Lifestyle/ દરરોજ એક સંતરુ ખાઓ, ઇમ્યુનિટી વધારો, આ છે વિટામિન સી નું પાવર હાઉસ….!!

અમેરિકન હૅલ્થ વેબસાઇટ ‘હૅલ્થલાઇન’ ના એક રિપોર્ટ મુજબ, એક સંતરુ તમને આશરે 70 થી 80 મિલીગ્રામ વિટામિન સી પૂરું પાડે છે… જે આપણા શરીરની…

Trending Food Health & Fitness Lifestyle

Lifestyle: જો તમે વારંવાર, દર બીજા-ત્રીજા દિવસે બીમાર પડતા હો તો ચેતી જજો!! તમારી રોગપ્રતિકારક શક્તિ પર કામ કરવાની તમારે જરુર છે અને એને શી રીતે સુધારશો? એનો જવાબ છે, વિટામિન સી થી ભરપૂર આહાર (Food) ખાઇને! અહિં અમે તમને એક એવા ફળ વિશે માહિતી આપીશું જે તમારી ઇમ્યુનિટીને બુસ્ટ અપ કરવામાં સહાયક સિદ્ધ થશે.

શું છે આ વિટામિન C?

આમ તો આપણા આહારની અમુક વસ્તુઓ જેવી કે લીંબુ, આમળા, રાસ્પબરી, બ્લૂ બેરી, કેરી, પાઇનેપલ, ટમેટા, પાલખ, કેપ્સિકમ, કોબીજ વગેરેમાંથી આપણને વિટામિન-સી મળતું જ હોય છે પરંતુ, અહિં એક એવા ફળની વાત છે જે અનેક પોષક તત્વો (Nutrition)નો ખજાનો છે અને વિટામિન-સી ની રોજિંદી જરુરિયાતની આપૂર્તિ કરી શકે છે. આ ફળ (Fruit) છે સ્વાદિષ્ટ અને પોષક એવા સંતરા!

આપણા શરીરને રોગો સામે લડવા માટે વિટામિન સી ની આવશ્યકતા હોય છે. આ એક એવું પોષક તત્વ છે કે જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ ઉપરાંત, ચામડી (Skin)ને ઢીલી પડી જતા અટકાવે છે. કોલેજન નામનું ઘટક આપણી ત્વચાને યુવા અને ટાઇટ રાખે છે અને એ ઘટક બનાવવામાં સંતરા (Orange)માં રહેલું વિટામિન સી મદદગાર સાબિત થાય છે. આ ઉપરાંત, સ્વાસ્થ્ય સંબંધી ઘણી બાબતોમાં સંતરા ખાવાથી લાભ થાય છે.

વિટામિન સી નું પાવરહાઉસ 

સંતરા કેવળ ખાવામાં જ સ્વાદિષ્ટ નથી હોતા પરંતુ, અનેક પોષક તત્વોનો ખજાનો છે! દરરોજ માત્ર એક જ સંતરાના સેવનથી તમારા શરીરની વિટામિન-સી ની આપૂર્તિ થઇ જશે. અમેરિકન હૅલ્થ વેબસાઇટ ‘હૅલ્થલાઇન’ ના એક રિપોર્ટ મુજબ, એક મધ્યમ આકારનું સંતરુ તમને આશરે 70 થી 80 મિલીગ્રામ વિટામિન સી પૂરું પાડે છે, જે આપણા શરીરની વિટામિન-સી ની રોજીંદી જરુરિયાતના લગભગ 80 થી 90 ટકા હિસ્સો છે. એ અર્થમાં એને સાચે જ વિટામિન સી નું પાવરહાઉસ (Power House) કહી શકાય.

સંતરા ખાવાના ફાયદા

1. સંતરામાં વિટામિન સી (Vitamin C) ઉપરાંત; ફાઇબર, પોટેશિયમ (Fiber, Potassium) તથા અન્ય કેટલાય પોષક તત્વો પ્રચૂર માત્રામાં રહેલા છે જે, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરવા ઉપરાંત, હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે.

2. કોલેજન નામનું તત્વ આપણી ત્વચાને યુવા અને લાલિમાયુક્ત બનાવી રાખવામાં સહાયક હોય છે અને સંતરા આ કોલેજન (Collagen) ઉત્પાદન માટે આવશ્યક એવા વિટામિન સી થી ભરપૂર ફળ છે.

3. દરરોજ માત્ર એક જ સંતરાના સેવનથી તમારા શરીરની વિટામિન-સી ની આપૂર્તિ અચૂક થઇ જશે. વળી, એનાથી તમારી ત્વચાની સ્થિતિસ્થાપકતા તો જળવાશે જ ઉપરાંત, ઇમ્યુનિટી પણ સુદ્રઢ થશે!

4. શરીરની પ્રતિરક્ષા પ્રણાલી (Immunity)ને મજબૂત બનાવી રાખવા માટે જવાબદાર એવી સફેદ રક્ત કોશિકાઓ (Leukocytes)ના ઉત્પાદનને વિટામિન સી વેગવાન બનાવે છે, જેથી આપણું શરીર રોગો અને અન્ય બાહ્ય ચેપથી સુરક્ષિત રહે છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!

આ પણ વાંચો:

આ પણ વાંચો: