Rajkot News: રાજકોટના રેસકોર્સના મેદાનમાં સ્વામી હરિપ્રકાશદાસજી ( hariprakashdasji ) ના મુખે હનુમાન ચાલીસાની કથાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમણે આજના યુવાનોના પ્રેમ (Love Marriage) પર ટકોર કરતા જણાવ્યું હતું કે આજના યુવાનો-યુવતીઓ પહેલાં પ્રેમમાં પડે અને પછી ડેમમાં પડે. આજનો પ્રેમ એટલે એવો પ્રેમ કે સોમવારે સામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા, ગુરુવારે ગમી ગયા, શુક્રવારે સોગંદ ખાધા અને શનિવારે બધું પૂરુ.
હરિપ્રકાશદાસજી ( hariprakashdasji ) એ લવ-એરેન્જ મેરેજનો સમજાવ્યો તફાવત
હરિપ્રકાશદાસજી ( hariprakashdasji ) એ આ ઉપરાંત લવમેરેજ (Love Marriage) અને એરેન્જ મેરેજ (Arrange Marriage) વચ્ચેનો તફાવત સમજાવતા જણાવ્યું હતું કે લવ મેરેજ એટલે એકલા-એકલા ખૂણામાં છાનામાના જમી લેવુ અને એરેન્જ મેરેજ વચ્ચે કુટુંબની સાથે બેસીને જમવું. આમ લગ્નમાં પારિવારિક સંમતિ અને સામાજિક મર્યાદાનું આગવું મહત્વ છે. તેમણે જણાવ્યું હતું કે પ્રેમ તો કરવો તો રાધાકૃષ્ણ જેવો કરવો, કારણ કે તે સાચો પ્રેમ હતો.

હરિપ્રકાશદાસજી (hariprakashdasji)જણાવ્યું હતું કે આપણે ત્યાં લગ્ન સામાજિક વ્યવસ્થાનો મોટો હિસ્સો છે. તેથી આટલા મોટા સમાજ અને વ્યવસ્થાને અવગણીને લગ્ન કરવામાં આવે તો પછી દીકરીઓને જ તકલીફ પડે છે. પ્રેમનો ઉભરો શમી ગયા પછી જીવનની વાસ્તવિકતા અત્યંત વરવી લાગે છે અને પછી કુટુંબનો સધવારો પણ ન હોવાથી તેને આત્મહત્યા કરવા સિવાય કોઈ ઓવારો રહેતો નથી. સાસરીમાં લગ્ન કર્યા હોય તો પણ તકલીફ હોય છે, તેના પછી પ્રેમલગ્ન કર્યા હોય તો બાકી કંઈ જ રહેતું નથી. ઘરે ઘમાસાન જ ચાલતું હોય છે.
યુવતીઓ વીરાંગના બનેઃ હરિપ્રકાશદાસજી ( hariprakashdasji )
તેમણે આજના યુગમાં મહિલાઓની વધતી જતી અસલામતી અંગે જણાવ્યું હતું કે યુવતીઓ ઘરની બહાર ફક્ત ફેશન મોડેલ બનીને જ નથી નીકળવાનું, પણ ઝાંસીની રાણીની જેમ વીરાંગના બનીને નીકળવાનું છે. જો યુવતી આ માનસિકતા સાથે ઘરની બહાર નીકળશે તો તે બધાનો સામનો કરી શકશે. તેણે વીરાંગનનાની જેમ જ પોતાની રક્ષા કરવાની છે.
હરિપ્રકાશદાસજી ( hariprakashdasji ) એ ઉમેર્યુ હતું કે જ્યારે આખુ ભારત સમાજવાદના ગાણા ગાતુ હતુ અને ધંધો કરવાની સૂઝ ન હતી તે સમયે ગુજરાતીઓએ આખા ભારતને ધંધો કેવીર તે કરવો જોઈએ તે બતાવ્યું હતું. ધીરુભાઈ અંબાણીએ શૂન્યમાંથી સર્જન કરીને આખા ભારતને ઉદ્યોગ કઈ રીતે કરી શકાય તેનો પદાર્થપાઠ શીખવાડ્યો છે. આજે આખા દેશમાં ગુજરાતી વેપારીઓનો ડંકો વાગે છે. આખા દેશનું નેતૃત્વ પીએમ મોદી અને અમિત શાહના સ્વરૂપમાં બે ગુજરાતી કરી રહ્યા છે તે કાબિલેદાદ છે.

