@પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ – બનાસંકાઠા
સરકાર ગામડે ગામડે વિકાસ થાય તેના માટે યથાગ પ્રયાસ કરતી જોવા મળી છે. ગામડામાં એનક પાયાની સુવિધા મળે તે માટે યોજનાઓ અને ગ્રાન્ડ પાસ કરતી હોય છે. પરતું આ ગ્રાન્ડ ગામડાઓ સુધી પહોચતી નથીં. આવી જ કઈ ઘટના બનાસકાંઠના લાખણી તાલુકામાં બની છે શું છે સમગ્ર મામલો…
સરપંચનો વિકાસ..!
સરપંચ બન્યા ગામના વિકાસમાં અડચણરૂપ
ગામનો નહીં પણ કર્યો પોતાનો વિકાસ
સરકારની ગ્રાન્ટ છતા વિકાસ ક્યાંય નહીં
ગામના લોકો માગે છે સરકાર પાસે ન્યાય
ભારત અને ગુજરાત સરકારે ગામડાના વિકાસ થાય એ માટે અનેક યોજના થકી નાણાં આપવામાં આવે છે. ત્યારે લાખણી તાલુકાના વાસણ કુંડા ગામે પંચાયતના સરપંચ અને તેમના મળતીયાઓ વિકાસના કામમાં ખુલ્લી લૂંટ ચલાવી છે. ગામના અલગ અલગ વિકાસના કામ માં મન મૂકી ને સરપચ દ્રારા ગેરરીતિ આચરી ને નાણાં પોતાના ઘર ભેગા કર્યા હોવાના આક્ષેપ ગામના લોકોએ કર્યા છે.
સરકારના પૈસાનું ચાઉ કરવાનું સમગ્ર કૌભાંડ ગામના એક જાગૃત નાગરીક દ્વારા આરટીઆઈ કર્યા બાદ સામે આવ્યું. 54 લાખની ગ્રાન્ટ સામે માત્ર ગામમાં 30 લાખના જ કામ કરવામાં આવ્યાં. અને 20 લાખની ચાઉ કરી દેવામાં આવ્યાં. એક જ રસ્તા માટે ત્રણ ત્રણ વાર ગ્રાન્ટ પાસ કરવામાં આવી, છતા પાણ રસ્તા એમના એમ રહ્યાં. ગામના સરપચ ગેરરીતિ ના કારણે ગામ નો રૂંધાઈ ગયો..સરપંચના કારણે સ્કુલ,કોટ અને રસ્તાના વિકાસના જગ્યાએ સરપંચોના ઘરનો વિકાસ થયો.
સરપંચ વિરુદ્ધ વારંવાર લેખિત અને મૈખિત રજુઆત કરવા છતા પણ તાલુકા અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરવાનું ટાળે છે… ત્યારે ગુજરાત સરકાર જાગે અને આવા ગેરરીતિ માં માઝા મુકતા ગામપંચાયત ના સરપંચ સામે એક્શન લેય તેની ગામના લોકો માગ કરી રહ્યાં છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
