જબરદસ્ત કોમિક ટાઈમિંગ અને અભિનયથી સારી છાપ છોડનાર પરેશ રાવલને અનુભવી કલાકાર ગણવામાં આવે છે. તેમણે તમામ પ્રકારના રોલમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. ક્યારેક તેમણે ‘હેરા ફેરી’ના બાબુરાવ ગણપતરાવ આપ્ટે બનીને દર્શકોને હસાવ્યા તો ક્યારેક ‘ઓહ માય ગોડ’ના કાનજી લાલજી મહેતા બનીને લોકોમાં વિશ્વાસ જગાડવાનો પ્રયાસ કર્યો.
પરેશ રાવલે માત્ર કોમેડી જ નહીં પણ ખલનાયક તરીકે પણ પ્રશંસા મેળવી છે. તેમને પદ્મશ્રી, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ફિલ્મફેર પુરસ્કારો જેવા અનેક અવાર્ડ્સથી પણ નવાજવામાં આવ્યા છે.
એક્ટર બનવાની પહેલી ઈચ્છા નહોતી
30 મે, 1950ના રોજ મુંબઈમાં જન્મેલા પરેશ રાવલ આજે પોતાની જોરદાર એક્ટિંગ માટે પ્રખ્યાત છે, પરંતુ તેમનો ઈરાદો સિવિલ એન્જિનિયર બનવાનો હતો. અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ નોકરી કરવા માંગતા હતા, જેના માટે તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો, પરંતુ આજે તેઓ સફળતાના એવા તબક્કે છે, જ્યાં સફળતા તેમના પગ ચૂમી રહી છે. તેમના જન્મદિવસના ખાસ અવસર પર જાણીશું એવી ફિલ્મો વિશે જે પરેશ રાવલને શૂન્યથી ટોચ પર લઈ ગઈ.
‘નામ’થી રોશન થયું પરેશ રાવલનું નામ
પરેશ રાવલે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત 1982માં ગુજરાતી ફિલ્મ ‘નસીબ ની બલિહારી’થી કરી હતી. આ પછી, 1984 માં, તેમણે ‘હોળી’માં સહાયક અભિનેતાની ભૂમિકા ભજવી. તેમને 1986માં આવેલી ફિલ્મ ‘નામ’થી અભિનેતાના નામથી ઓળખ મળી હતી. પરેશ રાવલ 1980 થી 1990 સુધી 80 થી વધુ ફિલ્મોમાં વિલનની ભૂમિકામાં જોવા મળ્યા હતા. જેમાં કેપ્ચર, રામ લખન, બાજી સહિતની ઘણી ફિલ્મો સામેલ છે.
આ ફિલ્મોમાં ભજવેલી ભૂમિકા યાદગાર બની હતી
સરદાર
.jpg)
પરેશ રાવલ બહુ પ્રતિભાશાળી વ્યક્તિ છે. તેમના વ્યક્તિત્વના ઘણા રંગો છે, જેમાં તે દરેક રંગમાં બંધબેસે છે. તેઓ 1994માં કેતન મહેતાની સરદારમાં વલ્લભભાઈ પટેલની યાદગાર ભૂમિકામાં દેખાયા હતા. આ ફિલ્મ પછી કલાકાર તરીકે તેમની પ્રગતિ વધતી ગઈ.
અંદાઝ અપના અપના
રાજકુમાર સંતોષીની એક્શન-કોમેડી ફિલ્મ ‘અંદાઝ અપના અપના’ જેવી ફિલ્મ બોલિવૂડમાં ફરી ક્યારેય બની નથી. આમિર ખાન અને સલમાન ખાનની કોમેડીથી ભરપુર આ ફિલ્મમાં પરેશ રાવલે ડબલ રોલ કર્યો હતો. તેનો અભિનય આખી ફિલ્મમાં સૌથી વધુ હાઇલાઇટિંગ પોઇન્ટ હતો.

