Video/ Disha Pataniનું આ ગીત મચાવી રહ્યું છે ધૂમ, Videoમાં જોવા મળ્યું ગજબનું ટશન…

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીના ગીતનો વીડિયો ‘મેરે નસીબ મેં’ (Mere Naseeb Mein) રિલીઝ થયો છે, તેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટાણી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના ચાહકો હંમેશા તેની નવી તસવીર અને વીડિયોની રાહ જોતા હોય છે. અભિનેત્રીએ દિશા પટણીની ફિલ્મોની રાહ જોઇ રહેલા ચાહકો માટે દિશાએ […]

Entertainment

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીના ગીતનો વીડિયો ‘મેરે નસીબ મેં’ (Mere Naseeb Mein) રિલીઝ થયો છે, તેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટાણી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના ચાહકો હંમેશા તેની નવી તસવીર અને વીડિયોની રાહ જોતા હોય છે. અભિનેત્રીએ દિશા પટણીની ફિલ્મોની રાહ જોઇ રહેલા ચાહકો માટે દિશાએ એક સરપ્રાઈઝ આપી છે. તેનો ગીતનો વીડિયો ‘મેરે નસીબ મેં’ રિલીઝ થયો છે, તેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

જબરદસ્ત છે આ વીડિયો
યુટ્યુબ પર રિલીઝ થયેલા આ ગીત ‘મેરે નસીબ મેં’ નો વીડિયો રિલીઝ થતાની સાથે જ વાયરલ થયો છે. આ બોલિવૂડના સુપરહિટ ગીત ‘મેરે નસીબ મેં’ ની રીમેક છે. દિશા આ ગીત પર જબરદસ્ત સ્ટાઇલમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.

સલમાન ખાનને આર્મ્સ લાઇસન્સ કેસમાં કોર્ટ તરફથી મોટી રાહત, ફોટો શેર કરી કહ્યું આવું…

દિશા પટાણીએ આ ગીત ‘મેરે નસીબ મેં’ પોતાની યુટ્યુબ ચેનલ પર લોન્ચ કર્યું છે. ગીતમાં દિશાનો અંદાજ પહેલેથી જ અલગ લાગી રહ્યો છે. તેણે પિંક કલરનો પોશાક પહેર્યો છે જે તેના પર ખૂબ જ સુંદર લાગે છે. તેનો લૂક પિંક ટ્યુબ ટોપ્સ અને પિંક પેન્ટમાં જોવા મળી રહ્યો છે. શનિવારે રિલીઝ થયેલા આ ગીતને અત્યાર સુધીમાં 3 લાખ 80 હજારથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે.

આ ફિલ્મોમાં જોવા મળશે
વર્કફ્રન્ટની વાત કરીએ તો દિશા પટણી ગયા વર્ષે ‘મલંગ’માં જોવા મળી હતી. આ સિવાય તેણે સલમાન ખાન સાથે ‘ભારત’માં મહત્વની ભૂમિકા ભજવીને લોકોની પ્રશંસા પણ મેળવી છે. આ દિવસોમાં દિશા ફરી એકવાર સલમાન ખાન સ્ટારર ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે લીડ એક્ટ્રેસની ભૂમિકામાં જોવા મળશે.