Toxic Box Office Collection Day 2 Kannada Movie Yash: સાઉથના સુપરસ્ટાર યશની બહુચર્ચિત ફિલ્મ ‘ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ’ને લઈને બોક્સ ઓફિસ પરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ફિલ્મે શરૂઆતના દિવસે જ જોરદાર કમાણી કરીને દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું, પરંતુ બીજા દિવસે તેની કમાણીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ફિલ્મે પહેલા દિવસે ભારતમાં આશરે ₹101.10 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. પરંતુ બીજા દિવસે એટલે કે ગુરુવારે ફિલ્મની કમાણી ઘટીને લગભગ ₹36.40 કરોડ રહી ગઈ. એટલે કે એક જ દિવસમાં કમાણીમાં લગભગ 64 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેમ છતાં બે દિવસનું કુલ ભારતીય નેટ કલેક્શન હવે લગભગ ₹137.50 કરોડ સુધી પહોંચી ગયું છે.

હિન્દી વર્ઝનનો દબદબો
‘Toxic’ના અલગ-અલગ ભાષાના વર્ઝનમાં હિન્દી ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કન્નડ ફિલ્મ હોવા છતાં હિન્દી માર્કેટમાંથી તેને નોંધપાત્ર કમાણી મળી છે. તેલુગુ વર્ઝનનું યોગદાન પણ સારું રહ્યું છે, જ્યારે તમિલ અને મલયાલમમાં બિઝનેસ પ્રમાણમાં ધીમો જોવા મળ્યો. બીજા દિવસે ફિલ્મના દેશભરમાં હજારો શોમાં સરેરાશ ઓક્યુપેન્સી લગભગ 26.6 ટકા નોંધાઈ હતી.
‘ધુરંધર 2’ સામે ક્યાં ઊભી છે ‘Toxic’?
બીજા દિવસની કમાણીની વાત કરીએ તો ‘ટોક્સિક’ની સરખામણી ‘ધુરંધર: ધ રિવેન્જ’ સાથે થઈ રહી છે. ‘ધુરંધર 2’એ બીજા દિવસે લગભગ ₹80.72 કરોડની કમાણી કરી હતી, જે ‘ટોક્સિક’ કરતાં ઘણી વધારે છે. જોકે ‘ટોક્સિક’નો બીજા દિવસનો આંકડો ‘ધુરંધર’ના પહેલા ભાગની કમાણી કરતાં વધુ રહ્યો છે. ગીતુ મોહનદાસના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં યશ સાથે કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી, તારા સુતારિયા અને રૂક્મિણી વસંત જેવા કલાકારો જોવા મળે છે. ફિલ્મ રિલીઝ પહેલાં ભારે ચર્ચામાં હતી, પરંતુ રિલીઝ બાદ દર્શકો તરફથી તેને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે વીકેન્ડ દરમિયાન ‘ટોક્સિક’ ફરી ઝડપ પકડે છે કે નહીં.
આ પણ વાંચો : યશની ‘Toxic’ એ બોક્સ ઓફિસ પર મચાવ્યો તાંડવ, પહેલા જ દિવસે રૂ. 140 કરોડથી વધુનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન
આ પણ વાંચો :કુદરતી આપત્તિઓ પર બનેલી પ્રખ્યાત ફિલ્મો; આ ફિલ્મોમાં દેખાયો કુદરતનો પ્રકોપ
આ પણ વાંચો :Toxic Review: યશની ફિલ્મમાં એક્શન અને સ્ટાઇલ તો છે, પરંતુ વાર્તા કેટલી અસરકારક?