તેમનો આ ડાયલોગ “તેજા હૂં મેં, માર્ક ઇધર હૈ” આજે પણ પ્રખ્યાત કોમેડી ડાઈલોગમાં ગણાય છે. આ પછી, 1997 માં, તેમને ‘તમન્ના’ માં એક નપુંસકની ભૂમિકા ભજવી હતી, જેમાં તેમને પોતાના અભિનયથી દર્શકો અને વિવેચકોનું દિલ જીતી લીધું હતું.
જુદાઈ

‘જુદાઈ’ અનિલ કપૂર, શ્રીદેવી અને ઉર્મિલા માતોંડકરની લવસ્ટોરી વાળી ફિલ્મ છે. પરંતુ જો પરેશ રાવલે હસમુખ લાલની ભૂમિકા આટલી સુંદર રીતે ભજવી ન હોત તો ફિલ્મ કદાચ એટલી રસપ્રદ ન બની હોત. આ એવો રોલ હતો જેમાં પરેશ રાવલ દરેકને કોઈ પણ બાબત પર સવાલ પર સવાલ કરતા હતા.
હેરા ફેરી

હેરા ફેરી ફિલ્મ અને તેમાં રહેલા દરેક કેરેકટર હંમેશા યાદગાર રહેશે. આ એક્શન કોમેડી ફિલ્મમાં અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીની ભૂમિકા જેટલી જ મહત્વની હતી પરેશ રાવલની ભૂમિકા. આ ફિલ્મમાં તેમને ‘બાબુરાવ’નું પાત્ર ભજવ્યું હતું, અને તેમનું આ પાત્ર બાબુ ભૈયા તરીકે ખુબ જ પ્રખ્યાત થયું હતું. આ પરેશ રાવલના આઇકોનિક પાત્રોમાંનું એક છે.
હંગામા

પ્રિયદર્શનની મલ્ટિસ્ટારર કોમેડી ફિલ્મમાં, પરેશ રાવલે કરોડપતિ રાધેશ્યામ તિવારીની ભૂમિકા ભજવી હતી, જેમાં તેઓ તેમની પત્ની અંજલિ પર છેતરપિંડીનો આરોપ મૂકે છે. તેના શક થી ભરપુર પાત્રએ પ્રેક્ષકોને ખુબ જ હસ્વાયા હતા.
સંજુ

રાજકુમારી હિરાની દ્વારા નિર્મિત આ ફિલ્મમાં પરેશ રાવલે સંજુ એટલે કે રણબીર કપૂરના પિતાની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ માટે રણબીર કપૂર અને બાકીના કલાકારોની જેટલી પ્રશંસા કરવામાં આવી હતી, તેટલી જ પરેશ રાવલની પણ પરિપક્વતા માટે પ્રશંસા કરવામાં આવી હતી જેમાં તેમને મોટા પડદા પર સુનીલ દત્તની ભૂમિકા ભજવી હતી.
ઓહ માય ગોડ
.jpg)
ફેન્ટસી ડ્રામા ફિલ્મ ‘ઓહ માય ગોડ’ આ દિવસોમાં સિક્વલને લઈને ચર્ચામાં છે. ફિલ્મના પહેલા ભાગ પર નજર કરીએ તો પરેશ રાવલનો રોલ તેના કોમેડી અને ખલનાયકના રોલ કરતા આખું અલગ હતું.આ ફિલ્મમાં ભગવાનમાં શ્રદ્ધા દર્શાવવામાં આવી હતી, જેમાં પરેશ રાવલ એક કાનજીની ભૂમિકા ભજવે છે જે તેની બધી સમસ્યાઓ માટે ભગવાનને દોષ આપે છે. જેમ જેમ ફિલ્મ આગળ વધે છે તેમ તેમ કાનજીની ભગવાનમાં શ્રદ્ધા વધુ ને વધુ દ્રઢ થતી જાય છે.
આ પણ વાંચો : હેલ્થ અપડેટ/‘માતા કે બાળકને બચાવીએ…’, ડિલિવરી પહેલા નેહા મર્દાની હાલત હતી ગંભીર
આ પણ વાંચો : Bollywood/જો રણબીર-દીપિકાની ફિલ્મમાંથી આ સીન્સ હટાવવામાં ન આવ્યા હોત તો સ્ટોરી અલગ હોત
આ પણ વાંચો :Bollywoood Actor/વીર સાવરકર બનવા માટે રણદીપ હુડ્ડાએ ઉતાર્યું 26 કિલો વજન, દિવસભર ખાતા હતા બસ આ એક જ વસ્તુ
