Relationship/ સોશિયલ મીડિયાની જફામારી, બે વર્ષ સુધી પોતાની બેનને જ ડેટ કરી ખબર ન પડી

સોશિયલ મીડિયા ડેટિંગમાં સૌથી મોટું જોખમ એ છે કે સામેવાળી વ્યક્તિની ઓળખ પણ ખબર નથી હોતી. આ સંજોગોમાં ઘણી વખત તો પોતાના જ ઓળખીતા નીકળતા હોય છે, કેટલાક કિસ્સામાં તો પતિપત્ની પોતે એકબીજા સાથે ઓળખ છૂપાવીને આ રીતે ડેટિંગ કર્યા કરતા હોય છે, જ્યારે આવા જ એક કિસ્સામાં એક ભાઇને ઓનલાઇન ડેટિંગ કર્યાના બે વર્ષ પછી ખબર પડી કે અલ્યા આ તો મારી બેન જ હતી.

Trending Lifestyle Relationships

સોશિયલ મીડિયા ડેટિંગમાં સૌથી મોટું જોખમ એ છે કે સામેવાળી વ્યક્તિની ઓળખ પણ ખબર નથી હોતી. આ સંજોગોમાં ઘણી વખત તો પોતાના જ ઓળખીતા નીકળતા હોય છે, કેટલાક કિસ્સામાં તો પતિપત્ની પોતે એકબીજા સાથે ઓળખ છૂપાવીને આ રીતે ડેટિંગ કર્યા કરતા હોય છે, જ્યારે આવા જ એક કિસ્સામાં એક ભાઇને ઓનલાઇન ડેટિંગ કર્યાના બે વર્ષ પછી ખબર પડી કે અલ્યા આ તો મારી બેન જ હતી.

તેણે જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન તે ફ્રી હતો ત્યારે ટ્વીટર પર એક ગ્રુપ સાથે જોડાયો હતો. તેની સાથે બીજા લોકો પણ હતા અને તેમની તસ્વીરો શેર કરતા હતા, પરંતુ તે પોતે ક્યારેય તેની તસ્વીર શેર કરતો ન હતો. તે પોતાની તસ્વીર છૂપાવી રાખતો હતો. ગણતરીના દિવસોમાં તેને ગ્રુપની છોકરી બેલા સાથે પ્રેમ થઈ ગયો હતો અને તે તેની તસ્વીરો શેર કરવા લાગી હતી. બંનેએ નંબર શેર કર્યા અને ચેટિંગ તથા ફોન પર વાતો થવા લાગી હતી. પણ ત્યાં સુધી તેમને ખબર ન હતી કે તે ભાઇબેન છે. હકીકત બહાર ત્યારે આવી જ્યારે તે વ્યક્તિના માતાપિતાએ નાયગરા ધોધ જોવા જવાનો પ્લાન બનાવ્યો. આ દરમિયાન તેણે ટ્વિટર પર જોયું તો બેલાનો સંદેશો હતો કે તે રજા પર જઈ રહી છે. તેણે પોતાની તસ્વીરો શેર કરી. આ બધા વચ્ચે પરિવારે નક્કી કર્યુ કે તે બહેનના રૂમ પર જશે, બહેન ત્યાં ભણતી હતી.

આ વ્યક્તિ બેનના રૂમમાં પહોંચ્યો અને પછી તેના બાથરૂમમાં ગયો તો દંગ રહી ગયો આ એ જ બાથરૂમ છે જ્યાંથી તેની બહેને તેને તસ્વીરો મોકલતી હતી. તેથી તેણે બહેનને પૂછ્યુ કે તારી કોઈ રૂમમેટ છે જે કદાચ તસ્વીરો મોકલતી હોય. તેની બહેને જણાવ્યું હતું કે ના હું એકલી રહું છું. તે સમયે તેને ખબર પડી કે આ તો તેની બહેન જ તસ્વીરો મોકલે છે. તેના પગ તળેથી ધરતી ખસકી ગઈ. તે તેની બહેનને શું કહે. હવે તે અસમંજસમાં છે કે આગળ શું કરવું. વાત કઈ રીતે બતાવવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM મોદીએ કહ્યું ‘મને માફ કરો, તમામ પ્રોટોકોલ છોડીને અંહી પહોંચ્યો’, ગયામાં ચૂંટણી પ્રચારના કાર્યક્રમમાં સૌને આશ્ચર્યમાં કર્યા ગરકાવ

આ પણ વાંચો: મારું નામ કેજરીવાલ અને હું…’, AAP નેતા સંજય સિંહે વાંચ્યો CMનો પત્ર, તિહારનો પર્દાફાશ

આ પણ વાંચો:મુસ્લિમ મતદારો કયા રાજકીય પક્ષને કરશે સમર્થન, સપા, બસપા, આપ, કોંગ્રેસ કે પછી …? સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો:શ્રીનગરની ઝેલમ નદીમાં બાળકોને લઈ જતી બોટ પલટી જતાં 4 ના મોત