આંદોલનજીવી/ PM દ્વારા ઉચ્ચારાયેલા ‘આંદોલનજીવી’ શબ્દને હાર્દિક પટેલે ટ્વીટર પર આ રીતે ચગાવ્યો

સંસદમાં PM મોદીનાં એક શબ્દ (આંદોલનજીવી) થી સમગ્ર દેશમાં તેઓ ચર્ચાનો વિષય બની ગયા છે. લોકો અલગ-અલગ રીતે તેને જોઇ રહ્યા છે.

Trending

સંસદમાં PM મોદીનાં એક શબ્દ (આંદોલનજીવી) થી સમગ્ર દેશમાં તેઓ ચર્ચાનો વિષય બની ગયા છે. લોકો અલગ-અલગ રીતે તેને જોઇ રહ્યા છે. ઘણા આ શબ્દોની ટીકા કરી રહ્યા છે તો ઘણા તેનો વિરોધ કરી રહ્યા છે. તમે સોશિયલ મીડિયામાં જોઇ શકશો કે આ મુદ્દે ઘણી ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે આ વચ્ચે ગુજરાતમાં કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પણ કઇક અલગ રીતે ટ્વીટર મારફતે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે.

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાંથી પણ ખેડૂતોનાં આંદોલનને પૂરો ટેકો મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પણ આ મુદ્દે સરકારને ઘેરી લેવાનાં મૂડમાં આવી ગઇ છે. રાજ્યમાં કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટનું નામ બદલી મોદી સરકારને જવાબ આપવાનું કામ કર્યુુુ છે. જી હા, હાર્દિક પટેલે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટનું નામ બદલી ‘Andolanajeevi Hardik Patel’ કર્યુ છે. વળી તેમણે પોતાના અંતિમ ટ્વીટમાં PM મોદીનાં આંદોલનજીવી શબ્દ પર કટાક્ષ કરતા પૂર્વ વડાપ્રધાન અટલજીને યાદ કરતા લખ્યુ કે,  આપણા બધાનાં વહાલા, પૂર્વ વડા પ્રધાન અટલજી આંદોલન દરમિયાન બળદ ગાડા લઈને સંસદમાં જતા હતા, આજે મોદીજીએ તેમને પણ આંદોલનજીવી કહી દીધા. અટલજીનું અપમાન, ભારત સહન નહીં કરે.

https://twitter.com/HardikPatel_/status/1358984387577212928?s=20

ઉલ્લેખનીય છે કે, દેશમાં છેલ્લા અઢી મહિનાથી પણ વધારે સમયથી ખેડૂતો દિલ્હીની સીમા પર આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોનાં મતે સરકાર દ્વારા તેમના વિરુદ્ધ ત્રણ કાયદાઓ લાવવામાં આવ્યા છે, જેના વિરોધમાં આ ખેડૂતો શિયાળાની ઠંડીમાં આંદોલન કરી રહ્યા છે. ત્યારે આ આંદોલન કરી રહેલા ખેડૂતોને આજે ચારે દિશાએથી સમર્થન મળી રહ્યુ છે. વળી બીજી તરફ વિપક્ષ દ્વારા ખેડૂતોને થઇ રહેલા સમર્થન પર PM મોદીનાં સંસદમાં ભાષણ કે જેમા તેમણે આંદોલનજીવીનો ઉલ્લેખ કર્યો હતો, તેને લઇને ખૂબ વાદ-વિવાદ થઇ રહ્યો છે. ત્યારે જોવાનુ રહેશે કે આ વાદ-વિવાદ વચ્ચે આપણા દેશનો ખેડૂત ક્યા સુધી આ આંદોલન કરી શકે છે. સવાલ એ પણ છે કે, શું સરકાર આ આંદોલન કરી રહેલા ખેડૂતોનો અવાજ સાંભળી તેમની માંગને પૂરા કરશે ખરા, જોવુ રહ્યુ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