Lifestyle/ જૂના ટુવાલને ફેકવાના સ્થાને આ રીતે કરો ઉપયોગ….ઘરમાં કામ આવશે આ 5 રિયુઝ ટિપ્સ…

Old Towels (જૂના ટુવાલ) ઘણા કામમાં આવી શકે છે. સફાઈથી માંડીને કિચન અને ગાર્ડન ના કામમાં પણ વાપરી શકાય છે. અહિં તમને અમે 5 રિયુઝ આઇડિયા દર્શાવવા…

Trending Tips & Tricks Lifestyle
Old Towels, ફેંકશો નહિં, રિયુઝ, ટિપ્સ

Lifestyle: જૂના ટુવાલ (Old Towels)ને લોકો મોટા ભાગે બેકાર સમજીને ફેંકી દેતા હોય છે. પણ આ ટુવાલને તમે સ્માર્ટ રીતે ફરીથી વાપરી શકો છો. ઘરના કાર્યો એનાથી આસાન બની જશે. જૂના ટુવાલ જાડા હોય છે અને વધુ પાણી શોષવાની ક્ષમતા ધરાવે છે જેથી એને સફાઈ (Cleaning)થી માંડીને કિચન અને ગાર્ડન (Kitchen & Garden)ના કામમાં પણ વાપરી શકાય છે.

જો તમે જૂના ટુવાલ ફેંકવા આતુર હો તો થોભી જાઓ…આ માટે અહિં અમે કેટલાક રિયુઝ આઇડિયા (Reuse Idea) લઇને આવ્યા છીએ જેને તમે ફૉલો કરી શકો છો.

જૂના ટુવાલ (Old Towels)ને રિયુઝ કરવાની 5 ટિપ્સ (Reuse Tips)

1. ડોરમેટ કે કિચન મેટ બનાવો

તમે જૂના ટુવાલનો ઉપયોગ કરીને સરસ ડોરમેટ કે કિચન મેટ (Doormat or Kitchen mat) બનાવી શકો છો. જો ટુવાલ જાડો હોય તો એને વાળીને કે સીવીને દરવાજા પાસે બિછાવી દો. તમારા પગરખાની ધૂળ અને ગંદકીને રોકવામાં મદદ મળશે. એ ઉપરાંત કિચન મેટની જગ્યાએ પણ તમે વાપરી શકો છો. સારી વાત એ છે કે તમે એને વોશ પણ કરી શકો છો.

Old Towels, ફેંકશો નહિં, રિયુઝ, ટિપ્સ

 

2. પોતું કે ડસ્ટિંગ ક્લોથ બનાવો

જૂના ટુવાલને નાના-નાના ટુકડાઓમાં કાપી પોતું (Mop) બનાવીને એને ઘરની લાદી, બારી કે ફર્નિચર સાફ કરવા પણ ઉપયોગમાં લઇ શકાય છે. આનાથી તમે કાર પણ સાફ કરી શકો છો.

3. પાલતુ જાનવરો માટે પાથરણું બનાવો

જૂના ટુવાલથી તમારા પ્રિય પાલતુ જાનવરો (Pets) માટે તમે પાથરણું બનાવી શકો છો. આ માટે સૌપ્રથમ જૂના ટુવાલને ધોઇને ફોલ્ડ કરી દે અને તમારા પેટના સૂવાના સ્થાને ગોઠવી દો. આનાથી તમારા પેટને હૂંફ અને આરામ મળશે.

Old Towels, ફેંકશો નહિં, રિયુઝ, ટિપ્સ

4. જૂના ટુવાલથી પેકિંગ કરો

કાચના વાસણ કે નાજુક સામાનને પેક કરવા (Packing) માટે જૂના ટુવાલને વાપરી શકાય છે. આ એક બહેતરીન કુશનનું કાર્ય કરે છે જેમાં તમારો કિંમતી સામાન સુરક્ષિત રહે છે.

Old Towels, ફેંકશો નહિં, રિયુઝ, ટિપ્સ

5. બગીચામાં ઉપયોગ કરો

ઘણી વાર કૂંડામાં પાણી નાખ્યા પછી આસપાસ પાણી ફેલાઇ જતું હોય છે. આવા સમયે તમારા જૂના ટૉવેલ એની નીચે પાથરી શકો છો.


આ પણ વાંચો:અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!

આ પણ વાંચો:વોશિંગ મશીનમાં કેવી રીતે ધોવા રીંગ વાળા પડદા? મૂંઝાશો નહિં, અજમાવો આ ટિપ્સ…

આ પણ વાંચો:કિચન સિંક અને પ્લેટફોર્મ સ્લૅબ ગંદા થઇ ગયા છે? મિનિટોમાં થશે સાફ, અઠવાડિયામાં એકવાર આ ટિપ્સ ફૉલો કરો