Ujjain/ સારા અલી ખાન પહોચી ઉજ્જૈન મહાકાલના દર્શન માટે, તેની ફિલ્મ માટે કરી પ્રાર્થના

ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ની રિલીઝ પહેલા સારા અલી ખાન ઉજ્જૈનના મહાકાલ મંદિર પહોંચી છે. સોશિયલ મીડિયા પર તેના બે વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે ભક્તિમાં તલ્લીન જોવા મળી રહી છે. તેની ફિલ્મ 2 જૂન 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Entertainment
Sara Ali Khan Ujjain

તાજેતરમાં સારા અલી ખાન(Sara Ali Khan) તેના કો-સ્ટાર વિકી કૌશલ(Vickey Kaushal) સાથે લખનૌ પહોંચી હતી, જ્યાં તેણે ભગવાન હનુમાનના દર્શન કર્યા હતા. આ પછી, તાજેતરમાં સારા અલી ખાન(Sara Ali Khan)નો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ઉજ્જૈન(Ujjain)ના મહાકાલ મંદિરમાં દર્શન કરવા પહોંચી છે. આ દરમિયાન તેને ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ફેન્સ પણ તેની સાદગીના ફેન થઈ ગયા છે. આ દિવસોમાં સારા તેની ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેમાં વિકી કૌશલ પણ મુખ્ય ભૂમિકામાં છે. લક્ષ્મણ ઉતેકરની આ ફિલ્મ 2 જૂન 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

આ વાયરલ વીડિયોમાં સારા અલી ખાન માથે દુપટ્ટો ઓઢીને મહાકાલની સામે હાથ જોડી પૂજા કરતી જોવા મળે છે.  આ સાથે પૂજારી પણ તેને કંઈક આપતા અને સમજાવતા જોવા મળે છે. સારાના બે વીડિયો સામે આવ્યા છે, જેમાં તે ભસ્મ આરતીમાં ભાગ લેતી જોવા મળી રહી છે અને સંપૂર્ણ રીતે ભક્તિમાં મગ્ન જોવા મળે છે. તેને ગર્ભગૃહમાં જળ અને દૂધથી અભિષેક પણ કર્યો હતો.

એમેઝોન પ્રાઇમ પર તેની ફિલ્મ ગેસલાઇટ રિલીઝ થઈ હતી, પરંતુ તેની અને વિક્રાંત મેસીની ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. સારા અલી ખાન વર્ષ 2023 અને 24માં ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળશે.

આ પણ વાંચો: Urfi Javed dress/OMG!! ઉર્ફી જાવેદે પહેર્યો ટેડી બિયર વાળો ડ્રેસ, બાળકો જોઇને થયા ખુશ

આ પણ વાંચો : Dance Video/નકુલ મહેતા એ સ્કર્ટ પહેરી કર્યો ડાન્સ, ચાહકોએ કહ્યું કે…

આ પણ વાંચો : Bollywood/મજબુરીમાં પ્રિયંકા ચોપરાને કરવી પડી હતી આ ફિલ્મ, કહ્યું સેટ પર આ રીતે કરવામાં આવતું હતુ ટ્રીટ