વડોદરા,
વડોદરાના અલકાપુરી ખાતે મહાનગર સેવાસદન અને ટ્રાફિક પોલીસ ધ્વારા સંયુક્ત મેગા ટ્રાફિક ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું હતું. સેવાસદનની દબાણ દ્વારા મોલ અને કોમ્પ્લેક્સો દ્વારા કરાયેલા પાર્કિંગની જગ્યામાં દબાણો દુર કરવામાં આવી રહ્યા છે.

જેમાં અલકાપુરી ગરનાળાથી અલકાપુરી સહીત સમગ્ર આર સી દત્ત રોડ પર આવેલી ઈમારતોમાં થયેલાનો પાર્કિંગના સ્થળે કરાયેલા પાર્કિંગનો સર્વે કરવામાં આવ્યો હતો. તેમજ સંચાલકોને મહત્તમ બેઝમેન્ટમાં પાર્કિંગ કરાવવા સુચના આપવામાં આવી હતી.

જયારે ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડે આવતા ચાલકો,ફેન્સી નંબર પ્લેટ,કાર પર બ્લેક ફિલ્મ કાઢવા સહીત ની કામગીરી કરવામાં આવી હતી. તદુપરાંત આધુનિક ટોઈંગ ક્રેન દ્વારા નો પાર્કિંગમાં કરાયેલ ફોર વ્હીલરોને ટોઈંગ કરવામાં આવી હતી.
