Entertainment News/ આમિર ખાને બેડરુમમાં કપડા બદલ્યા…સાંપ્રદાયિકતા વિશે એ આર રહેમાનના બયાન સામે મમતા કુલકર્ણીનું બેધડક બયાન!!

(A R Rahman (એ આર રહેમાન)ના વિવાદિત બયાન વિશે મમતા કુલકર્ણીએ પોતાનું મૌન તોડતા એક બયાન આપ્યું છે. એ મુજબ, આમિર ખાન ઘણી વાર શૂટિંગ વખતે…

Trending Entertainment
A R Rahman, એ આર રહેમાન,વિવાદ, મમતા કુલકર્ણી

Entertainment News: તાજેતરમાં ઑસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાન (A R Rahman) કંઇક એવું બોલી ગયા કે, જેના પર સોશિયલ મીડિયામાં હંગામો મચી ગયો! રહેમાનના બયાન મુજબ, એમને એવું લાગે છે કે છેલ્લા આઠ વર્ષોમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી (Film Industry)માં એમને કામ ઓછું મળ્યું હોવાની પાછળ આ ઇન્ડસ્ટ્રીમાં આવેલું પરિવર્તન અને કેટલાક નિર્ણયો પાછળ સાંપ્રદાયિક તત્વો કારણભૂત હોઇ શકે છે.

આ બાબત અંગે હવે મમતા કુલકર્ણી (Mamta Kulkarni)એ પોતાનું મૌન તોડતા એક બયાન આપ્યું છે. એના કહેવા અનુસાર, બોલીવુડ (Bollywood)નો એમનો અનુભવ તદ્દન અલગ રહેલો છે!

A R Rahman, એ આર રહેમાન,વિવાદ, મમતા કુલકર્ણી

રહેમાન નું બયાન

વાસ્તવમાં એમણે એક ઈન્ટરવ્યૂમાં એવું કહેલું કે, “મને બોલીવુડ (Bollywood)માં ઓછું કામ મળે છે. ક્યારેક-ક્યારેક રચનાત્મક નિર્ણયો લેવાની તાકાત એવા લોકોના હાથમાં હોય છે જેઓ હકીકતમાં ક્રિએટિવિટી ધરાવતા નથી! આ ક્યારેક-ક્યારેક સાંપ્રદાયિક કારણોથી પણ હોઈ શકે છે, પરંતુ, એની ડાયરેક્ટ ખબર પડતી નથી!”

“મને કોઇ પ્રોજેક્ટમાં પસંદ કરવામાં મને જાણવા મળે છે આવેલી એવું કેવળ અફવાઓના સ્વરુપમાં જ, પણ પછીથી કંપની પોતાના અન્ય 5 કમ્પોઝરને હાયર કરી લે છે!”

આ બયાન પછી સોશિયલ મીડિયા (Social Media)માં જાણે કે ખળભળાટ મચી ગયો હતો! ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકોએ એની આલોચના કરી તો અન્ય કેટલાક લોકોએ એમનું સમર્થન પણ કર્યું છે. હવે આ વિવાદમાં ફિલ્મ અભિનેત્રી મમતા કુલકર્ણીએ પણ ઝંપલાવ્યું છે અને પોતાની પ્રતિક્રિયા આપી છે.

એ આર રહેમાન (A R Rahman) ના બયાન સામે મમતા કુલકર્ણી

તાજેતરમાં મમતા કુલકર્ણીએ એ આર રહેમાનના આ વિવાદિત બયાન વિશે પૂછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે, એણે જે દોર જોયો છે એ દરમિયાન એણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નજીકથી જોઇ અને જાણી છે. એ ક્યારેય આ પ્રકારના ભેદભાવ કે વહેંચણીથી ન હતી ઓળખાતી!

રહેમાનના હાલના બયાન અને 90ના દાયકાની તુલના કરતા મમતાએ એવો નિષ્કર્ષ આપ્યો કે, એણે આમિર ખાન અને શાહરુખ ખાન (Aamir Khan and Shahrukh Khan) જેવા કલાકારો સાથે કામ કર્યુ હતુ પરંતુ, ત્યારે કોઇ ધર્મ કે કોઈ પ્રકારના ભેદભાવ (Religion or Discrimination) અંગે ક્યારેય વિચારવામાં આવતુ ન હતુ!

