Bigg Boss OTT 2 Grand Finale/ એલ્વિશ યાદવ બન્યો બિગ બોસ OTT 2નો વિજેતા, ટ્રોફી સાથે 25 લાખ જીત્યા

એલ્વિશ યાદવે ‘બિગ બોસ ઓટીટી 2’ની ટ્રોફી અને ઈનામી રકમ જીતી લીધી છે. શોની ફાઈનલ રેસમાં પાંચ સ્પર્ધકો હતા

Top Stories Entertainment

‘બિગ બોસ OTT 2’ ને તેનો વિજેતા મળી ગયો છે. આ વખતે શોનો વિજેતા એલ્વિશ યાદવ છે. એલ્વિશ યાદવે ‘બિગ બોસ ઓટીટી 2’ની ટ્રોફી અને ઈનામી રકમ જીતી લીધી છે. શોની ફાઈનલ રેસમાં પાંચ સ્પર્ધકો હતા, જેમાં અભિષેક મલ્હાન, પૂજા ભટ્ટ, મનીષા રાની, બબીકા ધુર્વે અને એલ્વિશ યાદવ હતા. શોની ફિનાલે Jio સિનેમા પર પ્રસારિત કરવામાં આવી હતી.

 

 

ઉલ્લેખનીય છે કે બિગ બોસના ટોપ 3 સ્પર્ધકોની વાત કરીએ તો એલ્વિશ યાદવ, મનીષા રાની અને અભિષેક મલ્હાન હતી. શોની ગ્રાન્ડ ફિનાલે ખૂબ જ મજેદાર રહી હતી. આ શોમાં બાદશાહ અને કૃષ્ણા અભિષેક પણ જોવા મળ્યા હતા. તે જ સમયે મહેશ ભટ્ટ પણ પૂજા ભટ્ટને સપોર્ટ કરવા પહોંચ્યા હતા. આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે પણ ફિલ્મ ડ્રીમ ગર્લ 2ના પ્રમોશન માટે પહોંચ્યા હતા. શોના ભૂતપૂર્વ સ્પર્ધકોએ પણ પરફોર્મ કર્યું હતું.