Blast/ રશિયાના સુપરમાર્કેટમાં વિસ્ફોટ બાદ બિલ્ડીંગ થઈ ધરાશાયી

બ્લાસ્ટ સવારે સુપરમાર્કેટમાં આવેલી ત્રણ માળની બિલ્ડિંગમાં થયો હતો. આ સુપરમાર્કેટમાં ઘણી અન્ય દુકાનો અને ઓફિસ પણ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિસ્ફોટ કદાચ ગેસ લિકેજને કારણે થયો હતો.

World

રશિયાના વ્લાદિકાવકાઝ શહેર એક મોટો વિસ્ફોટ થયો છે. જેના કારણે અહીંની સુપરમાર્કેટની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે. માનવામાં આવે છે કે આ અકસ્માત પાછળનું કારણ ગેસ લિક વિસ્ફોટ હોઈ શકે છે. આ બાબતે, રશિયન સંવાદ સમિતિઓએ કહ્યું કે આ વિસ્ફોટમાં કદાચ કોઈ જાનહાનિ થઈ ન હતી. સરકારની સંવાદ સમિતિ ‘તાસ’ એ કહ્યું કે વિસ્ફોટ સમયે એક વ્યક્તિ મકાનમાં હતો. કાટમાળમાંથી તેને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, બ્લાસ્ટ સવારે સુપરમાર્કેટમાં આવેલી ત્રણ માળની બિલ્ડિંગમાં થયો હતો. આ સુપરમાર્કેટમાં ઘણી અન્ય દુકાનો અને ઓફિસ પણ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિસ્ફોટ કદાચ ગેસ લિકેજને કારણે થયો હતો.

વિસ્ફોટમાં બિલ્ડિંગ સંપૂર્ણ રીતે નાશ પામ્યું હતું અને તેની પાસે આવેલી અનેક રહેણાંક મકાનોની બારીઓ પણ તૂટી ગઈ હતી. રશિયાની તપાસ સમિતિએ આ કેસમાં પ્રાથમિક તપાસ શરૂ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…