બ્રિસ્બેન: ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી છે. જેના અંતર્ગત ટીમ ઈન્ડિયા પોતાના પ્રવાસનો આજથી પ્રારંભ T-20 શ્રેણી દ્વારા શરુ કરવામાં આવશે. ત્રણ T-20 મેચોની શ્રેણીની પ્રથમ મેચ આજે બુધવારે બ્રિસ્બેનમાં રમાશે. કિંગ કોહલીની બ્રિગેડે પોતાની તૈયારીને આખરી ઓપ આપી દીધો છે. બંને કેપ્ટનો (વિરાટ કોહલી અને એરોન ફિન્ચ) T-20 ટ્રોફીનું અનાવરણ કરી ચૂક્યા છે.
We've announced our 12 for the 1st T20I against Australia at The Gabba #TeamIndia pic.twitter.com/c6boLtieGf
— BCCI (@BCCI) November 20, 2018
પ્રથમ T-20 માટે ટીમ ઈન્ડિયાએ 12 ખેલાડી જાહેર કર્યા
આ દરમિયાનમાં ભારતીય ટીમે બ્રિસ્બેન T-20 મેચની માટે પોતાના 12 ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. જેના અંતર્ગત ટીમ ઈન્ડિયાના 12 ખેલાડીઓમાં વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, કે.એલ. રાહુલ, ઋષભ પંત, દિનેશ કાર્તિક, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ અને યુજવેન્દ્ર ચહલ.
T-20 શ્રેણીનો કાર્યક્રમ
પહેલી T-20 મેચ: ભારત અને ઓસ્ટ્રેલિયા
21 નવેમ્બર, 2018, 1:20 PM, (ભારતીય સમયાનુસાર), બ્રિસ્બેન.
બીજી T-20 મેચ: ભારત અને ઓસ્ટ્રેલિયા
તા. 23, નવેમ્બર, 2018, 1:20 PM (ભારતીય સમયાનુસાર) મેલબર્ન.
ત્રીજી T-20 મેચ: ભારત અને ઓસ્ટ્રેલિયા
તા. 25, નવેમ્બર, 2018, 1:20 PM (ભારતીય સમયાનુસાર) સિડની
