Entertinment News/ થલપતિ વિજયે સિનેમાને કહ્યું અલવિદા, હવે રાજકારણ પર સંપૂર્ણ ફોકસ

થલપતિ વિજયે (Thalapathy Vijay) 33 વર્ષ બાદ એક્ટિંગથી સંન્યાસની જાહેરાત કરી. ‘જન નાયકન’ તેમની છેલ્લી ફિલ્મ રહેશે. હવે રાજકારણ પર રહેશે સંપૂર્ણ ધ્યાન.

Trending Entertainment
Thalapathy Vijay

Tamil Actor Thalapathy Vijay Retirement : તમિલ સિનેમાના સુપરસ્ટાર થલપતિ વિજયે (Thalapathy Vijay) પોતાના 33 વર્ષના લાંબા અને સફળ એક્ટિંગ કરિયરને અલવિદા કહ્યુ છે. 27 ડિસેમ્બર 2025ના રોજ મલેશિયામાં આયોજિત ફિલ્મ ‘જન નાયકન’ના ઓડિયો લોન્ચ કાર્યક્રમ દરમિયાન તેમણે જાહેર કર્યું કે હવે તેઓ સંપૂર્ણપણે રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

થલપતિ વિજયે (Thalapathy Vijay) માત્ર 10 વર્ષની ઉંમરે તમિલ ફિલ્મ ‘વેટ્રી’થી બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ 18 વર્ષની ઉંમરે 1992માં આવેલી ફિલ્મ ‘નાલૈયા થીરપ્પુ’માં મુખ્ય ભૂમિકા ભજવીને તેઓ હીરો તરીકે ઉભરી આવ્યા. 33 વર્ષ સુધી સતત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવ્યા બાદ હવે તેમણે સિનેમાથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે.

51 વર્ષીય થલપતિ વિજય (Thalapathy Vijay) માટે ‘જન નાયકન’ તેમની છેલ્લી ફિલ્મ રહેશે. આ ફિલ્મના ઓડિયો લોન્ચ દરમિયાન ફેન્સને સંબોધતા તેમણે ભાવુક શબ્દોમાં કહ્યું કે, હવે તેઓ પોતાના રાજકીય કરિયરને સંપૂર્ણ સમય આપવા માંગે છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે તેમણે પોતાની રાજકીય પાર્ટી ‘તમિલગા વેટ્ટ્રી કઝગમ’ની શરૂઆત કરી હતી અને તમિલનાડુ રાજ્યની રાજનીતિમાં સક્રિય રીતે પ્રવેશ કર્યો છે.

“મારા ફેન્સ માટે હું હંમેશા ઊભો રહીશ” – Thalapathy Vijay

સંન્યાસની જાહેરાત કરતી વખતે વિજયે કહ્યું, “મારા માટે એક જ વાત સૌથી મહત્વની છે – લોકો મારા માટે થિયેટરમાં આવે છે અને મારી સાથે ઊભા રહે છે. આ જ કારણ છે કે હું આગામી 30-33 વર્ષ સુધી તેમના માટે ઊભો રહેવા તૈયાર છું. મારા ફેન્સ માટે જ હું સિનેમાથી વિદાય લઈ રહ્યો છું.” તેમણે આગળ ઉમેર્યું, “મેં સિનેમામાં નાનું રેતીનું ઘર બનાવવાની આશા સાથે પગલું મૂક્યું હતું, પરંતુ તમે મને મહેલ આપી દીધો. જે ફેન્સે 33 વર્ષ સુધી મારો સાથ આપ્યો છે, તેમના માટે આ વિજય પણ પોતાનું કર્તવ્ય નિભાવશે. તમારો આભાર હું જરૂર ચુકવીશ.

Thalapathy Vijay

‘જન નાયકન’ની કાસ્ટ અને રિલીઝ તારીખ

મલેશિયામાં યોજાયેલા કાર્યક્રમમાં અભિનેત્રી પૂજા હેગડે, પ્રિયમણી, સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર, ગીતકાર વિવેક, કોરિયોગ્રાફર શો બી માસ્ટર અને શેખર માસ્ટર હાજર રહ્યા હતા. ફિલ્મમાં અભિનેતા બોબી દેઓલ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મ ‘જન નાયકન’ આગામી 9 જાન્યુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ સાથે થલપતિ વિજયનો સિનેમાનો અધ્યાય પૂર્ણ થશે, પરંતુ તેમના ફેન્સ માટે તેમની રાજકીય સફર એક નવા યુગની શરૂઆત કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈદ 2026 પર આવશે ‘ધુરંધર 2’, પાંચ ભાષાઓમાં પેન-ઈન્ડિયા રિલીઝ

આ પણ વાંચો:ધુરંધર ફિલ્મ વિવાદમાં સપડાઈઃ બલોચ સમાજમાં આક્રોશ

આ પણ વાંચો:‘ધુરંધર’ ફિલ્મમાં અક્ષય ખન્નાના એન્ટ્રીસોન્ગ Fa9la ના દર્શકો બન્યા ક્રેઝી…!!