A R Rahman, એ આર રહેમાન,વિવાદ, મમતા કુલકર્ણી

દરેક ‘ક્રિએટિવ ફેઝ’ની સમયસીમા હોય છે

આ અભિનેત્રી (Actress)એ ઇન્ડસ્ટ્રીમાં આવેલા આ પરિવર્તનો પર પોતાનું મંતવ્ય આપતા કહ્યું છે કે, દરેક ક્રિએટિવ ફેઝ (Creative Phase)ની પોતાની એક સમય સીમા હોય છે. એણે એમ પણ જણાવ્યું કે, આજના સમયમાં કેટલાયે પ્રતિભાશાળી ગાયકોને કામ નથી મળી રહ્યું!!

મમતાએ એ આર રહેમાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, “દરેક વસ્તુનો એક સમય હોય છે. હોઇ શકે કે જે પ્રકારનું સંગીત (Music) તમે પીરસો છો એ હવે એટલું પ્રાસંગિક ન રહ્યું હોય! આજે કેટલાયે ઉત્તમ સિંગર્સ (Singers) ઘરે બેઠા છે પણ એમની પાસે કોઇ કામ નથી!”

અત્રે ઉલ્લેખનીય છે કે, મમતા કુલકર્ણીને 23 જાન્યુઆરી 2025 ના રોજ કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનાવવામાં આવી હતી પણ હાલ એની હકાલપટ્ટી કરવામાં આવી છે.

A R Rahman, એ આર રહેમાન,વિવાદ, મમતા કુલકર્ણી

આમિર, સલમાન સાથે મૈત્રીનો ઉલ્લેખ કર્યો

મમતાએ આમિર ખાનની સાથે ફિલ્મ ‘બાજી’ (‘Bazi’ Film) માં કામ કર્યુ હતુ. એણે કહ્યું કે એ સમયના ફિલ્મી સેટનો માહોલ આજની સરખામણીએ ઘણો જ સહજ અને કૌટુંબિક વાતાવરણ વાળો રહેતો હતો. મમતાએ એમ પણ કહ્યું કે, ત્યાર વેનિટી વાન (Vanity Van) જેવી સુવિધાઓ ન હતી, એટલા કલાકારો એક-બીજાના ઘરે જ કપડા બદલી લેતા હતા.

ભૂતકાળની સ્મૃતિ વાગોળતા એણે કહ્યું કે, આમિર ખાન ઘણી વાર શૂટિંગ દરમિયાન સીધા જ એના ઘરે આવી જતો, એના બેડરુમમાં કપડા બદલતો અને શૂટિંગ પૂરું થયે કિચનમાં જઇને ચા પણ બનાવી લેતો હતો!

મમતાનું કહેવું છે કે, એ સમયે આ બધી બિલકુલ સામાન્ય બાબતો હતી અને કોઇને પણ એમાં અજુગતું લાગતુ ન હતું!

A R Rahman, એ આર રહેમાન,વિવાદ, મમતા કુલકર્ણી

“અમે ફક્ત કલાકાર હતા, માણસ હતા!”

એ આર રહેમાનના હાલના બયાન અને 90ના દાયકાની તુલના કરતા મમતાએ એવો નિષ્કર્ષ આપ્યો કે, એણે આમિર ખાન અને શાહરુખ ખાન જેવા કલાકારો સાથે કામ કર્યુ હતુ પરંતુ, ત્યારે કોઇ ધર્મ કે કોઈ પ્રકારના ભેદભાવ અંગે ક્યારેય વિચારવામાં આવતુ ન હતુ!

એણે અફસોસ જતાવતાં એમ પણ કહ્યું કે, “આમિર અને શાહરુખ સાથે ફોરેન ટ્રાવેલ દરમિયાન પણ તમામ કલાકારો (Artists) એક-બીજાના ઘરે હળતા-મળતા હતા, કોઈ ચા બનાવતા હતા તો કોઈ જમવાનું! આજના સમયમાં આવું પોતીકાપણું ઓછું થઇ રહ્યું છે!”

અંતમાં આ વિવાદ વિશે મમતાએ કહ્યું કે, “અમે ફક્ત કલાકાર હતા, માણસ હતા! એ સમયે કોઇ પ્રકારનો ભેદભાવ ન હતો!”


આ પણ વાંચો: ‘ધ કેરાલા સ્ટોરી 2’ ફિલ્મનું ટીઝર રિલીઝ….ખોફનાક અને દમદાર…જોઇને રુંવાડા ઊભા થઇ જશે!

આ પણ વાંચો: અભિજીત ભટ્ટાચાર્યના એ આર રહેમાન પર ગંભીર આરોપ…”સાહબને બોલ દિયા, સિર્ફ મૈં કમાઉંગા!”

આ પણ વાંચો: અમિતાભ બચ્ચનના ઘરના દરવાજા 8 વાગ્યા પછી બોલીવુડ ના લોકો માટે બંધ…એક્ટર રાજા બુંદેલા