Entertainment News: બોલીવુડનો આ પ્રખ્યાત એક્ટર છે અને એણે અભિનય દ્વારા પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. અન્ય લોકપ્રિય ફિલ્મસ્ટાર શાહીદ કપૂર (Shahid Kapoor) એનો ભાઈ છે. આ અભિનેતા છે ઈશાન ખટ્ટર (Ishan Khattar)…ઈશાન પોતાના બેબાક બયાનો માટે જાણીતો છે. તાજેતરમાં એણે પૌરુષત્વ અને નારીવાદ (Masculinity and Feminism) અંગે પોતાનો મત જાહેર કર્યો છે. એણે એમ પણ જણાવ્યું છે કે, એના પોતાના દ્રષ્ટિકોણમાં આ પરિવર્તન શી રીતે આવ્યું!!

બોલીવુડ એક્ટર ઈશાન ખટ્ટર (Ishan Khattar) નું પૌરુષત્વ વિશે મંતવ્ય
અભિનેતા ઈશાન ખટ્ટર (Ishan Khattar, Bollywood Actor) નું માનવું છે કે, સદાકાળથી પુરુષો એક સારા પુરુષ (Man) બનવા કરતા એક મહિલા (Woman) નહિં બનવાનો પ્રયાસ કરતા રહે છે! સમાજ અને ફિલ્મોમાં દર્શાવવામાં આવતા આલ્ફા મેન કલ્ચર (Alpha male culture) વચ્ચે ઈશાન ખટ્ટરે પૌરુષત્વ અને પુરુષ અંગેના પોતાના વિચારોને શૅર કર્યા છે. આ યંગ એક્ટર (Ishan Khattar)નું માનવું છે કે, એની કેરિયરમાં મહિલા ફિલ્મ મેકર્સ (Women filmmakers) નું ઘણું મોટું યોગદાન રહેલું છે અને એક નારીવાદી દ્રષ્ટિકોણે જ એના કેરિયરને એક આગવી ઓળખ પણ પ્રદાન કરી છે!

‘મને મારી માતાએ એકલા હાથે મોટો કર્યો છે!’
યુવા ઑલ સ્ટાર્સ રાઉન્ડટેબલ 2025 માં પહોંચેલા ઈશાન ખટ્ટરે (Ishan Khattar) પૌરુષત્વ વિશેનું પોતાનું મંતવ્ય શૅર કરતા જણાવ્યું હતુ કે, પુરુષોને પુરુષ બનવાનું શીખવવામાં નથી આવતું, એમને તો કેવળ સ્ત્રી ન બનવું એવું જ શીખવાડવામાં આવે છે! અહિં પુરુષ હોવાનો મારો અર્થ પુરુષ અને સ્ત્રી વચ્ચેના સંબંધો (Relationship) સાથે જોડાયેલો છે. મારા માટે પૌરુષત્વની પરિભાષા આ તથ્યથી નિર્ધારિત થઈ છે કે, મારું પાલન-પોષણ મારી માએ એકલા હાથે કર્યું છે! એ વાત તો સર્વવિદિત છે કે, ઈશાન અભિનેતા રાજેશ ખટ્ટર તથા નીલિમા અઝીમ (Rajesh Khattar and Neelima Azim)નો દીકરો છે. ઈશાન જ્યારે કેવળ 6 વર્ષનો હતો ત્યારે જ એના માતા-પિતા અલગ થઇ ગયા હતા.

કેરિયર દરમિયાન ઈશાને 50% મહિલા ફિલ્મ મેકર્સ સાથે કામ કરેલું છે
વર્ષ 2017માં શરુ થયેલી કારકિર્દીમાં ઈશાને મીરા નાયર (Meera Nayar), નૂપુર અસ્થાના અને પ્રિયંકા ઘોષ જેવી મહિલા ફિલ્મ મેકર્સ સાથે કામ કર્યું છે. આ મહિલા કહાનીકારોના નિર્દેશનમાં કામ કરવાથી ઈશાનના નારીવાદી દ્રષ્ટિકોણને સમજવામાં મદદ મળી શકે છે. આ અંગે વાતચીત કરતા અભિનેતાએ જણાવ્યું હતું કે, “વાસ્તવમાં હું નારીવાદી દ્રષ્ટિકોણનો હિસ્સો રહેલો છું અને એને મેં નજીકથી નીરખ્યો છે, એટલે હું એને કેટલાક અંશે સમજી શક્યો છું. આજ સુધીના, મારા આઠ વર્ષના કેરિયરમાં મને લાગે છે કે, મેં 50 ટકા કામ મહિલા ફિલ્મ નિર્માત્રીઓ સાથે કર્યું છે. એક ભિન્ન દ્રષ્ટિકોણને સમજવો એ એક શક્તિશાળી બાબત છે અને સિનેમા (Cinema)નો ઉદ્દેશ્ય આ જ છે. અમે બધા આ જ કરીએ છીએ, અમારું કામ સહાનુભૂતિ દર્શાવવાનું છે.”

છેલ્લે ‘હોમબાઉન્ડ’ માં દેખાયો હતો આ એક્ટર
કારકિર્દીની વાત કરીએ તો ઈશાન ખટ્ટર (Ishan Khattar) છેલ્લે આ જ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘હોમબાઉન્ડ’ (Homebound)માં દેખાયો હતો. 2025ની આ એક ભારતીય હિન્દી ડ્રામા ફિલ્મ છે જેમાં ઈશાન ખટ્ટર, જાહ્નવી કપૂર અને વિશાલ જેઠવાએ અભિનયના અજવાળા પાથર્યા છે. મજાની વાત એ છે કે, ફિલ્મ ‘મસાન'(Massan) અને ‘Sacred Games’ જેવી Series બનાવનાર, નીરજ ઘાયવાન (Neeraj Ghaywan) દ્વારા નિર્દેશિત આ ફિલ્મને ભારત (India) તરફથી ઑસ્કાર એવોર્ડ (Oscar Award) માટે પણ મોકલવામાં આવી છે.
આ પણ વાંચો: ઈદ 2026 પર આવશે ‘ધુરંધર 2’, પાંચ ભાષાઓમાં પેન-ઈન્ડિયા રિલીઝ
આ પણ વાંચો: થલપતિ વિજયે સિનેમાને કહ્યું અલવિદા, હવે રાજકારણ પર સંપૂર્ણ ફોકસ
આ પણ વાંચો: તારા સુતારિયા : એપી ધિલ્લોનના કોન્સર્ટ વિવાદ પર તારા અને વીર પહાડિયાનું મૌન તૂટ્યું
