Lifestyle: ગુલાબની પાંદડી જેવા સુંદર અધર કોને ન ગમે? તમારી હેન્ડસમ પર્સનાલિટીનો એ એક હિસ્સો છે. પરંતુ સિગરેટ પીવાની કુટેવના કારણે હોઠ કાળા અને ફિક્કા દેખાય છે. આવા બદસૂરત બની ગયેલા હોઠોને તમે પુન: ગુલાબી બનાવી શકો છો. અહિં અમે તમને અમુક ટિપ્સ જણાવી રહ્યાં છીએ જેને અનુસરવાથી આ શક્ય બની શકે છે.
ધુમ્રપાનની કુટેવની અસરો
ચહેરાની ખૂબસૂરતીમાં સુંદર ઓષ્ઠ (Lips)નું ઘણું મહત્વ હોય છે. હૅલ્ધી લિપ્સ તમારા સમગ્ર વ્યક્તિત્વ (Personality)માં ચાર ચાંદ લગાવવા ઉપરાંત તમારા આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ કરે છે.
નાના બાળકોના હોઠ તો એટલા સુંદર હોય છે કે જાણે ગુલાબની પાંખડીઓ! પરંતુ, જેમ-જેમ એ બાળક મોટું થાય છે એમ-એમ કમનસીબે એ અમુક ખરાબ ટેવોનો શિકાર બની જાય છે જેવી કે બીડી-સિગરેટનું વ્યસન! એ તમારા સ્વાસ્થ્યને તો નુકસાન કરે જ છે પણ એની અસરો તમારા સમગ્ર દેખાવ પર પણ પડી શકે છે. જો તમે પણ આ કુટેવના સકંજામાં ફસાયા હોય તો આ ધુમ્રપાન (Smoking)ની કુટેવ તમારા સુંદર હોઠને કાળા અને ફિક્કા બનાવી દે છે! આવા સંજોગોમાં, જો તમારા હોઠ કાળા પડી જાય તો શું કરશો? અહિં કેટલીક ટિપ્સ સૂચવીશું કે જેને અપનાવવાથી તમારા હોઠોની રંગત ફરીથી ખીલી ઉઠશે!
કેવી રીતે કાળાશ દૂર કરશો?
કાળા હોઠ (Dark Lips)ને ફરીથી ગુલાબી બનાવવા માટે અહિં બે ટિપ્સ (Tips) આપેલી છે, જેને તમે ઘરે બેઠા આરામથી ફૉલો કરી શકો છો.

1. બીટરુટનો રસ લગાવો
હોઠોને કાળામાંથી લાલ (Pink Lips) બનાવવા માટે બીટરુટ (Beetroot) અત્યંત ઉપયોગી સાબિત થાય છે. હકીકતમાં કુદરતી રીતે લાલિમા પ્રદાન કરતું આ બીટરુટના રસને તમે દરરોજ ઉંઘતા પહેલા હોઠ પર લગાવી શકો છો. અમુક દિવસ સુધી આમ કરવાથી તમારા હોઠમાં ફરક દેખાશે. એમાં નિખાર આવવા ઉપરાંત, કોમળ પણ બનશે.

2. લીંબુ અને મધનો પ્રયોગ
જો તમારા હોઠ કાળા પડી ગયા હોય તો આ નુસખો અકસીર છે. લીંબુ (Lemon)માં હાજર અનેક એન્ઝાઇમ્સ અને વિટામિન સી (Vitamin C) મૃત ત્વચાને હટાવે છે. તેના સ્થાને નવી ગુલાબી ત્વચા આવે છે અને મધ (Honey)થી હોઠ મૉઇશ્ચરોઇઝ થાય છે.
પ્રયોગની વિધિ
આ પ્રયોગ તમે અમસ્તો પણ કરી શકો છો અને એનાથી તમારા અધરોની સુંદરતા ઓર નિખરી જશે! સૌપ્રથમ, અડધું લીંબુ નીચોવીને એનો રસ એક નાની વાડકીમાં કાઢવો. હવે એમાં અડધી ચમચી મધ ભેળવીને આંગળી વડે સારી રીતે હલાવી લેવું. આ મિશ્રણને હોઠ પર હળવા હાથે લગાવવું. આશરે 10 થી 15 મિનિટ સુધી લગાવી રાખવું. ત્યારબાદ, પાણીથી સારી રીતે ધોઇ લેવું. આ પ્રયોગ તમે અઠવાડિયામાં ત્રણ વાર કરી શકો છો. આ પ્રયોગથી થોડા જ દિવસોમાં તમારા હોઠની કાળાશ દૂર થઇ જશે અને ધીરે-ધીરે હોઠ ગુલાબી બની જશે.
આ પણ વાંચો:અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!
આ પણ વાંચો:હળદરનો ફેસપૅક ત્વચાને બનાવશે ગ્લોઇંગ…માત્ર 3 વસ્તુઓથી બની જશે!
આ પણ વાંચો:
