Urfi Javed dress/ OMG!! ઉર્ફી જાવેદે પહેર્યો ટેડી બિયર વાળો ડ્રેસ, બાળકો જોઇને થયા ખુશ

સોશિયલ મીડિયા ક્વીન ઉર્ફી જાવેદ ફરી એકવાર તેના નવા લૂક સાથે જોવા મળી છે.  આ વખતે ઉર્ફીની ડ્રેસિંગ સેન્સ જોઈને બીજા કોઈ ની તો ખાતરી નથી પણ બાળકો જરૂર ખુશ થશે.

Entertainment
ઉર્ફી જાવેદ

ઉર્ફી જાવેદે તેની અભિનય કારકિર્દીની શરૂઆત ટીવી શો મેરી દુર્ગાથી કરી હતી. આ પછી તેણે બેપનાહ, બડે ભૈયા કી દુલ્હનિયા, અને ચંદ્ર નંદિની જેવી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. ઉર્ફી બિગ બોસ OTT 1 થી લાઈમલાઈટમાં આવી હતી.

સોશિયલ મીડિયા ક્વીન ઉર્ફી જાવેદ ફરી એકવાર તેના નવા લૂક સાથે જોવા મળી છે. આ વખતે ઉર્ફીની ડ્રેસિંગ સેન્સ જોઈને બીજા કોઈ ની તો ખાતરી નથી પણ બાળકો જરૂર ખુશ થશે.

ઉર્ફી જાવેદ દરેક વખતે લુકને લઈને ચર્ચામાં આવે છે

ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર દરરોજ તેના લુકના કારણે ચર્ચામાં રહેતી હોય છે.  અત્યાર સુધી ઉર્ફીને પણ યાદ નહિ હોય કે તેને કેટલી કેટલી વસ્તુઓથી તેનો ડ્રેસ ડિઝાઇન કર્યો છે.  તેનો દરેક વીડિયો મિનિટોમાં વાયરલ થઈ જાય છે. આ દરમિયાન ફરી એકવાર તેનો નવો લુક ઈન્ટરનેટ પર વાયરલ થયો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ઉર્ફીનો નવો લુક આવ્યો સામે

ઉર્ફી જાવેદનો  એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પહેલીવાર તેના આ લુકને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે ઉર્ફીએ આ વખતે પોતાના માટે જે ડ્રેસ બનાવ્યો છે, તે બાળકોને ખૂબ જ પસંદ આવશે. ઉર્ફીએ આ વખતે પોતાના માટે નાના ક્યૂટ ટેડી બિયર સાથે એક જેકેટ તૈયાર કર્યું છે, જે ખરેખર ખૂબ જ અલગ લુક આપે છે. આ જેકેટ સાથે ઉર્ફીએ અંદર પીળા રંગનો  બોડીકોન ડ્રેસ પહેર્યો છે, આ સાથે તેને તેના વાળને સ્ટાઇલ કરવા માટે બન બનાવ્યો છે.  આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ અંગે યૂઝર્સ કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે.

ઉર્ફીએ કરી નવી જાહેરાત, ટૂંક સમયમાં જ આવશે કપડા વગર સામે

ઉર્ફીએ હાલમાં જ એક એવી જાહેરાત કરી હતી, જેને સાંભળીને બધા ચોંકી ગયા હતા. ઉર્ફીએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર વિડીયો શેર કર્યો, જેમાં તેણે કેટલાક સ્ક્રીનશોટ શેર કર્યા અને કહ્યું, “Guys Clear Your Calendars for Tomorrow, I’m Going to Get Naked.”  આ વીડિયો પછી લોકો તેના નવા અવતાર વિશે ઘણું વિચારી રહ્યા હતા. જોકે, એવું કંઈ પણ થયું ન હતું.

આ પણ વાંચો :Dance Video/નકુલ મહેતા એ સ્કર્ટ પહેરી કર્યો ડાન્સ, ચાહકોએ કહ્યું કે…

આ પણ વાંચો :Bollywood/મજબુરીમાં પ્રિયંકા ચોપરાને કરવી પડી હતી આ ફિલ્મ, કહ્યું સેટ પર આ રીતે કરવામાં આવતું હતુ ટ્રીટ

આ પણ વાંચો :Tellywood/આ તારીખથી પ્રસારિત થશે રોહિત શેટ્ટીનો આ શો?  આ લોકપ્રિય સિરિયલનું લઇ શકે છે સ્થાન

આ પણ વાંચો :Birthday/પરેશ રાવલે આ ગુજરાતી ફિલ્મથી કરી હતી શરૂઆત, આ ફિલ્મોથી બોલિવૂડમાં ચમકતા સ્ટાર બન્યા

આ પણ વાંચો :હેલ્થ અપડેટ/‘માતા કે બાળકને બચાવીએ…’, ડિલિવરી પહેલા નેહા મર્દાની હાલત હતી ગંભીર