Lifestyle: દીપાવલીનો તહેવાર (Dipawali Festival) બારણે ટકોરા મારી રહ્યો છે. તમામ લોકો, વિશેષ કરીને ગૃહિણીઓ પોત-પોતાના ઘરની સાફ-સફાઇ કરવામાં વ્યસ્ત હશે. શું તમે પણ તમારા ઘરમાં સફાઇ અભિયાનનો આરંભ કરી દીધો છે? સૌ કોઇ જાણે છે કે દીવાળી પહેલા ઘરને સ્વચ્છ કરવું (House Cleaning) એ મહેનતનું કામ છે અને એમાં ઘણો સમય પણ લાગે છે. આવામાં અન્ય વસ્તુઓ તો સ્વચ્છ થઇ જાય છે પરંતુ, સોફામાં ભરાયેલી ધૂળનું શું કરવું એ માથાનો દુ:ખાવો બની જાય છે!
અમુક લોકો સોફા (Sofa)ને સ્વચ્છ કરવા માટે ડ્રાય ક્લીન (Dry Clean) કરાવવાનું પસંદ કરે છે જેમાં ઘણો નાણાકીય વ્યય થાય છે. જો તમે આ ખર્ચ બચાવવા માંગતા હો તો સોફાને સાફ કરવા માટે તમે આ દેશી જુગાડ (Home Remedy) અપનાવી શકો છો. તમે અહિં આપેલી ટિપ્સ (Tips) ને અજમાવીને તમારા ધૂળ ભરેલા સોફાને સ્વચ્છ નવા જેવા લાગે તેવા, બનાવી શકો છો.

સોફાને સાફ કરવાની ટિપ્સ
1. સૌપ્રથમ તમારે સોફાને ઝાપટિયા વડે સારી રીતે ઝાટકીને એની ધૂળ દૂર કરવાની રહેશે. આ માટે તમે વેક્યુમ ક્લીનર (Vacuum Cleaner)નો ઉપયોગ પણ કરી શકો છો. કપડા કે બ્રશની મદદથી પણ તમે ધૂળને હટાવી શકો છો.
2. સોફાના કુશન પરથી કવર દૂર કરીને એને પણ ઝાટકી લેવા અને કુશન કવરને ધોઇ લેવા.

3. સોફાને સ્વચ્છ કરવા માટે તમે લીંબુ તથા શેમ્પૂ (Lemon Juice & Shampoo)નો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે એક વાસણમાં થોડું પાણી લેવાનું રહેશે. હવે એમાં માઇલ્ડ શેમ્પૂને મિક્સ કરી લો અને હલાવીને એનું ફીણ બનાવી લેવું. ત્યાર બાદ, એમાં લીંબુનો રસ ભેળવી લો. આ મિશ્રણને તમે એક નેચરલ ક્લીનર (Natural Cleaner) તરીકે વાપરી શકો છો.
4. હવે આ ક્લીનરની સહાયતાથી તમે પ્રથમ તો સોફાના હેન્ડલને સ્વચ્છ કરી લો. હવે એમાં કોઇ સ્પંજ કે કપડું (Sponge or Cloth) બોળીને સારી રીતે નીચોવી લેવું. આ કપડા કે સ્પંજ વડે આખા સોફાને સાફ કરી લેવો.

5. અંતે, સુતરાઉ કપડાને સ્વચ્છ પાણીમાં પલાળીને નીચોવી લો અને પછી સોફા પર લાગેલા ફીણને, સૂકાય એ પહેલાં જ સાફ કરી લેવું. સાબુનો ભાગ રહેવો ન જોઇએ.
6. જો તમે રાખી શકો તો, આ સ્વચ્છ થયેલા સોફાને પંખા નીચે અથવા કોઇ હવાની અવરજવર હોય એવી જગ્યાએ રાખો જેથી એ સારી રીતે સુકાઇ જાય. તમારા સોફા તદ્દન સાફ-સુથરા દેખાશે!
અગત્યની નોંધ- જો તમારા સોફાના કવરનું કાપડ પાતળું કે સિન્થેટિક હોય તો તમારે સફાઇ માટે સ્પંજનો ઉપયોગ જ કરવો જોઇએ. પરંતુ, સોફાનું કવર જો જાડું, મજબૂત કપડાનું બનેલું હોય તો સફાઇ માટે તમારે સ્કૉચ બ્રશ (Scotch Brush)નો ઉપયોગ કરવો જોઇએ.
આ પણ વાંચો:અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!
આ પણ વાંચો:વોશિંગ મશીનમાં કેવી રીતે ધોવા રીંગ વાળા પડદા? મૂંઝાશો નહિં, અજમાવો આ ટિપ્સ…
આ પણ વાંચો:કિચન સિંક અને પ્લેટફોર્મ સ્લૅબ ગંદા થઇ ગયા છે? મિનિટોમાં થશે સાફ, અઠવાડિયામાં એકવાર આ ટિપ્સ ફૉલો કરો
