Entertainment News/ મનોજ બાજપેયીની ફિલ્મ ‘ધૂસખોર પંડિત’ અંગે વિવાદ…નિર્માતાએ કર્યો ખુલાસો…કહ્યું, “…કાલ્પનિક કહાણી છે!”

Ghuskhor Pandit (ધૂસખોર પંડિત) ફિલ્મના અનધિકૃત ટાઇટલ વિશે એના નિર્માતાઓને નોટિસ ફટકારવામાં આવી છે! સતત વિરોધ વધતા ફિલ્મમેકર નીરજ પાંડેએ…

Trending Entertainment
Ghuskhor Pandit,ધૂસખોર પંડિત,મનોજ બાજપેયી,ફિલ્મ,વિવાદ

Entertainment News: મનોજ વાજપેયી (Manoj Bajpayee)ની આગામી ફિલ્મ ‘ધૂસખોર પંડિત’ (Ghuskhor Pandit Film)ના શીર્ષકનો વિવાદ શમવાનું નામ નથી લઇ રહ્યો!

‘ધૂસખોર પંડિત’ (Ghuskhor Pandit) ફિલ્મના શીર્ષકનો વિવાદ

દેશના જુદા-જુદા ભાગોમાં એની સામે વિરોધ પ્રદર્શનો (Protest) થઇ રહ્યા છે. આ ઉપરાંત, મુંબઇ સ્થિત એફએમસી (Film Makers Combine, FMC) એ તો આ ફિલ્મના અનધિકૃત ટાઇટલ વિશે એના નિર્માતાઓને નોટિસ (Notice) પણ ફટકારી છે! સતત વિરોધ વધતા ફિલ્મમેકર નીરજ પાંડે (Neeraj Pandey)એ એક બયાન જારી કરીને આ સમગ્ર મામલે સ્પષ્ટીકરણ કર્યુ છે. નિર્માતા દ્વારા આ મૂવી ટાઇટલ અંગે ખુલાસો આપવામાં આવ્યો છે. આ સાથે જ ચલચિત્ર સંબંધિત પ્રમોશનલ સામગ્રી હટાવવાની પણ વાત કરી છે.

Ghuskhor Pandit,ધૂસખોર પંડિત,મનોજ બાજપેયી,ફિલ્મ,વિવાદ

મનોજ બાજપેયી એક પ્રખ્યાત બોલીવુડ એક્ટર (Bollywood Actor)છે, જે તેની શ્રેષ્ઠ અભિનય ક્ષમતા માટે મશહૂર છે. તેમની હીટ ફિલ્મોમાં ‘સત્યા’ (Satya), ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘શૂલ’, ‘અલીગઢ’ અને ‘ભોસલે’ સામેલ છે. એ ઉપરાંત, તાજેતરના પ્રોજેક્ટ્સમાં ‘સિર્ફ એક બંદા કાફી હૈ’,’ગુલમોહર’, ‘જોરામ’ અને લોકપ્રિય વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’ (The Family Man) મુખ્ય છે.

Ghuskhor Pandit,ધૂસખોર પંડિત,મનોજ બાજપેયી,ફિલ્મ,વિવાદ

ફિલ્મમાં છે ફિક્શનલ સ્ટોરી

ફિલ્મ ‘ધૂસખોર પંડિત’ ના શીર્ષક (Movie Title)ની ઘોષણા બાદ આમાં સામેલ ‘પંડિત’ શબ્દથી લોકો નારાજ થયા છે અને એને બ્રાહ્મણ સમુદાયનું આપમાન બતાવ્યું છે! હવે વિવાદ વધતા નીરજ પાંડેએ એક વિસ્તૃત સ્પષ્ટીકરણ જારી કરતા કહ્યું છે કે, “અમારી ફિલ્મ એક કાલ્પનિક પોલીસ ડ્રામા છે. એમાં પંડિત શબ્દનો પ્રયોગ કેવળ એક કાલ્પનિક પાત્રના હુલામણા (બોલચાલના) નામ સ્વરુપે કરવામાં આવ્યો છે. આ કથા એક વ્યક્તિના કાર્યો અને વિકલ્પો પર કેન્દ્રીત છે. એ કોઈ પણ જાતિ, ધર્મ (Caste, Religion) અથવા સમુદાય પર ટિપ્પણી કે પ્રતિનિધિત્વ નથી કરતું! એક ફિલ્મ નિર્માતા (Film Maker) તરીકે હું મારા કામને દ્રઢ જવાબદારીની ભાવના સાથે નિભાવું છું, એવા કથાનક પહોંચાડવા માગુ છું જે સારા અને સન્માનજનક હોય.”

Ghuskhor Pandit,ધૂસખોર પંડિત,મનોજ બાજપેયી,ફિલ્મ,વિવાદ

પ્રમોશનલ સામગ્રી દૂર કરવાની વાત કરી

આગળ પોતાના બયાનમાં નિર્માતાનું કહેવું છે કે, “મારી અગાઉની ફિલ્મોની જેમ જ આ ફિલ્મ પણ પૂર્ણ ઈમાનદારીથી બનાવાઇ છે અને એનો એકમાત્ર ઉદ્દેશ્ય દર્શકોનું મનોરંજન કરવાનો છે. અમે સમજીએ છીએ કે, શીર્ષક પરથી કેટલાક દર્શકોને ઠેસ પહોંચી છે અને અમે એમની ભાવનાઓને સમજીએ છીએ. આ તમામ ચિંતાઓને જોતા અમે હાલ પૂરતી પ્રચાર સામગ્રી (Promotional Material)ને દૂર કરવાનો નિર્ણય કર્યો છે. કારણ કે, અમારું માનવું છે કે, ફિલ્મને પૂર્ણ રીતે જોવાવી જોઇએ…એને કથાનક (Script)ના સંદર્ભમાં સમજવી જોઇએ…જે (કહાણી) અમે દર્શાવવા ઇચ્છીએ છીએ. ન કે આંશિક ઝલકના આધારે..! અમે ઝડપથી દર્શકો સાથે આ ફિલ્મને શૅર કરવા માટે ઉત્સુક છીએ.”


આ પણ વાંચો:  અરિજીત સિંહના નિર્ણય પર ઈલા અરુણને ભરોસો….કહ્યું, “…કદીયે પસ્તાવો નહિં થાય!!”

આ પણ વાંચો: સંજય લીલા ભણશાળી અને ઇસ્માઇલ દરબાર વિવાદ પર પુત્ર અવેઝનું બયાન…’હીરામંડી’ કેમ છોડી..!

આ પણ વાંચો: ઐશ્વર્યા રાયને મુસ્લિમ બનાવીશ પછી લગ્ન કરીશ, પાકિસ્તાની મૌલવી અબ્દુલ કાવી