મહારાષ્ટ્રમાં આત્મહત્યાનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ૨૮ વર્ષીય એક મહિલાએ તેના સંતાન સાથે તળાવમાં પડતું મુકીને જીવન ટુંકાવ્યું છે.
ચંદ્રપુરમાં રહેતી આ મહિલાએ સંતાનને દુપટ્ટાથી પોતાની સાથે બાંધી દીધો હતો.
પોલીસની તપાસમાં આ મહિલાની ઓળખાણ રૂપાલી ગુજ્જેવાર તરીકે થઇ છે. ૧૯ નવેમ્બરના રોજ તેણે આત્મહત્યા કરી હતી. પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે આ મહિલા બી. કોમમાં પાસ નહી થઇ શકે તો તેને સારી નોકરી નહી મળે એ ડરથી તેને આત્મહત્યા કરી હશે.
બુધવારે તળાવમાં આ માં-દીકરાની લાશ તરતી જોવા મળી હતી. આ તળાવ ચંદ્રનગરમાં આવેલ રામનગરથી ૮૭૦ કિલોમીટર દૂર છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે રૂપાલી બી.કોમના બીજા વર્ષમાં પાસ નહતી થઇ જેને લઈને તેણે સોમવારે ફરીથી પરીક્ષા આપી હતી.
મૃતક મહિલાનો પતિ એક કંપનીમાં સેલ્સમેનનું કામ કરે છે. જયારે તે આશિષ ઘરે આવ્યો ત્યારે રૂપાલી કે તેનું સંતાન ઘરે ન જણાતા તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી.
એટલું જ નહી પણ રૂપાલીના ઘરેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેણે લખ્યું છે કે તે આત્મહત્યા એટલા માટે કરી રહી છે કેમ કે તે પરીક્ષામાં પાસ નહી થાય તેનો ડર છે અને જો પાસ નહી થાય તો તેને સારી નોકરી નહી મળે.
ડેડબોળીને હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. આ મામલે તપાસ ચાલુ છે.
