Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

અપીલ/ ધૈર્યરાજ સિંહને બચાવવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રિવાબા જાડેજા પણ મેદાનમાં,ફેસબુક એકાઉન્ટ પર અપીલને પ્રતિસાદ

બાળકને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે ત્યારે રાજ્યમાં તાજેતરમાં કેટલાક માસુમ જવલ્લે જોવા મળતી હોય તેવી વિચિત્ર અને મોંઘી બીમારીનો શિકાર બન્યા છે.ત્રણ મહિનાના માસુમ ધૈર્યરાજ સિંહને બચાવવા હવે સેલિબ્રિટી પણ મેદાનમાં આવી રહ્યા છે.જન્મની સાથે જ જીંદગી સામે ઝઝૂમતા બાળકો ના ચહેરા પરની માસુમિયત જોઈને ભલભલા લોકોનું હૃદય પીગળી જાય છે ત્યારે આ બાબતમાં […]

March 14, 2021March 15, 2021Bhavini vasani
Top Stories Gujarat

બાળકને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે ત્યારે રાજ્યમાં તાજેતરમાં કેટલાક માસુમ જવલ્લે જોવા મળતી હોય તેવી વિચિત્ર અને મોંઘી બીમારીનો શિકાર બન્યા છે.ત્રણ મહિનાના માસુમ ધૈર્યરાજ સિંહને બચાવવા હવે સેલિબ્રિટી પણ મેદાનમાં આવી રહ્યા છે.જન્મની સાથે જ જીંદગી સામે ઝઝૂમતા બાળકો ના ચહેરા પરની માસુમિયત જોઈને ભલભલા લોકોનું હૃદય પીગળી જાય છે ત્યારે આ બાબતમાં સેલિબ્રિટી પણ પાછળ રહેતા નથી. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રિવાબા જાડેજા પણ મેદાનમાં આવ્યા છે. રીવાબા જાડેજાએ પોતાના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર ધૈર્યરાજ સિંહને લગતી એક પોસ્ટ મૂકી છે. જેમાં રિવાબા જાડેજાએ લખ્યું છે કે માનવતા માટે હું આપ સૌને વિનંતી કરું છું કે, આપ ડોનેશન માટે એક પગલું ઉપાડો. આપના થી શક્ય તેટલી મદદ કરો જેથી આપણે કોઈકની મહામૂલી જીંદગી બચાવી શકીએ.

Cricketer Ravindra Jadeja's wife Rivaba eyes BJP ticket from Gujarat's Jamnagar in Lok Sabha elections | Hindustan Times

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે રિવાબા દ્વારા ફેસબુકના માધ્યમથી કરવામાં આવેલ અપીલ બાદ ગણતરીની કલાકોમાં હજારોની સંખ્યામાં તેમની ફેસબુક પોસ્ટને ઘણી લાઈક મળી છે. તો સાથે સાથે કોમેન્ટ અને શેર પણ થઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ધૈર્યરાજ સિંહ માટે અત્યાર સુધીમાં 6.22 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર થયું છે.ધૈર્યરાજ સિંહ રાઠોડને બચાવવા માટે અત્યાર સુધીમાં જુદા જુદા સમાજના લોકો આગળ આવ્યા છે. ફૂલ નહીં પરંતુ ફૂલની પાંખડી પણ ત્રણ મહિનાના માસુમ બાળકને બચાવવા માટે અર્પણ કરી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર ખાતે પણ કરણી સેના બાળક માટે ભંડોળ એકત્ર કરવા માટે જુદા જુદા સિગ્નલ પર ડોનેશન બોક્સ સાથે જોવા મળી રહી છે. બીજી તરફ લોકોનો પણ કરણી સેનાને સપોર્ટ મળી રહ્યો છે.

Ravindra Jadeja's wife caught without mask, argues with cops | Hindustan Times

બાળકોની નિર્દોષતા જ તેના પ્રત્યે લાગણી ઉપજાવે છે ત્યારે આવી અઘરી બીમારી સાથે જન્મેલા  ત્રણ મહિનાના માસુમ બાળક ધૈર્યરાજ સિંહ રાઠોડને બચાવવા રીબડાના રાજદીપ સિંહ જાડેજા પણ માટે અપીલ કરી ચૂક્યાં છે. 8મી માર્ચના રોજ ધૈર્યરાજ સિંહ રાઠોડના માતા-પિતા તેમના પુત્રને લઈ રાજદીપ સિંહ રીબડાને ત્યાં મળવા ગયા હતા. આ સમયે રાજદીપ સિંહ દ્વારા ધૈર્ય રાજસિંહને મદદની અપીલ કરતો હોય તે પ્રકારનો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો હતો.

Post navigation

મહારાષ્ટ્રે વધારી સમગ્ર દેશની ચિંતા, છેલ્લાં 24 કલાકમાં 16,620 નવા કેસ, કુલ કેસ 23 લાખને પાર
સો દીકરીઓને દત્તક લેવાનું પ્રેરણાદાયી કાર્ય, બીઇંગ વુમનની અનોખી પહેલ

More Posts

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે બાળકી(Death Of Two Girls)ના મોત મામલે નવી માહિતી સામે આવી છે

Ahmedabad News/ ચાંદખેડા બે બાળકીના મોત મામલે નવો ખુલાસો

May 5, 2026May 5, 2026Nikunj Patel
26 જૂન 2022નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજનું રાશિફળ/ 26 જૂન 2022નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

June 26, 2022June 25, 2022Maya Sindhav
દેવાદાર

Video/ ‘દેવાદાર થઈ ગયું છે પાકિસ્તાન ‘, રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પોતે કહ્યું આ મોટી વાત – વીડિયો વાયરલ

February 19, 2023February 19, 2023Maya Sindhav

EPF Rate/ EPF ખાતાધારકોને મળશે ભેટ, EPFO ​​બોર્ડ 12 માર્ચે 2021-22 માટે વ્યાજ દરની કરશે જાહેરાત

March 12, 2022garima rao

Not Set/ ભાજપે અને PM મોદીએ ચૂંટણીમાં આપેલા અમુક વચનોની પૂર્તિ માટે પ્રજાએ રાહ જોવી પડશે. જાણો શું છે ભાજપની મજબૂરી?

May 28, 2019Bhavesh Vyas

Bharat Rice/ છૂટક બજારમાં ₹29 પ્રતિ કિલો ચોખા વેચશે સરકાર, વેપારીઓને પોર્ટલ પર સ્ટોક અપડેટ કરવા જણાવ્યું

February 2, 2024Maya Sindhav

Not Set/ અમદાવાદ/ જિલ્લામાં ગુનેગારો બન્યા બેફામ, ગોમતીપુરમાં યુવક પર કર્યો હુમલો

July 5, 2020arjun patel

Not Set/ પોલીસ-સૈન્ય જ્યારે આવા નારા લગાવે એટલે સમજો કાળા કૃત્યને છુપાવી રહ્યા છે : સંદિપ દિક્ષીત

December 27, 2019December 27, 2019hardik shah

રાશિફળ/ કેવી રહેશે આપની 15/12/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

December 15, 2020December 15, 2020Maya Sindhav
PAKISTAN

World News/ પાકિસ્તાન અને બાંગ્લાદેશથી વધી શકે ખતરો? હમાસ અંગે ઇઝરાયલનો મોટો ખુલાસો

June 17, 2026Reena Mamnani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy