Anand News/ આણંદના કલેકટર ચૌધરીએ અડધી રાત્રે નિરીક્ષણ કરી રોડ કામગીરીમાં ગુણવત્તા જાળવવા આપી સૂચના

રાત્રે 12:30 કલાકે કલેકટરે આ રોડ પર પહોંચીને કામગીરીની તપાસ કરી, કલેકટરે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને આ રોડને આઇકોનિક રોડ બનાવવાની દિશામાં કામ કરવા સૂચન કર્યુ.

Gujarat Others Breaking News

Anand News : આણંદ શહેરના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા ચિખોદરા ચોકડીથી ગણેશ ચોકડી સુધીના રસ્તાના નવીનીકરણ કામગીરીમાં ગુણવત્તા જાળવવા માટે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ અચાનક મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

ગઈકાલે અડધી રાત્રે 12:30 કલાકે કલેકટરે આ રોડ પર પહોંચીને કામગીરીની તપાસ કરી હતી. તેમણે રોડનું રિસરફેસિંગ, થીકનેસ, કોમ્પેક્શન અને કેમ્બર જેવા પાસાઓનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. કલેકટરે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને આ રોડને આઇકોનિક રોડ બનાવવાની દિશામાં કામ કરવા જણાવ્યું હતું.

આ સંદર્ભમાં કલેકટરે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કામદારોને ઉચ્ચતમ ગુણવત્તા સાથે કામ પૂર્ણ કરવાની સૂચના આપી હતી. તેમણે કહ્યું કે, આ રોડ શહેરનું મુખ્ય પ્રવેશદ્વાર છે અને તેથી તેની ગુણવત્તા ખૂબ જ મહત્વની છે.

આણંદ શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગનું નવીનીકરણ થઈ રહ્યું હોવાથી આ કામગીરી પર લોકોનું ધ્યાન કેન્દ્રિત છે. કલેકટરની આ અચાનક મુલાકાતે લોકોમાં સરકારની કામગીરી પ્રત્યે વિશ્વાસ વધાર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આણંદમાં હેડકોન્સ્ટેબલ જ રૂ. 3.63 લાખની 240 વિદેશી દારૂની બોટલો સાથે ઝડ્પાયો

આ પણ વાંચો: આણંદમાં માર્ગ અને મકાન વિભાગની બેદરકારી આવી સામે

આ પણ વાંચો: આણંદના વલ્લભવિધાનગરમાં GSTના દરોડા