Bollywood/ મજબુરીમાં પ્રિયંકા ચોપરાને કરવી પડી હતી આ ફિલ્મ, કહ્યું સેટ પર આ રીતે કરવામાં આવતું હતુ ટ્રીટ

બોલીવુડ થી લઇ હોલીવુડ સુધી ધમાલ મચાવી રહેલી અભિનેત્રી એ તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે એકવાર તેને એક એવી ફિલ્મમાં કામ કરવું પડ્યું જે તે ક્યારેય કરવા માંગતી ન હતી.

Entertainment
પ્રિયંકા ચોપરા

બોલીવુડથી લઈ હોલીવુડ સુધી ધમાલ મચાવી રહેલ અભિનેત્રી પ્રિયંકા ચોપરાને કોઈ પરિચયની જરૂર નથી. ભલે તે કોઈ મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહી હોય કે તેના અંગત જીવન સાથે રીલેટેડ સીક્રેટ્સ શેર કરી રહી હોય, ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા ક્યારેય પણ કઈ બોલવામાં અચકાતી નથી. હાલમાં જ પ્રિયંકાએ ખુલાસો કર્યો હતો કે એકવાર તેને એક ફિલ્મમાં કામ કરવું પડ્યું હતું જેનાથી તેને નફરત હતી. અને આ બાબત પર અભિનેત્રીએ પોતાનો અનુભવ પણ શેર કર્યો છે.

જ્યારે પ્રિયંકાને મજબૂરીમાં આ ફિલ્મ કરવી પડી હતી

પ્રાઇમ વીડિયો ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં પ્રિયંકા લાઇવ ડિટેક્ટર ટેસ્ટનો સામનો કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન અભિનેત્રીને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના જવાબ તેને સાચા જવાબ આપવાના હતા. ‘દેશી ગર્લ’ એ તમામ સવાલોના જવાબ ઈમાનદારીથી આપ્યા. એક પ્રશ્ન હતો – શું તેને ક્યારેય એવી કોઈ ફિલ્મમાં કામ કર્યું છે જેનાથી તેને નફરત હોય.

આના જવાબમાં પ્રિયંકાએ કહ્યું કે

હા “હું તમને એ તો નહિ કહી શકું કે તે કઈ ફિલ્મ હતી પરંતુ હા, તે એક ઘૃણાસ્પદ અનુભવ હતો. હું ફક્ત કલાકો સુધી રાહ જોતી હતી. મારી લાઈન્સનો કોઈ અર્થ નહોતો. હું જ માત્ર ત્યાં કુંવારી હતી. અને તે ખૂબ જ મુશ્કેલ હતું.”

શું પ્રિયંકા ખરાટે લે છે?

આ વીડિયોમાં પ્રિયંકા ચોપરાએ તેના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો ખોલ્યા હતા. અભિનેત્રીએ જણાવ્યું કે તેના પતિ નિક જોનસ કહે છે કે તે સૂતી વખતે નસકોરા બોલાવે છે, પરંતુ તે નથી માનતી. એટલું જ નહીં, પ્રિયંકાએ એ પણ જણાવ્યું કે તેને બર્ગર કરતાં પરાઠા વધુ ભાવે છે.

પ્રિયંકા ચોપરાનું વર્ક ફ્રન્ટ

પ્રિયંકાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે તાજેતરમાં જ સ્પાય થ્રિલર સીરિઝ ‘ સિટાડેલ’માં જોવા મળી હતી. તેણે રિચર્ડ મેડન સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ શ્રેણીનું નિર્માણ રુસો બ્રધર્સ દ્વારા કરવામાં આવ્યું છે. તેમની આ વેબ સિરીઝને ખૂબ પસંદ કરવામાં આવી છે. આ સિવાય તે હોલિવૂડ ફિલ્મ ‘લવ અગેન’માં પણ જોવા મળી હતી.

આ પણ વાંચોઃ ધોની-આઇપીએલ-નિવૃત્તિ/ શરીર સાથ આપે તો આગામી સીઝન ક્રિકેટ ચાહકોને ભેટ આપવા માટે રમવાની ઇચ્છાઃ ધોની

આ પણ વાંચોઃ પંડ્યા-ધોની/ “જો મારે હારવું પડ્યું હોત તો…”: IPL ફાઇનલ હાર બાદ હાર્દિક પંડ્યાની એમએસ ધોનીને ભવ્ય શ્રદ્ધાંજલિ

આ પણ વાંચોઃ ગમખ્વાર અકસ્માત/ બોટાદ-ધંધુકા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, ત્રણના સ્થળે જ મોત