નજર કરીશું….

Miss India Winners, બોલીવુડ, શોબિઝ, આત્મહત્યા, મોડેલિંગ

નફીસા જૉસેફ

વર્ષ 1997માં ફેમિના ‘મિસ ઇન્ડિયા યૂનિવર્સ’નો ખિતાબ જીતનારી નફીસા જૉસેફ (Nafisa Joseph) મોડેલિંગ બાદ મશહૂર બની અને ના કેટલાયે શોને એણે હોસ્ટ કર્યા હતાય કેટલાક ટીવી પ્રોજેક્ટ્સ અને ફિલ્મોમાં પણ એણે કામ કર્યુ હતુ.

પરંતુ દુ:ખની વાત એ છે કે નફીસાએ વર્ષ 2004માં માત્ર 26 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી હતી! રિપોર્ટ્સ અનુસાર, એની સગાઈ તૂટી જવાથી અને અંગત જીવનના તણાવને કારણે એણે આ પગલું ભર્યું હતુ. એના અચાનક મૃત્યુથી આખી ઇન્ડ્રસ્ટ્રીમાં શોક વ્યાપી ગયો હતો! ચમક-દમક વાળા મોટા અને નાના પડદાની વાસ્તવિકતા દર્શાવતી આ બીજી બાજુ છે અને જે ચોંકાવનારી પણ છે!

Miss India Winners, બોલીવુડ, શોબિઝ, આત્મહત્યા, મોડેલિંગ

સયાલી ભગત

વર્ષ 2004માં ‘ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ’નું ટાઇટલ જીતનારી સયાલી ભગત (Sayali Bhagat) મિસ ઇન્ડિયાનો તાજ શિરે ધારણ કરીને ઉત્સાહભેર બોલીવુડમાં એન્ટ્રી મારી અને ‘ધ ટ્રેન’ અને ‘ઘૂમર’ જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.

જો કે, એ આ ગ્લેમરની દુનિયામાં કંઈ ખાસ ઉકાળી શકી નહિં…સફળતા ન મળવાના કારણે કેટલાક વર્ષો બાદ, એણે લાઇમલાઇટથી દૂર થઇ જવાનું પસંદ કર્યુ અને હવે એ પોતાની પર્સનલ લાઇફ પર ફોકસ કરી રહી છે અને ગ્લેમર વર્લ્ડને ટા-ટા બાય-બાય કરી દીધું છે.

Miss India Winners, બોલીવુડ, શોબિઝ, આત્મહત્યા, મોડેલિંગ

કુલજીત રંધાવા

વર્ષ 1998માં ફેમિના મિસ ઇન્ડિયાની ફાઇનલિસ્ટ અને ટોચની દાવેદાર રહી ચૂકેલી કુલજીત રંધાવા (Kuljit Randhawa)એ મોડેલિંગથી કેરિયરની શરુઆત કરી હતી. એણે ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યુ હતુ. એ કુસુમ શોમાં નજરે ચડી હતી અને પોતાની પ્રભાવશાળી હાજરીથી સ્ક્રીન પર છવાઇ ગઈ હતી.

પરંતુ કોઇ અગમ્ય કારણોસર કુલજીતે અચાનક વર્ષ 2006માં કેવલ 30 વર્ષની યુવાવયે આત્મહત્યા કરી લીધી હતી! એના આ પગલાથી ઇન્ડસ્ટ્રી હતપ્રભ બની ગઇ હતી! એવું કહેવાય છે કે, આ એક્ટ્રેસ ડિપ્રેશનથી પીડાઇ રહી હતી.

Miss India Winners, બોલીવુડ, શોબિઝ, આત્મહત્યા, મોડેલિંગ

પૂજા ચિતગોપેકર

વર્ષ 2007નો ‘ફેમિના મિસ ઇન્ડિયા અર્થ’ (Femina Miss India Earth)નો ક્રાઉન શિરે ધારણ કરીને ઇન્ટરનેશનલ લેવલ પર ભારતને રિપ્રેઝન્ટ કરનારી પૂજા ચિતગોપેકર (Pooja Chitgopekar)ને પણ ખાસ સફળતા મળી ન હતી. એણે મોડેલિંગ કર્યું અને પછી એક્ટિંગમાં પણ હાથ અજમાવ્યો હતો!

સકસેસથી દૂર રહેલી પૂજાએ ગ્લેમર વર્લ્ડમાંથી વિદાય લઇ લીધી હતી અને કોર્પોરેટ સેક્ટરમાં પોતાનું કેરિયર આગળ ધપાવવાનું પસંદ કર્યુ છે.

Miss India Winners, બોલીવુડ, શોબિઝ, આત્મહત્યા, મોડેલિંગ

રેશમી ઘોષ

વર્ષ 2002નો ફેમિના મિસ ઇન્ડિયા અર્થનો ખિતાબ જીતનાર રેશમી ઘોષ (Reshmi Ghosh) પણ આ ગ્લેમર વર્લ્ડમાં પોતાનો પગ મજબૂત કરવાના ઇરાદાથી આવી હતી. એણે મોડેલિંગ બાદ, ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી. એકતા કપૂર (Ekta Kapoor)ની ‘ક્યોંકિ સાંસ ભી કભી બહૂ થી’, ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ સહિત અનેક પોપ્યુલર ટેલિવિઝન શોઝમાં કામ કર્યું હતુ અને લોકપ્રિયતા હાંસલ કરી હતી.

ઘણા વર્ષો સુધી ટીવી (TV)ના પડદે એક્ટિવ રહેલી રેશમી ઘોષે લગ્ન થયા બાદ ઇન્ડસ્ટ્રીમાં ઓછું કામ કરવાનું પસંદ કર્યુ અને પોતાની પર્સનલ લાઇફને વધારે પ્રાયોરિટી આપી…છેલ્લે એ વર્ષ 2018 માં આવેલા ‘મહાકાલી’ શોમાં નજરે ચડી હતી!


આ પણ વાંચો: અક્ષય ખન્નાની એક્ઝિટ બાદ ‘દ્રશ્યમ 3’ માં અજય દેવગન સાથે કામ કરી ચૂકેલા અભિનેતાની એન્ટ્રી..!

આ પણ વાંચો: ‘હુસૈન ઉસ્તરા’નું દમદાર પાત્ર અગાઉ કોણ નિભાવવાનું હતું?…હવે એના સ્થાને શાહીદ કપૂર…ફિલ્મ ‘ઓ રોમિયો’…

આ પણ વાંચો: મનોજ બાજપેયીની ફિલ્મ ‘ધૂસખોર પંડિત’ અંગે વિવાદ…નિર્માતાએ કર્યો ખુલાસો…કહ્યું, “…કાલ્પનિક કહાણી છે!”