Patan News: પાટણ (Patan)નાં સિદ્ધપુર (Siddhpur)માં પ્રેમલગ્ન (Love Marriage)ના માત્ર 10 મહિનામાં જ એક યુગલનું લગ્ન જીવન તૂટી ગયું. 27 વર્ષીય પરિણીતાએ તેના પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસા (Domestic Violence)નો કેસ દાખલ કર્યો છે.
પરિણીતા દોઢ વર્ષ પહેલા યુવકને મળી હતી. બંનેએ મે, 2024 માં પ્રેમલગ્ન કર્યા હતા. શરૂઆતમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ થોડા સમય પછી પતિ નાની નાની બાબતોમાં ઝઘડો કરવા લાગ્યો. પતિએ તેની પત્ની પાસે કાર (Car) ખરીદવા માટે 2.50 લાખ રૂપિયા માંગ્યા. પત્નીએ પૈસા ન લાવી શકવાનું કારણ તેના પિતાના મૃત્યુનું કારણ ગણાવ્યું. આનાથી ગુસ્સે થઈને પતિ તેણી સાથે દુર્વ્યવહાર અને મારપીટ કરતો હતો.
23 જુલાઈ, 2024 ની રાત્રે પતિએ ફરીથી પૈસાની માંગણી કરી અને તેની પત્નીને માર માર્યો હતો. આ ઘટના પછી પત્ની તેના માતાપિતાના ઘરે ગઈ. તે પછી પણ પતિ તેને ફોન કરીને ધમકી આપતો રહ્યો. 23 માર્ચ, 2025ના રોજ, પતિએ પત્નીને વીડિયો કોલ, વોટ્સએપ અને નિયમિત ફોન કોલ દ્વારા મારી નાખવાની ધમકી આપી હતી. પત્નીએ લાંબા સમય સુધી રાહ જોઈ કે તેનો પતિ સુધરશે, પરંતુ જ્યારે કોઈ સુધારો ન થયો ત્યારે તેણે આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટ (Rajkot)માં બે પુત્રો સાથેની 33 વર્ષીય મહિલાએ (Woman) તેના પતિના બીજા લગ્નની જાણ થતાં તેના પતિ અને ત્રણ સાસરિયાઓ પર ઘરેલુ હિંસા, (Domestic Violence) મારપીટ અને ધમકીઓ આપવાનો આરોપ લગાવ્યો હતો. મહિલા ભારતી વાજાએ જૂનાગઢ મહિલા પોલીસ સ્ટેશનમાં કરેલી પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે તેણે તેના પતિના બીજા લગ્ન અંગે પૃછા કરતા તેના પતિ ચેતન વાજા, સસરા રણછોડ વાજા, સાસુ હંસા વાજા અને અન્ય એક સંબંધી હરસુખ વાજાએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને ત્રાસ ગુજાર્યો હતો.
પોલીસે ભારતીય દંડ સંહિતા (IPC)ની સંબંધિત કલમો હેઠળ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. કેસની વિગતો મુજબ, જૂનાગઢની ભારતી અને પોરબંદરના ચેતનના લગ્ન 2009માં થયા હતા અને તેમને અનુક્રમે 13 વર્ષ અને 12 વર્ષના બે પુત્રો છે. ચેતન ઈઝરાયેલમાં કામ કરતો હતો. લગ્ન પછી ભારતી પણ ચેતન સાથે ઈઝરાયેલ ગઈ હતી અને તેમના મોટા પુત્રના જન્મ પછી થોડા વર્ષો ત્યાં રહી હતી. બાદમાં ભારતી પોરબંદર પરત ફરી હતી.
આ પણ વાંચો:મહિલાએ સાસરિયા વિરુદ્ધ ઘરેલુ હિંસા અને છેડતીની ફરિયાદ નોંધાવી
આ પણ વાંચો:ઝાકેરા ઘરેલુ હિંસા કેસ : સેસન્સ કોર્ટે ભરણપોષણ પેટે ૧૦ હજાર રૂ. આપવા કર્યો આદેશ
આ પણ વાંચો:આજે પણ મહિલાઓ ઘરેલુ હિંસાને સહન કરીને ચૂપ જ રહે છે…