Entertainment News/ યશની ‘Toxic’ એ બોક્સ ઓફિસ પર મચાવ્યો તાંડવ, પહેલા જ દિવસે રૂ. 140 કરોડથી વધુનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન; ‘જવાન’ અને ‘ધુરંધર’ ના ધ્વસ્ત થયા રેકોર્ડ્સ

સુપરસ્ટાર યશની ફિલ્મ ‘Toxic’ એ પહેલા જ દિવસે ભારતમાં રૂ. 101.10 કરોડ અને વર્લ્ડવાઈડ રૂ. 140.75 કરોડની કમાણી કરી ‘જવાન’ અને ‘ધુરંધર’ ના રેકોર્ડ તોડી નાખ્યા છે.

Trending Entertainment
Toxic Scored a century on the very first day

Entertainment News : સુપરસ્ટાર યશના ચાહકો માટે 26 ઓગસ્ટનો દિવસ સૌથી ખાસ સાબિત થયો છે. ‘KGF 2’ ની સુપર-સક્સેસ બાદ ફેન્સ જે કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ‘Toxic’ ની રિલીઝ સાથે જ પૂર્ણ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર પ્રેક્ષકો તરફથી આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ (Mixed Response) મળી રહ્યો હોવા છતાં, બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ઓપનિંગ ડે પર જ એવો ધમાકો કર્યો છે જેણે ભારતીય સિનેમાના ઘણા મોટા દિગ્ગજોના રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે.

Toxic : પહેલા જ દિવસે રૂ. 100 કરોડ પાર: ઓપનિંગ ડે પર ઐતિહાસિક કમાણી

અગ્રણી ટ્રેકિંગ સાઈટ સાકનિલ્ક (Sacnilk) ના તાજેતરના અહેવાલો મુજબ, ‘Toxic’ એ રિલીઝના પ્રથમ દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર નેટ રૂ. 101.10 કરોડની કમાણી કરીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે. પ્રથમ દિવસે દેશભરમાં આ ફિલ્મના કુલ 24,579 શો દર્શાવવામાં આવ્યા હતા, જેનું ભારતમાં ગ્રોસ કલેક્શન રૂ. 120.75 કરોડ નોંધાયું છે. આ સિવાય વિદેશી માર્કેટ (Overseas) માંથી પણ ફિલ્મે રૂ. 20 કરોડ સર કર્યા છે. આ સાથે ફિલ્મનું પહેલા જ દિવસનું વૈશ્વિક ગ્રોસ કલેક્શન (Worldwide Gross Collection) રૂ. 140.75 કરોડ પર પહોંચી ગયું છે.

‘જવાન’ અને ‘ધુરંધર’ જેવી મોટા બજેટની ફિલ્મોને આપી ધોબીપછાડ

બોક્સ ઓફિસ કલેક્શનના મામલે યશની આ ફિલ્મે શાહરુખ ખાનની ‘જવાન’ અને રણવીર સિંહની ‘ધુરંધર’ સહિતની અનેક મોટા ગજાની ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ઓપનિંગ ડેના કલેક્શનમાં ‘Toxic’ એ કલ્કિ (રૂ. 95 કરોડ), સલા 2 (રૂ. 91 કરોડ), આદિપુરુષ (રૂ. 87 કરોડ), દેવરા (રૂ. 83 કરોડ) અને જવાન (રૂ. 75 કરોડ) ને માત આપી છે. એટલું જ નહીં, વર્લ્ડવાઈડ ઓપનિંગના મામલે આદિપુરુષ (રૂ. 128.08 કરોડ) અને જવાન (રૂ. 129.13 કરોડ) ના રેકોર્ડ્સ પણ તૂટી ગયા છે.

ધુરંધરના કલેક્શનને મોટા માર્જિનથી પછાડ્યું

રણવીર સિંહ સ્ટારર ‘ધુરંધર’ ફિલ્મે પોતાના ઓપનિંગ ડે પર ભારતમાંથી રૂ. 28 કરોડ નેટ અને રૂ. 33.60 કરોડ ગ્રોસ કમાણી કરી હતી. જ્યારે ઓવરસીઝમાંથી રૂ. 7.75 કરોડ મેળવીને તેનું કુલ વૈશ્વિક ગ્રોસ કલેક્શન રૂ. 41.35 કરોડ રહ્યું હતું. ‘Toxic’ એ આ આંકડાઓને બહુ મોટા તફાવતથી માત આપીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે.

ભાષાવાર કમાણીનો વિગતવાર આંકડો

‘Toxic’ ફિલ્મને મળેલી જબરદસ્ત સફળતામાં સૌથી મોટો ફાળો હિન્દી બેલ્ટનો રહ્યો છે. પહેલા દિવસે વિવિધ ભાષાઓમાંથી થયેલી કમાણી નીચે મુજબ છે:

હિન્દી વર્ઝન: 55 કરોડ

કન્નડ વર્ઝન: 23.30 કરોડ

તેલુગુ વર્ઝન:  16 કરોડ

તમિલ વર્ઝન: 5.50 કરોડ

મલયાલમ વર્ઝન: 1.30 કરોડ


આ પણ વાંચો :કુકૂ કોહલીનું નિધન: અજય દેવગણના મેન્ટોરને ગુમાવતાં બોલિવૂડમાં શોકની લાગણી

આ પણ વાંચો :Toxic Review: યશની ફિલ્મમાં એક્શન અને સ્ટાઇલ તો છે, પરંતુ વાર્તા કેટલી અસરકારક?

આ પણ વાંચો :પ્રખ્યાત ગાયિકા અને 11 વખત ગ્રેમી વિજેતા ડોલી પાર્ટનનું 80 વર્ષની વયે નિધન; સંગીત જગતમાં શોક